Get The App

ઇરાન યુદ્ધ વચ્ચે સરમુખત્યાર કીમ-જોંગ-ઊન મિત્રો બનાવી રહ્યા છે : બેલારૂસ સાથે મૈત્રી સાધી

Updated: Mar 26th, 2026

GS TEAM

Google News
Google News
ઇરાન યુદ્ધ વચ્ચે સરમુખત્યાર કીમ-જોંગ-ઊન મિત્રો બનાવી રહ્યા છે : બેલારૂસ સાથે મૈત્રી સાધી 1 - image

- વાસ્તવમાં બેલારૂસ અને ઉત્તર કોરિયા બંને રશિયાના મિત્ર દેશો છે : તેટલું જ નહીં પરંતુ લુકાશાંકો અને ઊન પુતિનના મિત્રો છે

નવી દિલ્હી : પશ્ચિમ એશિયામાં યુદ્ધ અટકવાનું નામ નથી લેતું તે વિસ્તરી રહ્યુ છે. તેવે સમયે ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઊન હવે વિશ્વ સ્તરે મિત્રોની સંખ્યા વધારવામાં વ્યસ્ત છે. રશિયા અને ચીનની નજીક માનવામાં આવતાં ઉત્તર કોરિયાએ હવે યુરોપીય દેશ બેલારૂસ સાથે મૈત્રી કરારો કર્યા છે તે કરારો સંધિનો મુખ્ય હેતુ રશિયાના નિકટવર્તી સહયોગી દેશો વચ્ચે સંબંધો વધુ મજબૂત કરવાના છે.

બેલારૂસની સમાચાર એજન્સી, બેલ્ટાના રીપોર્ટ પ્રમાણે બેલારૂસના પ્રમુખ લુકાશાંકોની આ પહેલી પ્યોગ્યાંક યાત્રા છે. ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઊને ભવ્ય સ્વાગત સમારોહ યોજ્યો હતો. તેમાં સફેદ અશ્વો પર સવાર સેના, બંને દેશોના ધ્વજો લહેરાવતાં બાળકો તથા ૨૧ તોપોની સલામી સામેલ હતી. તે પછી બંને નેતાઓએ એકમિત્રના સંધિ ઉપર હસ્તાક્ષર કર્યા હતા, અને મિત્રતા ગાઢ બનાવવા સહમતિ દર્શાવી હતી.

બેલારૂસ સરકારે આ સંધિને ઘણી મહત્ત્વની દર્શાવી હતી. ઊને તેમના વક્તવ્યમાં કહ્યું કે કેટલાયે મુદ્દાઓ અંગે બંને દેશોના વિચારો સમાન છે. તેઓએ કહ્યું અમે બેલારૂસ ઉપર પશ્ચિમના અકારણ દબાણનો વિરોધ કરીએ છીએ સાથે અમેરિકા સાથેના સંબંધો પણ સામાન્ય કરવા પ્રયત્નો કરી રહ્યા છીએ.

તે સર્વ વિદિત છે કે લુકાશંકો રશિયાના નિકટવર્તી મનાય છે. યુક્રેન યુદ્ધમાં તેઓ રશિયાને ખુલ્લેઆમ ટેકો આપતા રહ્યા છે. તેથી અમેરિકા સહિત યુરોપના ઘણા દેશોએ બેલારૂસ ઉપર કડક પ્રતિબંધો મુક્યા હતા. તો બીજી તરફ લુકાશેંકો અમેરિકા સાથે સંબંધો સુધારવા પ્રયત્નો કરી રહ્યા છે.

ગત સપ્તાહે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ દૂત જોમ કોહેલાની બેલારૂસની મુલાકાત પછી ૨૫૦ જેટલા રાજકીય કેદીઓને મુક્ત કરાયા હતા તેના બદલામાં અમેરિકાએ બેલારૂસ ઉપર મુકેલા પ્રતિબંધો થોડા હળવા કર્યા છે.