World

'બ્રિક્સ-સમિટ' દરમિયાન શી-જિનપિંગને તમ્મર આવી ગયાં હતાં ?: સીડીપીના પ્રમુખ 'ઝી' કરેલો ધડાકો

By GS Team
17 Sep 20262 mins read
TukuTouch Logo
નવી દિલ્હીમાં BRICS સમિટ દરમિયાન ચીનના પ્રમુખ શી જિનપિંગને ચક્કર આવ્યા હતા. નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ તેઓ ભોજન સમારંભ છોડી તાત્કાલિક ચીન રવાના થયા હતા. ચીનના વિપક્ષી નેતા વાનઝૂન ઝીના મતે, તેમને ગંભીર સ્ટ્રોક આવ્યો હતો. બેઇજિંગ પહોંચી તેમને સીધા જ 301 હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ ઘટના અંગે ભારત-ચીન મૌન સેવી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'બ્રિક્સ-સમિટ' દરમિયાન શી-જિનપિંગને તમ્મર આવી ગયાં હતાં ?: સીડીપીના પ્રમુખ 'ઝી' કરેલો ધડાકો
  • ચીન અને ભારત આ અંગે અકળ મૌન સેવે છે
  • નરેન્દ્ર મોદી સાથેની મંત્રણા પછી તુર્ત જ જિનપિંગ હોટેલ પહોંચી ગયા, ભોજન સમારંભ છોડી તત્કાળ ચીન રવાના થયા તેથી આશંકા જાગી છે

નવીદિલ્હી : ચાયના ડેમોક્રેટિક પાર્ટીના ચેરમેન શી જિનપિંગને 'બ્રિક્સ-સમિટ' દરમિયાન બેશુદ્ધ સમાન બની ગયા હતા, તેઓને ભારે તમ્મર આવવા લાગ્યાં હતાં, ત્યાર પછી તેઓ તુર્તજ તેઓ પોતાનાં ખાસ પ્લેનમાં ચીન પહોંચી ગયા.
આ માહિતી આપતાં ચાયનીઝ ડેમોક્રેટિક પાર્ટીના ચેરમેન વાનઝૂન ઝીએ જણાવ્યું હતું કે, તે પછી તેઓને સીવીયર-સ્ટ્રોક લાગ્યો હતો.
જોકે આ અંગે ચીન અને ભારત બંનેએ અકળ મૌન સેવ્યું છે, તે ઉલ્લેખનીય છે.
ઝીએ તેઓના એક્સ-પોસ્ટ ઉપર આગળ જણાવ્યું હતું કે શી જિનપિંગ, નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત પછી તુર્તજ હોટેલ ઉપર પહોંચી ગયા હતા, અને ભોજન-સમારંભમાં ઉપસ્થિત રહ્યા ન હતા. તેઓ હોટલમાં થોડો સમય રોકાયા ત્યારે તબીબોની ટીમે તેમની સારવાર કરી હતી. પછી તુર્તજ ઇંદીરા-ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યાં જ્યાં તેમને માટેના ખાસ વિમાન સુધી ચાલીને ગયા, ત્યારે કોઈને ટેકા માટે સાથે રાખ્યા ન હતા. તે દ્વારા તેઓ તેવું દર્શાવવા માગતા હતા કે, તેઓ પૂરેપૂરા સ્વસ્થ છે.
ચીનના આ વિપક્ષી નેતાએ 'એક્સ' પોસ્ટ ઉપર આગળ લખ્યું છે કે, પ્લેન બૈજિંગ એરપોર્ટ ઉપર ઉતર્યું ત્યારે કોઈ મહાનુભાવો તેમને આવકારવા એરપોર્ટ ઉપર હાજર ન હતા. કારણ સહજ હતું કે 'શી' વાસ્તવમાં તેમના પરત આવવાના સમય કરતાં ઘણા વહેલા એરપોર્ટ પર પહોંચી ગયા હતા. એરપોર્ટ ઉપરથી તેઓને સીધા જ મીલીટરી હેલિકોપ્ટર દ્વારા બૈજિંગ-૩૦૧ નામક હોસ્પિટલમાં સંપૂર્ણ સજ્જ તેવી એમ્બ્યુલન્સમાં લઈ જવાયા હતા. પ્લેનમાં તેમજ એમ્બ્યુલન્સમાં પણ તબીબો હાજર હતા. બૈજિંગની-૩૦૧ હોસ્પિટલ સુધી તેઓને સ્પેશ્યલ મીલીટરી હેલિકોપ્ટર દ્વારા લઈ જવાયા હતા. જ્યાં તેઓને ઇમર્જન્સી ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ચીન કે ભારત બંને આ ઘટના અંગે અકળ મૌન સેવે છે. પરંતુ, મોદી સાથેની મંત્રણા પછી તુર્તજ તેમનું હોટેલમાં જવું અને ત્યાંથી થોડા સમયમાં જ એરપોર્ટ પર પહોંચવું અને બૈજિંગ પહોંચ્યા પછી તેમને તુર્તજ બૈજિંગની ટોચની હોસ્પિટલમાં હેલિકોપ્ટર દ્વારા પહોંચાડવા, તે પછી ઉમર્જન્સી વોર્ડમાં તેમને લઈ જવાયા તે બધી જ ઘટનાઓ સહજ રીતે આશંકા જગાવે છે.