World

ડોનાલ્ડ ટ્રમ્પ આ વર્ષના અંત પહેલાં ભારતની યાત્રાએ જશે : અમેરિકાના વિદેશમંત્રી

By GS Team
27 Jun 20262 mins read
TukuTouch Logo
વોશિંગ્ટનમાં અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિઓએ જણાવ્યું કે, પ્રમુખ ટ્રમ્પ આ વર્ષના અંતે કે આગામી વર્ષના પ્રારંભે ભારતની મુલાકાત લેશે. મોદી-ટ્રમ્પના ગાઢ સંબંધોને કારણે આ મુલાકાત મહત્વની બનશે, જેમાં દ્વિપક્ષીય વેપાર કરારો પણ સંપન્ન થઈ શકશે. રૂબિઓએ મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા કહ્યું કે, તેમણે ભારતને વૈશ્વિક સત્તા બનાવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ડોનાલ્ડ ટ્રમ્પ આ વર્ષના અંત પહેલાં ભારતની યાત્રાએ જશે : અમેરિકાના વિદેશમંત્રી
  • મોદીએ ભારતને વૈશ્વિક સત્તા બનાવ્યું છે : માર્કો રૂબિયો
  • ભારતનું ઘણું નિકટવર્તી ભાગીદાર છે તેમજ મજબૂત સાથી પણ છે, પ્રમુખ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચે સંબંધો પણ સારા છે : રૂબિયો
    વૉશિંગ્ટન : અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ શનિવારે જણાવ્યું હતું કે, પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ આ વર્ષના અંતે કે આગામી વર્ષના પ્રારંભે ભારતની યાત્રાએ જશે : તેનું મુખ્ય કારણ પ્રમુખ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચેના ગાઢ સંબંધો છે. આ સાથે માર્કો રૂબિઓએ વધુમાં જણાવ્યું હતું કે મોડામાં મોડાં આગામી વર્ષના આરંભ સુધીમાં અમે કશું સિદ્ધ કરી શકીશું, જે હું માનું છું કે તે ઘણું રચનાત્મક બની રહેશે, જે રાજદ્વારી દ્રષ્ટિએ ઘણું જ મહત્ત્વનું હશે.
    ટ્રમ્પ બીજીવાર પ્રમુખ પદે આવ્યા તે પછીની આ તેઓની ભારતની સૌથી પહેલી મુલાકાત બની રહેશે. આ પૂર્વે પ્રમુખે તેમની પહેલી ટર્મ સમયે ૨૦૨૦માં ભારતની મુલાકાત લીધી હતી.
    ઉલ્લેખનીય છે કે ફ્રાંસનાં એવીયાન રિઝોર્ટમાં યોજાયેલી જી-૭ શિખર પરિષદ સમયે બંને નેતાઓ વચ્ચે મંત્રણાઓ યોજાઈ હતી. તે સમયે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રમુખ ટ્રમ્પને ભારત આવવા આમંત્રણ આપ્યું હતું જે પ્રમાણે તેઓ ભારતની મુલાકાતે જવાના છે. તેમ માર્કો રૂબિઓએ પત્રકારોને જણાવ્યું હતું. સાથે કહ્યું હતું કે પ્રમુખ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચે ઘણા સારા સંબંધો છે, અને દ્વિપક્ષીય વેપાર કરારો પણ હવે સંપન્ન થઈ શકશે. જે બંનેના હિતમાં હશે. અમેરિકી વિદેશ મંત્રીએ ક્વૉટ જૂથનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે તેથી બંને દેશો વચ્ચે સંબંધો ઘણા નજીકના બની ગયા છે. બંને દેશો આ સંબંધોને વધુ મજબૂત કરવા ઇચ્છે છે. માર્ક રૂબિઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્ત્વની પણ પત્રકાર પરિષદમાં શનિવારે ભરપેટ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તેઓએ ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણું આગળ લાવી દીધું છે. મોદીએ ભારતને એક વૈશ્વિક સત્તા બનાવ્યું છે.