World

કતાર તરફથી ગિફ્ટમાં મળેલા નવા 'એર ફોર્સ વન'નું અનાવરણ, જુઓ ટ્રમ્પના 'ઊડતાં મહેલ'ની પહેલી ઝલક

By GS Team
20 Jun 20262 mins read
TukuTouch Logo
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા એવી અભેદ્ય છે કે, ત્યાં ચકલી પણ ફરકી ન શકે. અમેરિકાના પ્રમુખનું નવું વિમાન બનીને તૈયાર થઈ ગયું છે, જેને ઓફિશિયલ એરફોર્સ વન કાફલામાં સામેલ કરાયું છે. આ વિમાન કતાર દ્વારા ટ્રમ્પને ગિફ્ટ કરવામાં આવ્યું હતું, જેને અમેરિકી વાયુસેનાએ VC-25B બ્રિજ નામ આપ્યું છે. ટ્રમ્પે પોતે આ લક્ઝરી વિમાનનું અનાવરણ કર્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

કતાર તરફથી ગિફ્ટમાં મળેલા નવા 'એર ફોર્સ વન'નું અનાવરણ, જુઓ ટ્રમ્પના 'ઊડતાં મહેલ'ની પહેલી ઝલક

Donald Trump Air Force One : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા એવી અભેદ્ય છે કે, ત્યાં ચકલી પણ ફરકી ન શકે. અમેરિકાના પ્રમુખનું નવું વિમાન બનીને તૈયાર થઈ ગયું છે, જેને ઓફિશિયલ એરફોર્સ વન કાફલામાં સામેલ કરાયું છે. આ વિમાન કતાર દ્વારા ટ્રમ્પને ગિફ્ટ કરવામાં આવ્યું હતું, જેને અમેરિકી વાયુસેનાએ VC-25B બ્રિજ નામ આપ્યું છે. ટ્રમ્પે પોતે આ લક્ઝરી વિમાનનું અનાવરણ કર્યું હતું.

શા માટે ખાસ છે આ નવું વિમાન?

શાહી સુવિધાઓ અને લક્ઝરી: ટ્રમ્પે જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ ખાતે આ બોઈંગ 747-8 (Boeing 747-8)નું અનાવરણ કર્યું. આ વિમાન એક ઉડતા મહેલ જેવું છે. તેમાં પહેલાથી જ પ્રીમિયમ વુડન ઇન્ટિરિયર અને વૈભવી પેસેન્જર સ્પેસ છે. વાયુસેનાએ સમય અને નાણાં બચાવવા માટે અગાઉના લક્ઝરી લેઆઉટને યથાવત રાખીને માત્ર જરૂરી મિલિટરી અપગ્રેડેશન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.



નવો કલર અને લુક : લાલ, સફેદ અને ઘેરા વાદળી (ડાર્ક બ્લૂ) રંગથી સજ્જ આ જેટ અગાઉના મોડલના હળવા વાદળી રંગ કરતાં તદ્દન અલગ છે. આ જેટ 4 જુલાઈના રોજ અમેરિકાના ઐતિહાસિક કાર્યક્રમો દરમિયાન ફ્લાયઓવરનું નેતૃત્વ કરશે.

કિંમત અને વિવાદ: આ પ્લેનની અંદાજિત કિંમત $400 મિલિયન (આશરે 3700 કરોડ રૂપિયા) છે, પરંતુ અમેરિકી સરકારે તેને સુરક્ષા ધોરણો મુજબ તૈયાર કરવા માટે કદાચ આનાથી વધુ ખર્ચ કર્યો છે. કતાર તરફથી મળેલી આ ભેટને લઈને અમેરિકામાં કેટલાક સુરક્ષા અને નૈતિક સવાલો પણ ઉઠ્યા છે. જોકે, વ્હાઇટ હાઉસે સ્પષ્ટ કર્યું છે કે, ટ્રમ્પનો કાર્યકાળ પૂરો થયા પછી આ વિમાન તેમની પ્રેસિડેન્શિયલ લાઇબ્રેરી ફાઉન્ડેશનને સોંપી દેવામાં આવશે.