World

મેટાના સ્માર્ટ ગ્લાસિસ સ્લીપ મોડમાં પણ રેકોર્ડિંગ કરતા હોવાની ફરિયાદો

By GS Team
17 Oct 20261 min read
TukuTouch Logo
કેલિફોર્નિયામાં મેટા સ્માર્ટ ગ્લાસિસના યુઝર્સે ગંભીર ફરિયાદ કરી છે. માર્ક ઝકરબર્ગની કંપની મેટાના આ ગ્લાસિસ યુઝરની જાણ વગર વાતચીત રેકોર્ડ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સે દાવો કર્યો કે, 'હે મેટા' બોલ્યા વગર જ AI આસિસ્ટન્ટ એક્ટિવ થઈ જાય છે. તેમની સામાન્ય વાતચીતના ઓડિયો રેકોર્ડિંગ મેટા AI એપમાં મળી આવ્યા છે, જે પ્રાઈવસી માટે મોટો ખતરો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મેટાના સ્માર્ટ ગ્લાસિસ સ્લીપ મોડમાં પણ રેકોર્ડિંગ કરતા હોવાની ફરિયાદો
  • અનેક યુઝર્સે સોશિયલ મીડિયા પર માહિતી આપી
  • AI આસિસ્ટન્ટ કોઈપણ સમયે એક્ટિવ થઈ જાય છે યુઝર્સની વાતચીતના ઓડિયો રેકોર્ડિંગ મળી આવ્યા

કેલિફોર્નિયા : માર્ક ઝકરબર્ગેની કંપની મેટાએ લોન્ચ કરેલા મેટા સ્માર્ટ ગ્લાસિસ યુઝરની જાણ વિના વાતચીત રેકોર્ડ કરતા હોવાની ફરિયાદો સામે આવી છે. મેટાના સ્માર્ટ ગ્લાસિસના કેટલાક યુઝર્સે દાવો કર્યો છે કે, હે મેટા…બોલ્યા વગર એઆઈ આસિસ્ટન્ટ એક્ટિવ થઈ જાય છે. તેમની સામાન્ય વાતચીતના ઓડિયો રેકોર્ડિંગ અને ટ્રાન્સક્રિપ્ટ મેટા એઆઈ એપમાં જોવા મળ્યા હતા.
એક યુઝરે સોશિયલ મીડિયા સાઈટ પર દાવો કર્યો હતો કે, મેટા સ્માર્ટ ગ્લાસિસના સેકન્ડ અને થર્ડ જનરેશનના મોડલમાં રેકોર્ડિંગની સમસ્યા જોવા મળી હતી. ઘણા યુઝર્સની વાતચીત ટ્રાન્સક્રિપ્ટ એપની હિસ્ટ્રીમાં જોવા મળી હતી. ઘણા યુઝર્સે એઆઈ આસિસ્ટન્ટ એક્ટિવ કર્યા વિના એક્ટિવ રહેતું હોવાની ફરિયાદો કરી હતી.
ઉલ્લેખનીય છે કે, મેટાના સ્માર્ટ ગ્લાસિસમાં કેમેરા, માઈક્રોફોન અને એઆઈ આસિસ્ટન્ટની સુવિધા છે. તેના યુઝર્સ હાથનો ઉપયોગ કર્યા વિના ફોટા-વીડિયો લઈ શકે છે અને વોઈઝ કમાન્ડથી એઆઈ સાથે વાતચીત કરી શકે છે. આ સર્વિસ ઉપયોગી હોવા છતાં તે ગમે તે સમયે એક્ટિવ થતી હોવાથી યુઝર્સની પ્રાઈવસી જોખમમાં મૂકાઈ છે.