Get The App

ઇરાન યુદ્ધમાં પાકિસ્તાને બાજી મારી ? ભારત પર તેની શી અસર થઈ શકે ?

Updated: Apr 10th, 2026

GS TEAM

Google News
Google News
ઇરાન યુદ્ધમાં પાકિસ્તાને બાજી મારી ? ભારત પર તેની શી અસર થઈ શકે ? 1 - image

- 'શાંતિમંત્રણા સફળ રહેશે કે નહીં તે પ્રશ્ન છે' : વિશ્લેષકો

- ઇરાન- અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે મધ્યસ્થી કરી પાક. પોતાને આંતર-રાષ્ટ્રીય સ્તરે હાઇલાઇટ કરવા પ્રયાસ કરી રહ્યું છે

નવી દિલ્હી : ઇરાન- અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે મધ્યસ્થતા કરી રહેલા પાકિસ્તાને પોતાને આંતર-રાષ્ટ્રીય સ્તરે હાઇલાઇટ કરવા પ્રયાસ કર્યો છે. જો કે, જાણકારોનું કહેવું છે કે, તેથી ભારતની કૂટનીતિને કોઈ આંચકો નહીં લાગે. આ યુદ્ધમાં મધ્યસ્થતા કરવાની પાકિસ્તાને સામે ચાલીને તૈયારી દર્શાવી હતી અને તે બહાના નીચે એ એક નવું સંગઠન પણ ઊભું કરવા કોશીશ કરી રહ્યું છે. તેણે તુર્કી, ઇજીપ્ત અને સઉદી અરબને પણ પોતાની સાથે લીધા છે. પ્રશ્ન તે છે કે, આ રીતે પાકિસ્તાન એક નવું સંગઠન બનાવવાનો પ્રયત્ન કરે છે ? જો તેમ થાય તો તેની ભારત ઉપર શી અસર પડે ?

શુક્રવારથી આ શાંતિ મંત્રણા શરૂ થઈ રહી છે ઇસ્લામાબાદમાં સલામતી વ્યવસ્થા કડક બનાવી દેવાઈ છે જો કે, વરિષ્ઠ ઇરાની નેતાએ ચેતવણી આપી છે કે, લેબેનોન પર ઇઝરાયલે કરેલો હુમલો આ શાંતિ મંત્રણાને નિરર્થક બનાવી શકે તેમ છે. બે સપ્તાહના યુદ્ધ વિરામ માટે ઇરાન સશર્ત સહમત થયું છે. તે પછી મતભેદ દૂર કરી વર્તમાન યુદ્ધ વિરામને સ્થાયી શાંતિમાં ફેરવવા આ બેઠક (ઇસ્લામાબાદ)માં યોજાઈ છે.

ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, યુદ્ધ-વિરામનો નિર્ણય સ્વાગત યોગ્ય છે. આશા છે કે તેથી પશ્ચિમ એશિયામાં સ્થાયી સ્થાપવામાં સહાય થશે. આ યુદ્ધથી પહેલેથી જ ઘણું નુકસાન થયું છે. વૈશ્વિક ગેસ અને તેલનો સપ્લાય પ્રભાવિત થયો છે. તેથી વૈશ્વિક અર્થવ્યવસ્થા ઉપર ભારે દબાણ આવ્યું છે.

બ્રિટન અને યુરોપીય સંઘે તેમજ દુનિયાના કેટલાયે દેશોએ પાકિસ્તાનની પ્રશંસા કરી છે. ભારતે કોઈ પ્રતિભાવ આપ્યો નથી. ટ્રમ્પે પણ યુદ્ધવિરામ જાહેર કરતા પાકિસ્તાનનું નામ આપ્યું હતું.

વાત તેમ છે કે, તે દ્વારા ટ્રમ્પ પાકિસ્તાનને પોતાની તરફ ખેંચવા માંગે છે જેથી તે ચીનથી દૂર થઈ જાય તેમ કહેતા વિશ્લેષકો જણાવે છે કે, 'મૂળભૂત પ્રશ્ન જ તે છે કે આ શાંતિ મંત્રણા સફળ થશે કે નહીં ? સંભવના ઘણી ઓછી છે. પરિણામે પાકિસ્તાનના મધ્યસ્થીના પ્રયાસો જ નિષ્ફળ જવાની પૂરી સંભાવના છે.