ઈરાન સાથેના તણાવને ટ્રમ્પે 'યુદ્ધ' માનવાનો ઇન્કાર કર્યો; પોતાની રણનીતિના કર્યા વખાણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Donald Trump on Iran War : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સંકટને યુદ્ધ માનવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. તેમણે આ સ્થિતિને પરમાણુ સમજૂતી કરાવવા અને ભવિષ્યના જોખમોને ટાળવા માટેનું એક 'અભિયાન' ગણાવ્યું છે. ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું છે કે ઈરાને કોઈપણ સંજોગોમાં પરમાણુ સમજૂતીની શરતો માનવી જ પડશે.
ઈરાની સેના નબળી પડી હોવાનો દાવો
વિશ્વભરમાં આઠ જેટલા યુદ્ધો રોકવાનો દાવો કરનાર ટ્રમ્પે જણાવ્યું કે, અમેરિકાના અભિયાનને કારણે ઈરાની નૌકાદળ અને ભૂમિસેના નબળી પડી ગઈ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે હવે ઈરાન સમજૂતી માટે આજીજી કરી રહ્યું છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ઈરાનની ડ્રોન ફેક્ટરીઓને ભારે નુકસાન થયું છે અને તેમની પરમાણુ ક્ષમતાને પણ તોડી પાડવામાં આવી છે.
નોબેલ પુરસ્કારની ઇચ્છા અને જૂના દાવા
ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે અગાઉ ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ પણ ટૅરિફના દબાણ દ્વારા રોક્યું હોવાનો દાવો કર્યો હતો. યુદ્ધ રોકવાના આવા દાવાઓ સાથે તેઓ અનેકવાર નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવાની ઇચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે. આ વખતે શાંતિનો નોબેલ પુરસ્કાર ન મળતાં તેઓ ઘણા નારાજ પણ જોવા મળ્યા હતા.
નાકાબંધી અને વૈશ્વિક અસરો
ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ઈરાન પરમાણુ અંગેની શરતો નહીં માને ત્યાં સુધી નાકાબંધી ચાલુ રહેશે. નાકાબંધી ચાલુ રાખવાના નિર્ણયને કારણે 'બ્રેન્ટ ક્રૂડ'ની કિંમતો $125 પ્રતિ બેરલને પાર કરી ગઈ છે. ઈરાને હોર્મુઝ માર્ગ ખોલવા માટે નાકાબંધી હટાવવા સૂચન કર્યું હતું, પરંતુ ટ્રમ્પ હાલ પોતાની વ્યૂહરચના પર અડગ છે.
એશિયાઈ અર્થતંત્રો પર અસર
હોર્મુઝની સામુદ્રધુની બંધ રહેવાથી વૈશ્વિક પુરવઠામાં દરરોજ બે કરોડ બેરલ ઓઇલની ઘટ પડી રહી છે, જેનાથી ભારત સહિતના એશિયાઈ દેશોમાં ઊર્જા, કુદરતી ગેસ અને ખાતરની સપ્લાય પર અસર પડી રહી છે. અમેરિકી નીતિ નિર્ધારકોનું માનવું છે કે આ લાંબાગાળાના પ્રતિબંધો અંતે ઈરાનને તેલ ઉત્પાદન બંધ કરવા મજબૂર કરી શકે છે. આ સંઘર્ષ હવે દસમા અઠવાડિયામાં પ્રવેશી ચૂક્યો છે.









