World

‘કાફિરો સાથે દોસ્તી ન કરો’: ભારત-અફઘાનની મિત્રતાથી પાકિસ્તાન અકળાયું, ઓક્યું ધાર્મિક ઝેર

By GS Team
2 Aug 20262 mins read
TukuTouch Logo
ભારત અને અફઘાનિસ્તાનના વધતા સંબંધોથી પાકિસ્તાન ફરી અકળાયું છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહમદ શરીફ ચૌધરીએ પ્રેસ કોન્ફરન્સમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું. તેમણે અફઘાનિસ્તાનના મંત્રીના DNA એક હોવાના નિવેદન પર ધાર્મિક સંદર્ભોનો ઉપયોગ કરી ભારત-તાલિબાન સંબંધને 'માલિક-ગુલામ' ગણાવ્યો. પાકિસ્તાન આંતરિક સંકટથી ધ્યાન હટાવવા આવા નિવેદનો કરી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘કાફિરો સાથે દોસ્તી ન કરો’: ભારત-અફઘાનની મિત્રતાથી પાકિસ્તાન અકળાયું, ઓક્યું ધાર્મિક ઝેર
IMAGE SOURCE - @MeerBaluch

Pakistan Army Fumes Over India Afghanistan: ભારત અને અફઘાનિસ્તાનના મજબૂત થઈ રહેલા સંબંધોને જોઈને પાકિસ્તાન ફરી એકવાર અકળાઈ ગયું છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહમદ શરીફ ચૌધરીએ એક પ્રેસ કોન્ફરન્સમાં અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે બંને દેશો વચ્ચેની નિકટતા પર સવાલો ઉઠાવતા ધાર્મિક સંદર્ભોનો ઉપયોગ કર્યો છે. તાજેતરમાં અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના એક મંત્રીએ ભારતનો પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ભારત અને અફઘાનિસ્તાનના લોકોનું DNA એક જ છે. તેમણે બંને દેશો વચ્ચેના જૂના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધોની વાત કરી હતી. તેમના આ નિવેદનથી પાકિસ્તાની સેના ભડકી ગઈ છે.

પાકિસ્તાની સૈન્યના પ્રવક્તાનો બળાપો

તાલિબાન મંત્રીના નિવેદન પર જવાબ આપતા પાકિસ્તાની સૈન્ય પ્રવક્તાએ કુરાનની આયતનો ઉલ્લેખ કરી દીધો. તેમણે કહ્યું કે, મુસ્લિમોએ કાફિરો એટલે કે ગેર-મુસ્લિમોને પોતાના દોસ્ત કે રક્ષક ન બનાવવા જોઈએ. તેમણે કહ્યુ કે, 'અમે આભારી છીએ કે, તેમણે (અફઘાને) આ વાત સ્વીકારી લીધી. હું સામાન્ય અફઘાન લોકોની વાત નથી કરી રહ્યો, હું તાલિબાન સરકારની વાત કરી રહ્યો છું. સામાન્ય અફઘાન જનતા આ સરકારના અત્યાચારથી પરેશાન છે. બંનેનું DNA એક જેવું ન હોઈ શકે.'

'તાલિબાન અને ભારત વચ્ચે માલિક-ગુલામનો સંબંધ'

પાકિસ્તાની પ્રવક્તા આટલેથી જ ન અટક્યા. તેમણે ભારતના શાસક પક્ષ BJP અને RSS પર પણ તીખા પ્રહાર કર્યા, તેમણે દાવો કર્યો કે, 'તાલિબાન અને ભારત વચ્ચે 'માલિક અને ગુલામ' જેવો સંબંધ છે. ભારતીય BJP અથવા RSS અને તાલિબાન શાસન વચ્ચેનો અસલી સંબંધ માલિક અને ગુલામનો છે. ભારતમાં દમનકારી વ્યવસ્થા તેમની માલિક છે, અને તેઓ તેના નોકર છે.' તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે, તાલિબાન સરકાર ભારતના ઈશારે કામ કરી રહી છે. જોકે, ભારતે હંમેશાં પાકિસ્તાનના આ આરોપોને ફગાવી દીધા છે.

પાક સેનાના પ્રવક્તાએ તાલિબાન સરકાર પર પણ તીખા સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, આ સરકાર મહિલાઓ અને બાળકો પર અત્યાચાર કરી રહી છે, અને બેઠા બેઠા ફતવા બહાર પાડે છે.

પાકિસ્તાન પર મોટું આંતરિક સંકટ

બીજી તરફ, આ સમગ્ર નિવેદનબાજી પર ભારતીય ગુપ્તચર સૂત્રોનું માનવું છે કે, પાકિસ્તાન આ સમયે ખૂબ જ મોટા આંતરિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વામાં અવારનવાર આતંકી હુમલા થઈ રહ્યા છે, અને ત્યાંની જનતા સરકાર તથા સેનાથી નારાજ છે. આ ઉપરાંત, ચીનની CPEC પરિયોજનાઓની સુરક્ષાને લઈને પણ પાકિસ્તાન પર ભારે દબાણ છે. પોતાની આ જ નિષ્ફળતાઓથી દેશની જનતાનું ધ્યાન ભટકાવવા માટે પાક સેના આવી નિવેદનબાજી કરી રહી છે.