પ્રમુખ પેઝેશ્કિયાન સીઝ-ફાયર કરવા માગે છે જ્યારે IRGC ના કમાન્ડર યુદ્ધ ચાલુ રાખવા માગે છે : પ્રમુખે કમાન્ડરની ટીકા કરતાં સેનાની લગામ પોતાના હાથમાં લેવા કહ્યું
તહેરાન: ઇઝરાયલ અમેરિકા સામે ઇરાનનું એક મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે જેમાં હજી કોઈ પરિણામ આવે તેવી શક્યતા નથી. તેવામાં ઇરાનના પ્રમુખ મૂસીદ પેઝેશ્કિયાન અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડઝ કોર્પ્સ (આઈઆરજીસી)ના ચીફ કમાન્ડર અહમદ વાહીદી વચ્ચે ભારે મોટા મતભેદો ઉભા થઈ રહ્યા છે.
ઇરાન-ઇન્ટરનેશનલ જાણકાર સૂત્રોનો હવાલો આપતાં જણાવે છે કે પ્રમુખ પેઝેશ્કિયાને વધતી જતી તંગદિલી અને પાડોશી દેશો ઉપર સતત થઇ રહેલા હુમલા માટે આઈ.આર.જી.સી.નાં વલણની ટીકા કરી છે અને આ યુદ્ધ પૂરૂં કરવા, અથવા તો ઓછામાં ઓછા યુદ્ધ વિરામ (સીઝ-ફાયર) માટે આગ્રહ રાખે છે. કારણ કે તેથી ઇરાનનું અર્થતંત્ર એક મહિનામાં તો સંપૂર્ણ રીતે તબાહ થઇ જશે. આથી પ્રમુખ પેઝેશ્કિયાને, વધતી જતી તંગદિલી અને પાડોશી દેશો ઉપર સતત થઇ રહેલા હુમલા માટે આઈ.આર.જી.સી.નાં વલણની ટીકા કરી છે, અને આ યુદ્ધ પૂરૂં કરવા, અથવા તો ઓછામાં ઓછા યુદ્ધ વિરામ (સીઝ-ફાયર) માટે આગ્રહ રાખે છે. કારણ કે તેથી ઇરાનનું અર્થતંત્ર એક મહિનામાં સંપૂર્ણ રીતે તબાહ થઇ જશે. આથી પ્રમુખ પેઝેશ્કિયાન યુદ્ધ વિરામ માટે આગ્રહ રાખે છે. પરંતુ આઈ.આર.જી.સી. યુદ્ધ ચાલુ રાખવા જ માગે છે. સંભવત: તે તેના વટનો સવાલ થઇ ગયો છે.
નક્કર વાસ્તવિક્તા તો તે છે કે યુદ્ધ શરૂ થયું તે પહેલાં જ ઇરાનનું અર્થતંત્ર ઘણું જ ખરાબ હતું. તેની કરન્સી પડી ભાંગી હતી. હવે યુદ્ધ પરિસ્થિતિ વધુ બદતર કરી છે.
ઇરાન-ઇન્ટરનેશનલના રીપોર્ટ પ્રમાણે જેમ જેમ જંગ આગળ ચાલે છે તેમ તેમ તેનો આર્થિક માર વધતો જ જાય છે. કેટલાંયે શહેરોમાં એટીએમમાં રકમ ખતમ થઇ રહી છે. ઇરાનની કેટલીયે બેન્કોએ ઓન લાઈન સર્વિસ બંધ કરી છે. સરકારી કર્મચારીઓને ૩ મહિનાથી પગાર મળ્યો નથી. ફુગાવો ૧૧૫% પહોંચી ગયો છે. ટૂંકમાં હોર્મુઝ સ્ટ્રેઇટ્સમાંથી પસાર થતાં તેલ વાહક જહાજો પાસેથી કર લેવા છતાંયે ઇરાનનું અર્થતંત્ર બેઠું થઇ શકે તેમ નથી. તેવામાં પ્રમુખ અને સેનાધિપતિ વચ્ચેના વિવાદથી યુદ્ધમાં નવો જ ફણગો ફૂટયો છે.


