ચીનથી પરત આવતાં જ ટ્રમ્પે જિનપિંગને આપ્યો મોટો ઝટકો! કંપનીઓને કંગાળ કરવાનો માસ્ટર પ્લાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US Bill Against Chinese Military Company : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનથી પરત આવતાં જ રાષ્ટ્રપ્રમુખ શી જીનપિંગને મોટો ઝટકો આપ્યો છે. વાસ્તવમાં અમેરિકન સંસદમાં એવો પ્રસ્તાવ રજૂ કરાયો છે, જેનાથી જિનપિંગ નારાજ થઈ શકે છે. રિપોર્ટ મુજબ, અમેરિકામાં બે વરિષ્ઠ રિપબ્લિકન સાંસદોએ દેશમાં ચીનના સૈન્ય-ઔદ્યોગિક તંત્ર સાથે જોડાયેલી ચીની સંસ્થાઓ પર પ્રતિબંધો ઝડપી બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.
ચીન વિરુદ્ધના પ્રસ્તાવમાં શું કહેવાયું છે?
સીનેટર રિક સ્કૉટ અને પ્રતિનિધિ એલિસ સ્ટેફાનિકે જે પ્રસ્તાવ રજૂ કર્યો છે, તેનું નામ ‘સીસીપી સેક્શન શૉટ ક્લૉક એક્ટ’ છે. બંને સાંસદોનું કહેવું છે કે, અમેરિકામાં ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી (CCP) સાથે જોડાયેલી સંસ્થાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં વધુ વિલંબ ન કરવો જોઈએ. પ્રસ્તાવમાં એવું પણ કહેવાયું છે કે, નાણાં વિભાગે અમેરિકન સરકારની સુરક્ષા માટે ખતરો મનાતી ચીની વ્યક્તિઓ અથવા સંસ્થાઓ વિરુદ્ધ એક વર્ષની અંદર કાર્યવાહી કરવી જોઈએ.
આ પણ વાંચો : સત્તાપલટો કે સૈન્ય હુમલાના એંધાણ? માર્કો રુબિયોએ કહ્યું- ક્યુબા અમેરિકા માટે મોટો ખતરો
જો પ્રસ્તાવ પાસ થશે તો અમેરિકામાં ચાઇનીઝ કંપનીઓની વધશે મુશ્કેલી
વિધેયકનો મુખ્ય ઉદ્દેશ્ય, નાણાંકીય વર્ષ 2026માં દેશની સુરક્ષાના નિયમોમાં ફેરફાર કરવાનો છે. પ્રસ્તાવમાં અમેરિકન સરકાર માટે સંકટ સમાન સંસ્થાઓની એક વર્ષની અંદર ઓળખ કરવાનો અને તેને નાણાં વિભાગની ‘નૉન-એસડીએન ચીની સૈન્ય-ઔદ્યોગિક કૉમ્પલેક્સ કંપનીઓની યાદી’માં સામેલ કરવી પડશે. એટલે કે, અમેરિકામાં હથિયારો સહિતની સંરક્ષણ સામગ્રી બનાવતી ચીની કંપનીઓ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાની નહીં, પરંતુ તેમના પર અમેરિકામાં રોકાણ કરવા પર પ્રતિબંધ લગાવવા સહિતના નિયંત્રણો લાદવાની વાત છે. આ ઉપરાંત તેવી કંપનીઓ કે વ્યક્તિઓ પર દેખરેખ રાખવાની કે બ્લેકલિસ્ટ યાદીમાં સામેલ કરવામાં આવી શકે છે.
જો કંપનીનું નામ યાદીમાં આવશે તો રોકાણ કરવું મુશ્કેલ
વર્તમાન કાયદા મુજબ, અમેરિકન રાષ્ટ્રપ્રમુખે દર બે વર્ષમાં એક વખત રિપોર્ટ રજૂ કરવાનો હોય છે. તેમાં ચીનની એવી કંપનીઓ અને સંસ્થાઓના નામ સામેલ કરવામાં આવે છે, જે ચીનની સેના કે સંરક્ષણ ક્ષેત્ર માટે ટૅક્નોલૉજી, હથિયારો અથવા અન્ય સાધનો બનાવવાનું કામ કરે છે. આ રિપોર્ટ નાણાં વિભાગ દ્વારા જાહેર કવામાં આવે છે, જો તેમાં કોઈ વ્યક્તિ કે કંપનીનું નામ આવી જાય તો તે અમેરિકામાં કોઈપણ પ્રકારનું રોકાણ કરી શકતી નથી. જોકે નાણાં વિભાગ દ્વારા યાદીને અપડેટ કરવા માટે કોઈ સમયમર્યાદા નથી.









