World

100 ડૉલરને પાર એક બેરલ ક્રૂડ ઓઈલ જુલાઈ 2022 પછી પહેલી વાર આટલો ઊંચો ભાવ

By GS TEAM
9 Mar 20261 min read
100 ડૉલરને પાર એક બેરલ ક્રૂડ ઓઈલ જુલાઈ 2022 પછી પહેલી વાર આટલો ઊંચો ભાવ

- બ્રેન્ટ ક્રૂડ 102.50 ડૉલર, WTI 101.20 ડૉલર : એક સપ્તાહમાં 8% ભાવ ઊંચકાયા : હોર્મુઝ સ્ટ્રેઈટ્સ બંધ થતાં 20% વૈશ્વિક તેલ પૂરવઠો ખોરવાયો

નવી દિલ્હી : મધ્ય પૂર્વ યુદ્ધનો આજે (સોમવારે) ૧૦ મો દિવસ છે તેની અન્ય દેશોનાં સંસાધનો ઉપર સીધી અસર થઈ રહી છે. સૌથી વધુ અસર ક્રૂડ ઓઈલ પર થઈ છે. વૈશ્વિક ક્રૂડની કિંમત સોમવારે ૧૦૦ ડૉલર/બેરલ દીઠ પાર થઈ ગઈ છે. જુલાઈ ૨૦૨૨ પછી પહેલી જ વાર આટલા ઊંચા ભાવ ગયા છે.

બ્રેન્ટ-ક્રૂડ ૧૦૨.૫૦ ડૉલર અને WTI ક્રૂડ ૧૦૧.૨૦ ડૉલરનો ભાવ ચાલી રહ્યો છે. જે ગત સપ્તાહના પ્રમાણમાં ૮% નો વધારો દર્શાવે છે. સ્ટ્રેઈટ્સ ઓફ હોર્મુઝ દ્વારા ૨૦ ટકા જેટલું ક્રૂડ વિશ્વમાં જાય છે. તેમાં ઓઈલ ઉત્પાદક જૂથ ઓપેકે રોજનું ૨૨ લાખ બેરલ ઉત્પાદકતા ઘટાડવાની જાહેરાત કરી છે. તેથી ક્રૂડના ભાવ સતત વધી રહ્યા છે.

ન્યૂયોર્ક ટાઈમ્સ જણાવે છે કે, બ્રેન્ટની કિંમત ૪ વર્ષમાંપહેલીવાર ૧૦૦ ડૉલર ઉપર પહોંચી છે. સત્ય તે છે કે ૨૮ ફેબુ્રઆરીએ ઇઝરાયેલ-અમેરિકાએ ઇરાન પર કરેલા હુમલા પછી લગભગ તુર્ત જ ક્રૂડના ભાવ ૫૦ ટકા ઉછળ્યા. શિકાગો મર્કેન્ટાઈલ એક્સચેન્જ્રમાં તો શરૂઆતથી જ ક્રૂડ બેન્ચ માર્ક ૧૧૪ ડૉલર ઉપર પહોંચી ગયા હતા. જે શુક્રવારના ૯૨.૬૯ ડૉલરથી ૨૩ ટકાનો વધારો દર્શાવે છે.