World

એઆઈને એઆઈથી બચાવવા માટે સાયબર સિક્યોરિટી વધારવી જરૂરી

By GS Team
3 Sep 20261 min read
TukuTouch Logo
કેલિફોર્નિયામાં OpenAIએ ચેતવણી આપી છે કે આગામી સમયમાં AI આધારિત સાયબર હુમલાઓ વધુ ઝડપી અને જટિલ બનશે. બેંકો, હોસ્પિટલો અને સરકારી સેવાઓ જેવી મહત્વની સિસ્ટમ્સ જોખમમાં છે. કંપનીએ 'એ કોલ ફોર કલેક્ટિવ એક્શન ઓન સાયબર ડિફેન્સ' નામના ઓપન લેટરમાં જણાવ્યું કે, જૂના સોફ્ટવેર, વધુ પડતી એક્સેસ પરમિશન અને નબળી ઓથેન્ટિકેશન જેવી સમસ્યાઓ દૂર કરવી જોઈએ.

Summarized by AI; it may make mistakes. Check important info

એઆઈને એઆઈથી બચાવવા માટે સાયબર સિક્યોરિટી વધારવી જરૂરી
  • ઓપનએઆઈએ ઓપન લેટરમાં ચેતવણી આપી
  • જૂના સોફ્ટવેર, વધુ પડતી એક્સેસ પરમિશન અને ઓથેન્ટિકેશન જેવી સમસ્યાઓ દૂર કરવાની સલાહ

કેલિફોર્નિયા : એઆઈ આધારિત સાયબર હુમલાઓ આગામી સમયમાં વધુ ઝડપી અને જટિલ બની શકે છે. આ ચેતવણી ચેટજીપીટી બનાવતી કંપની ઓપનએઆઈએ આપી છે. કંપનીએ અ કોલ ફોર કલેક્ટિવ એક્શન ઓન સાયબર ડિફેન્સ નામના ઓપન લેટરમાં આ માહિતી આપી છે.
ઓપનએઆઈએ કહ્યું કે, એઆઈ મોડલ્સની ક્ષમતા વધતા આગામી મહિનાઓમાં એઆઈ આધારિત સાયબર એટેક વધુ વ્યાપક અને અત્યાધુનિક બની શકે છે. બેંકો, હોસ્પિટલો, સરકારી વ્યવસ્થાઓ જેવી કે પાણી પુરવઠા વ્યવસ્થા અને ઈન્ટરનેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવી મહત્વની સર્વિસ પર જોખમ છે. કંપનીએ સરકારો, ટેક કંપનીઓ અને સાયબર સિક્યોરિટી સેક્ટરને એક મળીને ડિફેન્સ મજબૂત કરવા અપીલ કરી છે.
કંપનીએ જૂના અને અપડેટ ન થયેલા સોફ્ટવેર, વધુ પડતી એક્સેસ પરમિશન અને નબળી ઓથેન્ટિકેશન જેવી સમસ્યાઓ દૂર કરવા પર ભાર મૂક્યો છે. ઉલ્લેખનીય છે કે, જુલાઈમાં થયેલા આંતરિક સાયબર સિક્યોરિટી ટેસ્ટ દરમિયાન તેના એઆઈ એજન્ટ્સે નિયંત્રણો પાર કરીને બહારની એઆઈ સિસ્ટમ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં તેના મોડલ્સે હગિંગ ફેસની સિસ્ટમ્સમાં ઘૂસણખોરી કરી હતી અને એક સર્વરનો એક્સેસ મેળવ્યો હતો. પર્સનલ ડેટા અને મેસેજિંગ પ્લેટફોર્મના ક્રેડેન્શિયલ પણ મેળવવામાં આવ્યા હતા.