World

યુએસમાં કારમી મોંઘવારી, લેબર ડેએ ગેસોલિનના ભાવ પ્રતિ ગેલન 4.14 ડોલર

By GS Team
8 Sep 20263 mins read
TukuTouch Logo
વોશિંગ્ટનમાં ઇરાન યુદ્ધ અને હોર્મુઝ કટોકટીના લીધે મોંઘવારી વકરી છે. લેબર ડેએ ગેસોલિનના ભાવ $4.14 પ્રતિ ગેલન થતા અનેક અમેરિકનોએ ટ્રિપ રદ કરી. લેબનોનમાં ઇઝરાયેલના હીઝબુલ્લાહ પરના હુમલામાં 12નાં મોત થયા. UAEએ હોર્મુઝ પર ઇરાનના એકલા નિયંત્રણનો વિરોધ કર્યો છે. ઊંચા ઇંધણ ભાવથી અમેરિકનોના ખિસ્સા પર બોજ વધ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુએસમાં કારમી મોંઘવારી, લેબર ડેએ ગેસોલિનના ભાવ પ્રતિ ગેલન 4.14 ડોલર
  • મોંઘવારી માટે ઇરાન યુદ્ધ અને હોર્મુઝ કટોકટી જવાબદાર
  • દક્ષિણ લેબનોનના ઇઝરાયેલના હીઝબુલ્લાહ પર હુમલામાં ૧૨નાં મોતનો આરોગ્ય મંત્રાલયના દાવો
  • હોર્મુઝ પર એકલા ઇરાનનું નિયંત્રણ ક્યારેય સ્વીકારીશું નહી : યુએઈએ આકરું વલણ અપનાવ્યું

વોશિંગ્ટન : અમેરિકનાએ આ વખતના લેબર ડેએ ગયા વર્ષના લેબર ડેની તુલનાએ ટેન્ક ફુલ કરાવવી વધુ અઘરી પડી હતી. આ વખતના લેબર ડેએ ગયા વર્ષની તુલનાએ એક ડોલર વધારે ગેસોલિનનો ભાવ છે. ગેસોલિનના પ્રતિ ગેલન ૪.૧૪ ડોલર જેટલા ઊંચા ભાવના લીધે ઘણા અમેરિકનોએ તેમની ટ્રિપ રદ કરવાની ફરજ પડી હતી. આ બતાવે છે કે ઇરાન યુદ્ધની અસરથી અમેરિકા પણ બાકાત રહી શક્યું નથી.
અમેરિકા અને ઇઝરાયેલે ઇરાન પર હુમલો કર્યા પછી ગેસોલિનના ભાવ સતત વધ્યા છે અને તેમા રાહત મળી જ નથી. તેના કારણે ગાડીઓમાં ટ્રિપ માટે જાણીતા અમેરિકનોના ખિસ્સા પર મોંઘવારીનો બોજ વર્તાવવા માંડયો છે. અમેરિકનોએ હવે તેમના મોજશોખના ખર્ચમાં કાપ મૂકવાના દિવસો આવ્યા છે. આમ જે અમેરિકનો માટે ગાડીઓમાં ફરવુ, વીકેન્ડમાં બહાર જવું સામાન્ય માનવામાં આવતુ હતુ. ઇંધણના ઊંચા ભાવના લીધે તેમને હવે બધા પર કાપ મૂકવો પડી રહ્યો છે.
ટેક્સાસ ક્રિશ્ચન યુનિવર્સિટીના એનર્જી ફાઇનાન્સ પ્રોફેસર ટોમ સેંગે જણાવ્યું હતું કે બધુ ઇરાન યુદ્ધ અને હોર્મુઝની બંધ ખાડીના કારણે સર્જાયેલી સ્થિતિને આભારી છે. ઊર્જાસચિવ ક્રિસ રાઇટે પણ જણાવ્યું હતું કે ભાવ અત્યારે ગયા વર્ષની તુલનાએ ઊંચા છે, પરંતુ અમે તેને ઘટાડવા માટે શક્ય તેટલા પ્રયત્નો કરી રહ્યા છીએ. જો કે આશ્વાસન લેવા જેટલી બાબત ફક્ત એટલી છે કે હજી પણ ગેસોલિનના ભાવ જુન ૨૦૨૨માં પ્રતિ ગેલન ૫.૦૨ ડોલર જોવા મળ્યો હતો તેના કરતાં ઘણો ઓછો છે. જો કે ડીઝલના મોરચે સ્થિતિ જુદી છે અને તેનો ભાવ પ્રતિ ગેલન છ ડોલરને આબવા જઈ રહ્યો છે. લેબર ડે વીકેન્ડે તેનો ભાવ પ્રતિ ગેલન ૫.૯૦ ડોલર હતો.
લેબનીઝ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઇઝરાયેલે દક્ષિણ લેબનોનના ગામડામાં કરેલા હુમલામાં બે બાળક સહિત બારના મોત થયા છે. ઇઝરાયેલના લશ્કરે પણ જણાવ્યું હતુ ંકે તેઓએ હીઝબુલ્લાહના આતંકીઓ પર હુમલો કર્યો છે, તેણે શસ્ત્રોને ટ્રાન્સફર કરવાનો આરોપ મૂક્યો હતો. અલી તાહેર પહાડી પર ઇઝરાયેલે કબ્જો કર્યો છે. ત્યાં કાર્યરત ઇઝરાયેલના જવાનો પર હીઝબુલ્લાહના આતંકીઓએ ડ્રોન હુમલા કર્યા તેના જવાબમાં ઇઝરાયેલે કરેલા વળતા હુમલામાં ૧૨ના મોત થયા છે. આ ઉપરાંત વેસ્ટ બેન્કમાં હજા ખાતે ઇઝરાયેલી રહેવાસીઓ સાથેના સંઘર્ષમાં એક પેલેસ્ટાઇની માર્યો ગયો હતો.
યુનાઇટેડ આરબ અમીરાતે જણાવ્યું હતું કે હોર્મુઝની માલિકી કોઈપણ એક દેશની નહીં રહે. યુએઈએ હોર્મુઝ પર ઇરાનના કબ્જાનો વિરોધ કર્યો છે. યુએઈએ જણાવ્યું હતું કે અમારી નિકાસોને અમે કોઈ એક દેશ આ રીતે અટકાવી ન શકે. અમારો વેપાર અને આર્થિક પ્રવૃત્તિઓ કોઈ એક દેશની દયા પર નિર્ભર ન રહી શકે. યુએઈએ જણાવ્યું હતું ઇરાને અમેરિકા સાથેના યુદ્ધને લઈને હોર્મુઝમાં જહાજનું આવાગમન અટકાવીને અને ખાડી દેશો પર હુમલા કરીને દાયકાઓ જૂના સંબંધોને દાવ પર લગાવી દીધા છે. આના લીધે ખાડી દેશો માટે ઇરાનનો ભરોસો કરવો અઘરો પડશે.
ઓમાને જણાવ્યું હતું કે સાઉદીની માલિકાના જહાજ પર હુમલો થયા પછી તેના ૨૫માંથી ૧૬ ક્રૂ મેમ્બરને તેણે બચાવી લીધા છે. જ્યારે બાકીના સભ્યોનું શું થયું તેના અંગે તેણે કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવા ઇન્કાર કર્યો હતો. હવે જો બાકીના સાત સભ્યો મૃત્યુ પામ્યા હોય તો ૨૮મી સપ્ટેમ્બરે યુદ્ધ શરુ થયા પછી આ કોઈ કોમર્સિયલ જહાજ પર અત્યાર સુધીનો સૌથી મોટો હિચકારો હુમલો હશે, જેમા આટલા મોટાપાયે લોકો મૃત્યુ પામ્યા હોય.
હુથી બળવાખોરોએ દાવો કર્યો છે કે તેમણે સાઉદીનું શસ્ત્રસજ્જ એરક્રાફ્ટ તોડી પાડયું છે. યમનમાં હુથી બળવાખોરોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ એરક્રાફ્ટ જવાફ પ્રાંતમાં આવ્યુ હોવાનું ચકાસણીમાં માલૂમ પડયું હતું. આ એરક્રાફ્ટ સાઉદી અરેબિયાનું હતું અને તે કંઇક કરવા જઈ રહ્યુ હોવાનું સ્પષ્ટ દેખાતું હતું.