Get The App

અબજોનાં ટેરિફનું રિફંડ ધીમું પાડવાનાં ટ્રમ્પનાં પ્રયત્નોને કોર્ટનો ફટકો

Updated: Mar 4th, 2026

GS TEAM

Google News
Google News
અબજોનાં ટેરિફનું રિફંડ ધીમું પાડવાનાં ટ્રમ્પનાં પ્રયત્નોને કોર્ટનો ફટકો 1 - image

- સુપ્રીમે 20 ફેબ્રુઆરીએ ટેરિફને ગેરકાયદે ગણાવ્યા હતા

- ટ્રમ્પના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે 90 દિવસ સુધી રાહ જોવાની અપીલ કરી હતી જો કે જજોએ આ અરજીને ફગાવી 

- હવે ન્યુયોર્કમાં યુએસ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ નક્કી કરશે કે મુશ્કેલ રિફંડ પ્રોસેસને કેવી રીતે આગળ વધારવામાં આવે

વોશિંગ્ટન : અમેરિકાની એક ફેડરલ કોર્ટે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની અબજો ડોલરનાં ટેરિફની રિફંડ પ્રોસેસને ધીમી કરવાના  પ્રયત્નોને ફગાવી દીધા છે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને સુપ્રીમ કોર્ટે  ટ્રમ્પ વહીવટી તંત્રના ટેરિફને ગેરકાયદેસર ગણાવી રદ કરી દીધું હતું.

યુએસ કોર્ટ ઓફ અપીલ્સ ફોર ધ ફેડરલ સર્કિટે રિફંડ પ્રોસેસનો આગામી તબક્કો શરૂ કર્યો અને તેના નિરાકરણ માટે નીચલી કોર્ટને મોકલી દીધો છે. 

કોર્ટમાં દાખલ એક અરજીમાં ટ્રમ્પના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ફેડરલ સર્કિટથી સરળતાથી આગળ વધવા અને ૯૦ દિવસ સુધી રાહ જોવાની અપીલ કરી હતી. જો કે જો કે જજોએ ઇનકાર કર્યો છે. 

સુપ્રીમ કોર્ટે ૨૦ ફેબ્રુઆરીએ આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે વિશ્વનાં મોટા ભાગનાં દેશો પર ટ્રમ્પનાં મોટા ભાગનાં ટેરિફ ગેરકાયદેસર હતાં. જેના કારણે એ આયતો માટે રિફંડ માંગવાનો રસ્તો સાફ થઇ ગયો છે જેમણે તેને પેમેન્ટ કર્યુ હતું.

પેન વ્હાટર્ન બજેટ મોડેલ અનુસાર સરકારે ડિસેમ્બરનાં મધ્ય સુધી ટેરિફથી ૧૩૦ અબજ ડોલરથી વધુ એકત્ર કરી લીધા હતાં. જો કે હવે તેને ૧૭૫ અબજ ડોલરનું રિફંડ ચુકવવું પડી શકે છે. 

જો કે સુપ્રીમ કોર્ટે રિફંડ પર કોઇ ગાઇડન્સ આપ્યું નથી. તેનાં ચુકાદામાં તેનો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. હવે ન્યુયોર્કમાં યુએસ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ નક્કી કરશે કે મુશ્કેલ રિફંડ પ્રોસેસને કેવી રીતે આગળ વધારવામાં આવે.

કિંગ એન્ડ સ્પેલ્ડિંગમાં પાર્ટનર અને અમેરિકાનાં પૂર્વ ટ્રેડ અધિકારી ટ્રેડ લોયર રાયન માજેરસે જણાવ્યું હતું કે મને આશા છે કે કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ વહેલી તકે  એક ઓર્ડર જારી કરશે જેમાં સરકાર પાસેથી રિફંડ અંગે તેની યોજના અંગે સ્ટેટસ અપડેટ માંગવામાં આવશે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે મને આશા છે કે કોર્ટ કડક વલણ રાખી સરકારને એ જણાવવા કહેશે કે સુપ્રીમ કોર્ટનાં ચુકાદાનું પાલન કેવી રીતે કરવા માંગો છો.