World

સીરિયામાં બળવાખોરોએ કર્યો સત્તાપલટો, બશર અલ અસદના શાસનનો અંત, વિમાન પણ રડારથી ગુમ!

By GS Team
8 Dec 20242 mins read
This article was originally published on 8 Dec 2024
TukuTouch Logo
મધ્ય-પૂર્વમાં ઈઝરાયેલનું હમાસ અને હિઝબુલ્લાહ સાથે યુદ્ધ ચાલી રહ્યું છે એવા સમયે સીરિયામાં એક સપ્તાહથી ગૃહયુદ્ધ શરૂ થઈ ગયું છે. ત્યારે હવે સીરિયામાં બળવાખોરોએ સત્તાપલટો કરી નાખ્યો છે. સીરિયામાં બળવાખોરોએ દાવો કર્યો છે કે પ્રમુખ બશર અલ અસદના શાસનનો અંત આવી ગયો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે બળવાખોરો દમાસ્કસમાં ઘૂસ્યા બાદ સીરિયાના પ્રમુખ અસદ દેશ છોડીને અન્ય કોઈ જગ્યાએ ભાગી ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અસદ રશિયા અથવા તેહરાન જઈ શકે છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે નથી આવી.

Summarized by AI; it may make mistakes. Check important info

સીરિયામાં બળવાખોરોએ કર્યો સત્તાપલટો, બશર અલ અસદના શાસનનો અંત, વિમાન પણ રડારથી ગુમ!

Syria civil War: મધ્ય-પૂર્વમાં ઈઝરાયેલનું હમાસ અને હિઝબુલ્લાહ સાથે યુદ્ધ ચાલી રહ્યું છે એવા સમયે સીરિયામાં એક સપ્તાહથી ગૃહયુદ્ધ શરૂ થઈ ગયું છે. ત્યારે હવે સીરિયામાં બળવાખોરોએ સત્તાપલટો કરી નાખ્યો છે. સીરિયામાં બળવાખોરોએ દાવો કર્યો છે કે પ્રમુખ બશર અલ અસદના શાસનનો અંત આવી ગયો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે બળવાખોરો દમાસ્કસમાં ઘૂસ્યા બાદ સીરિયાના પ્રમુખ અસદ દેશ છોડીને અન્ય કોઈ જગ્યાએ ભાગી ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અસદ રશિયા અથવા તેહરાન જઈ શકે છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે નથી આવી.

અસદનું વિમાન પણ રડારથી ગાયબ

મીડિયા અહેવાલ પ્રમાણે બશર અલ અસદ રશિયન કાર્ગો પ્લેનમાં સીરિયાથી રવાના થઈ ગયા છે અને અસદનું વિમાન પણ રડારથી ગાયબ છે. તેમની કોઈ માહિતી નથી મળી રહી. બીજી તરફ સીરિયાના વડા પ્રધાન મોહમ્મદ ગાઝી જલાલીએ પોતાના ઘરેથી એક વિડિયો નિવેદન જારી કરીને કહ્યું કે, હું દેશમાં જ રહીશ અને સત્તાના સરળ હસ્તાંતરણ માટે કામ કરીશ.

સીરિયામાં કબજાનું એલાન

બળવાખોરોએ સીરિયામાં કબજાનું એલાન કરી દીધું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અસદનો ભાઈ મહેર અલ અસદ પણ ભાગી ગયો છે. રાજધાની દમાસ્કસમાં ચારે બાજુથી બળવાખોરો ઘૂસી ગયા છે. રાષ્ટ્રપતિ ભવન પાસે ભીષણ લડાઈ જોવા મળી રહી છે. બળવાખોરોએ દમાસ્કસ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કબજો જમાવી લીધો છે. તેઓએ આર્મી હેડક્વાર્ટર પર પણ કબજો કરી લીધો છે. આ બળવાખોરોને અમેરિકા અને ઈરાનનું સમર્થન છે.

અસદ શાસનનો અંત

બળવાખોરોએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, અસદ શાસનનો અંત આવી ગયો છે. તેઓ દેશ છોડીને ભાગી ગયા છે. તેમણે સીરિયાના લોકોને એકજૂઠ રહેવાની અપીલ કરી છે. તેમનું કહેવું છે કે, સીરિયા પર હવે કોઈ એક વ્યક્તિનું વર્ચસ્વ નહીં રહેશે.

આ પણ વાંચો: સીરિયામાં 4 શહેરો પર બળવાખોરોનો કબજો, પ્રમુખ બશર દેશ છોડીને ભાગ્યા, ગૃહયુદ્ધ ભડક્યું

બળવાખોરોએ દાવો કર્યો છે કે, સીરિયાની રાજધાની દમાસ્કસ સહિત ઘણા મોટા શહેરો પર કબજો કરી લેવામાં આવ્યો છે અને અસદના દળો દમાસ્કસમાંથી ભાગી ગયા છે. પ્રુમુખ બશર અલ અસદ દેશ છોડીને ભાગી ગયા બાદ તેમના સૈનિકો બળવાખોરોના હુમલાથી ડરી ગયા છે. આ વચ્ચે સીરિયન સૈનિકોએ પોતાની વર્દી ઉતારી દીધી છે અને ડરના કારણે તેઓએ પોતાની વર્દી છોડી સાદા કપડા પહેરી લીધા છે. દમાસ્કસના અલ-માજેહમાં વર્દી ઉતારવાની ઘણી ઘટનાઓ સામે આવી છે.