Get The App

ટૅરિફ વિવાદ વચ્ચે ત્રણ દિવસ ચીનના પ્રવાસે જશે ડોનાલ્ડ ટ્રમ્પ, વ્હાઇટ હાઉસે કરી પુષ્ટિ

Updated: Feb 20th, 2026

GS TEAM

Google News
Google News
ટૅરિફ વિવાદ વચ્ચે ત્રણ દિવસ ચીનના પ્રવાસે જશે ડોનાલ્ડ ટ્રમ્પ, વ્હાઇટ હાઉસે કરી પુષ્ટિ 1 - image

Donald Trump to Visit China : અમેરિકાના અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વ્હાઇટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીઓ પુષ્ટિ કરી છે કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 31 માર્ચથી બે એપ્રિલ સુધી ચીનની સત્તાવાર મુલાકાત કરી શકે છે. ટ્રમ્પના બીજા કાર્યકાળની આ મુલાકાત પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે, કારણ કે આ પ્રવાસ બંને મહાસત્તાઓ વચ્ચેના વેપાર અને સુરક્ષા સંબંધોમાં નવો વળાંક લાવી શકે છે.

ત્રણ દિવસીય હાઇ-પ્રોફાઇલ મુલાકાત

વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ 31 માર્ચે ચીન પહોંચશે. ત્રણ દિવસના આ પ્રવાસ દરમિયાન તેઓ ચીની નેતૃત્વ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજશે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેના વ્યાપારી સંબંધો, ટૅરિફ વિવાદો અને એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ભૌગોલિક-રાજકીય સ્થિરતા અંગે ચર્ચા કરવાનો હોવાનું મનાય છે.

આ પણ વાંચો : BLAએ બંધક સૈનિકોના આંસુ છલકાતો VIDEO જાહેર કર્યો, પાકિસ્તાની સેનાનો સ્વિકારવાનો ઈન્કાર

મુખ્ય એજન્ડા પર નજર

સૂત્રોના જણાવ્યા અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની 'અમેરિકા ફર્સ્ટ' નીતિ હેઠળ ચીન સાથેના વ્યાપાર સંતુલન પર ભાર મૂકી શકે છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક સહયોગ જેવા મુદ્દાઓ પણ ટેબલ પર હશે. નિષ્ણાતો માને છે કે આ મુલાકાતથી બંને દેશો વચ્ચે ચાલી રહેલા લાંબા સમયના તણાવમાં ઘટાડો થઈ શકે છે અથવા નવા કરારોની જાહેરાત થઈ શકે છે.

ટ્રમ્પ-જિનપિંગ વચ્ચે ઑક્ટોબર-2025માં થઈ હતી મુલાકાત

આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ વચ્ચે દક્ષિણ કોરિયાનાં પ્રખ્યાત રિસોર્ટ બુસાનમાં મુલાકાત થઈ હતી. ઑક્ટોબર-2025માં યોજાયેલી આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ એકબીજાને હાથ મિલાવીને શાંતિ સ્થાપિત કરવાના વચનો આપ્યા હતા. આ દરમિયાન અમેરિકાએ ચીન પર લાદેલો ટૅરિફ ઘટાડી દીધો હતો જ્યારે ચીને અમેરિકાના સોયાબીનની ખરીદી માટે સંમતિ દર્શાવી છે. આ મુલાકાત દરમિયાન ટ્રમ્પે જિનપિંગના ભરપૂર વખાણ કર્યા હતા. 100 મિનિટ સુધી ચાલેલી આ બે મહાશક્તિની બેઠકમાં મુખ્યત્વે વેપારને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ હવેથી અમેરિકા આવનારા ચીનના સામાન પર લાદેલો 57 ટકા ટૅરિફ ઘટાડીને 47 ટકા કરી દેવામાં આવ્યો છે. 

આ પણ વાંચો : ‘પત્નીને મારી શકો, પણ હાડકાં ન તૂટવા જોઈએ’ માનવતાને શર્મસાર કરતો તાલિબાનનો નવો કાયદો