'નેતન્યાહૂને ખબર છે કે બોસ કોણ છે...', ઈઝરાયલી PM પર ડોનાલ્ડ ટ્રમ્પે ફરી કર્યો કટાક્ષ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Donald Trump And Benjamin Netanyahu: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વ્હાઇટ હાઉસની મુલાકાત કરી શકે છે. જોકે, આ મુલાકાત પહેલા જ ટ્રમ્પે નેતન્યાહૂ વિશે ટિપ્પણી કરતાં ઇઝરાયલના વડાપ્રધાન અસહજ સ્થિતિમાં મુકાયા છે. શનિવારે(4 જુલાઈ) અમેરિકન સ્વતંત્રતાની 250મી વર્ષગાંઠના પ્રસંગે ઇઝરાયલના વડાપ્રધાન કાર્યાલયે સંકેત આપ્યો હતો કે, બંને રાષ્ટ્રોના નેતાઓ ટૂંક સમયમાં મળી શકે છે. આ મામલે ટ્રમ્પે કટાક્ષ કરતાં કહ્યું કે, 'નેતન્યાહૂ જાણે છે કે બોસ કોણ છે, તેમણે વ્હાઇટ હાઉસમાં મળવાની વિનંતી કરી છે.'
ઈઝરાયલી PM પર ડોનાલ્ડ ટ્રમ્પની કટાક્ષ
યુએસ રાષ્ટ્રપ્રમુખે નેતન્યાહૂના ફોન કોલ પર પણ ચર્ચા કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, બંને દેશો સાથે મળીને કામ કરી રહ્યા છે અને મુખ્ય મુદ્દાઓ પર સહયોગ કરી રહ્યા છે. નોંધનીય છે કે, નેતન્યાહૂના કાર્યાલયે વહેલી બેઠકની આશા વ્યક્ત કરી છે, પરંતુ વ્હાઇટ હાઉસે સંકેત આપ્યો છે કે ટ્રમ્પના પ્રવાસ સમયપત્રકને કારણે બેઠક થોડી મોડી થઈ શકે છે.
ઈરાન યુદ્ધ બાદ હશે પ્રથમ મુલાકાત
ડોનાલ્ડ ટ્રમ્પ અને બેન્જામિન નેતન્યાહૂ છેલ્લે ફેબ્રુઆરીમાં મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન નેતન્યાહૂએ ઈરાન પર સંયુક્ત હુમલો કરવાની ટ્રમ્પ સાથે યોજના શેર કરી હતી. અહેવાલો અનુસાર, ઈઝરાયલે દાવો કર્યો હતો કે, સંયુક્ત હુમલો ઈરાનનું ઝડપથી પતન કરશે. આમ થવાથી જનતા સત્તા પર કબજો કરશે. જો કે, આ યોજના નિષ્ફળ ગઈ. ત્યારથી ઈઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે સતત ખેંચતાણ ચાલી રહ્યું છે. ઘણા અહેવાલોમાં એવા પણ દાવા કરવામાં આવ્યા છે કે, 'ટ્રમ્પે ખાનગી વાતચીત દરમિયાન નેતન્યાહૂનો ઉલ્લેખ કરતી વખતે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો.'
ઈરાન હુમલા બાદ સંબંધોમાં તણાવ
ડોનાલ્ડ ટ્રમ્પના દાવા પ્રમાણે, ટ્રમ્પ સરકારે ઈઝરાયલ માટે જે પણ કર્યું છે એ અગાઉના કોઈપણ અમેરિકન રાષ્ટ્રપ્રમુખે નથી કર્યું. ટ્રમ્પનો આ દાવો સાચો સાબિત થાય છે. કારણ કે અગાઉના કોઈ પણ રાષ્ટ્રપ્રમુખે ઈઝરાયલના ઈશારે ઈરાન પર હુમલો કર્યો ન હતો. જો કે, 28 ફેબ્રુઆરીથી જુલાઈ વચ્ચેના ઘર્ષણમાં ઘણું બદલાયું છે. ટ્રમ્પે અમેરિકાને લાંબા યુદ્ધોમાં ખેંચવાનો સતત વિરોધ કર્યો હતો અને ઈઝરાયલના વાંધા છતાં શાંતિ કરાર સાથે આગળ વધ્યા.
ઇઝરાયલ પર આરોપ છે કે, તેણે આ શાંતિ કરારને પાટા પરથી ઉતારવા માટે ઇરાદાપૂર્વક લેબનોન પર હુમલો કર્યો હતો. તેણે ઈરાની શાંતિ વાટાઘાટકારોને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ મુદ્દાઓને કારણે ટ્રમ્પ અને નેતન્યાહૂ વધુને વધુ સામસામે આવા લાગ્યા છે. અહેવાલો અનુસાર, માત્ર ટ્રમ્પ જ નહીં પરંતુ તેમની ટીમ પણ હવે નેતન્યાહૂથી અસહજતા અનુભવે છે, તેઓ માને છે કે ઈઝરાયલી વડાપ્રધાન લગભગ દરેક મુદ્દા પર ખોટો દ્રષ્ટિકોણ ધરાવે છે.
ટ્રમ્પ અને નેતન્યાહૂના રાજકીય વલણ
ઈરાન સાથેના સંઘર્ષ અંગે ટ્રમ્પ અને નેતન્યાહૂએ અલગ અલગ રાજકીય વલણ અપનાવ્યું છે. એક તરફ, ટ્રમ્પ લાંબા યુદ્ધોમાંથી અમેરિકાને બહાર કાઢવાના ઉદ્દેશ્ય માટે જાણીતા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અમેરિકા અન્ય રાષ્ટ્રોની લડાઈઓ લડશે નહીં. જો કે, ઈરાનની પરિસ્થિતિમાં ફસાઈ જવાથી અમેરિકનોમાં રોષ વધ્યો અને તેમની રેટિંગ ઘટવા લાગી. આનો સામનો કરવા માટે ટ્રમ્પ માટે સંઘર્ષમાંથી અલગ થવું જરૂરી બન્યું. પરિણામે ટ્રમ્પે કોઈપણ રીતે યુદ્ધમાં પોતાની જીત ગણાવવાના અને તેમાંથી નીકળવામાં સફળ રહ્યા.
બીજી તરફ, નેતન્યાહૂ છે. ભ્રષ્ટાચારના આરોપો અને ઈઝરાયલી જનતામાં વધતી જતી અલોકપ્રિયતાને કારણે તેમની સત્તા પર જોખમ વર્તાઈ રહ્યું છે. ઈઝરાયલી મીડિયા અહેવાલો અનુસાર, યુદ્ધો પૂરા થયા પછી આગામી ઓક્ટોબરની ચૂંટણીઓ નેતન્યાહૂ માટે ખાસ કરીને પડકારજનક રહેશે. જો તેઓ સત્તા ગુમાવશે તો તેમની સામે ભૂતકાળના આરોપો ફરી ઉભા થઈ શકે છે.









