World

દિલજીત દોસાંજે વેમ્બલીમાં રચ્યો ઇતિહાસ: 92,000 ફેન્સ સાથે ટેલર સ્વિફ્ટ અને એડ શીરનનો રેકોર્ડ તોડ્યો!

By GS Team
14 Sep 20262 mins read
TukuTouch Logo
દિલજીત દોસાંજે લંડનના વેમ્બલી સ્ટેડિયમમાં 12 સપ્ટેમ્બરે ઐતિહાસિક કોન્સર્ટ યોજી. 92,000 ચાહકોની હાજરી સાથે તેઓ અહીં પર્ફોર્મ કરનાર પ્રથમ ભારતીય બન્યા. આ સાથે તેમણે ટેલર સ્વિફ્ટ અને માઈકલ જેક્સન જેવા દિગ્ગજોના રેકોર્ડ તોડ્યા. પંજાબી સંગીતને વૈશ્વિક મંચ પર લઈ જઈ, દિલજીતે સિંગલ-શોમાં પ્રેક્ષકોની હાજરીનો નવો કીર્તિમાન સ્થાપિત કર્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલજીત દોસાંજે વેમ્બલીમાં રચ્યો ઇતિહાસ: 92,000 ફેન્સ સાથે ટેલર સ્વિફ્ટ અને એડ શીરનનો રેકોર્ડ તોડ્યો!

Diljit Dosanjh Wembley concert record: આંતરરાષ્ટ્રીય મંચ પર પંજાબી સંગીતને નામે એક જબરદસ્ત રેકોર્ડ નોંધાયો છે. વૈશ્વિક મ્યુઝિક આઇકન બની ચૂકેલા દિલજીત દોસાંજે 12 સપ્ટેમ્બરના રોજ લંડનના ઐતિહાસિક વેમ્બલી સ્ટેડિયમમાં પોતાના દમદાર પર્ફોર્મન્સથી દુનિયાભરનું ધ્યાન ખેંચ્યું છે. ‘પંજાબી આ ગયે ઓયે!’ ના ટ્રેડમાર્ક નારા સાથે શરૂ થયેલા 'સોલ્ડ-આઉટ' કોન્સર્ટમાં અંદાજે 92,000 ચાહકોએ હાજરી આપી હતી. આ સાથે જ દિલજીત આ પ્રતિષ્ઠિત સ્થળે મુખ્ય કલાકાર તરીકે પર્ફોર્મ કરનાર પ્રથમ ભારતીય કલાકાર બની ગયા છે. એટલું જ નહીં, ચાહકોની સંખ્યા જોઈએ તો તેમણે ટેલર સ્વિફ્ટ અને માઈકલ જેક્સન જેવા દિગ્ગજોની કોન્સર્ટના રેકોર્ડ તોડી નાંખ્યા છે.

સિંગલ-શોમાં રેકોર્ડ નોંધાવ્યો
એક જ શો (સિંગલ-શો)માં સૌથી વધુ પ્રેક્ષકોની હાજરીની દૃષ્ટિએ દિલજીતે સંગીત જગતના અનેક દિગ્ગજોને પાછળ છોડી દીધા છે. 92,000 ચાહકોના આંકડા સાથે તેઓ પોપ સ્ટાર ટેલર સ્વિફ્ટ (89,000), એડ શીરાન (84,000), રોડ સ્ટુઅર્ટ (90,000), માઈકલ જેક્સન (72,000), ધ સ્ટોન રોઝિસ (75,000) અને BTS (70,000) ના વ્યક્તિગત શોના રેકોર્ડથી આગળ નીકળી ગયા છે.

દિલજીત હજુ પણ બીજા ક્રમે છે
અલબત્ત, વેમ્બલી સ્ટેડિયમમાં સિંગલ-શો રેકોર્ડ બનાવવામાં દિલજીત હજુ પણ બીજા સ્થાને છે. 2017માં અહીં પર્ફોર્મ કરનાર ગાયિકા એડેલ (Adele)ના શોમાં 98,000 પ્રેક્ષકોએ હાજરી આપી હતી, જે હજુ પણ સર્વોચ્ચ રેકોર્ડ છે. દિલજીત બીજા નંબરે છે.

દિલજીતનું નામ અને સંગીત વૈશ્વિક સ્તરે ગૂંજી ઊઠ્યું
આ ઇવેન્ટ પંજાબી સંગીતની વૈશ્વિક પહોંચનું ઉદાહરણ છે. દિલજીતે આ કોન્સર્ટમાં પરંપરાગત પંજાબી પોશાક પહેરીને પોતાની માતૃભાષામાં ચાહકો સાથે સંવાદ કર્યો હતો. હિપ-હોપ અને સમકાલીન પોપ શૈલી સાથે દેશી સંગીતનું તેમનું અદ્ભુત મિશ્રણ દર્શકોને મંત્રમુગ્ધ કરી ગયું. વેમ્બલી એવું સ્ટેજ છે જેના પર પર્ફોમ કરવાનું સપનું દરેક પોપ સ્ટારનું હોય છે. અહીં ભૂતકાળમાં ક્વીન, મેડોના, એમિનમ, હેરી સ્ટાઇલ્સ અને બેયોન્સ જેવા લેજેન્ડ્સ પર્ફોર્મ કરી ચૂક્યા છે. દિલજીતનું આ સ્તરે પહોંચવું એ સાબિત કરે છે કે તેમની સંગીત યાત્રાએ આંતરરાષ્ટ્રીય સ્તરે એક અમીટ છાપ છોડી છે.