Astro

વાંચો તમારું 18 ઓક્ટોબર 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
18 Oct 20261 min read
TukuTouch Logo
આજનું રાશિફળ: મેષ રાશિના જાતકોને જૂના સ્વજન-મિત્રોની મુલાકાતથી આનંદ થશે અને યાત્રાનું આયોજન થશે. કર્ક રાશિના લોકોને કાર્યભારમાં વધારો જણાશે. સિંહ રાશિના જાતકો બુદ્ધિથી કામનો ઉકેલ લાવશે અને ધંધામાં લાભ મેળવશે. કુંભ રાશિના કાર્યની કદર થશે, જ્યારે મીન રાશિના જાતકોને પરિવાર અને મિત્રોના કામ માટે દોડધામ રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 18 ઓક્ટોબર 2026નું રાશિ ભવિષ્ય

મેષ : જૂના સ્વજન સ્નેહી, મિત્રવર્ગની આકસ્મિક મુલાકાતથી આપને આનંદ જણાય. યાત્રા-પ્રવાસનું આયોજન ગોઠવાય.
વૃષભ : દિવસ દરમ્યાન આપને સુસ્તી બેચેની જેવું રહ્યા કરે. તબીયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં.
મિથુન : સંસ્થાકીય કામમાં, જાહેર ક્ષેત્રના કામમાં આપે વ્યસ્ત રહેવાનું થાય. આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહે.
કર્ક : નોકરી ધંધાના કામની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં કાર્યભારમાં વધારો જણાય.
સિંહ : આપની બુદ્ધિ મહેનત અનુભવ આવડતથી કામનો ઉકેલ લાવી શકો. ધંધામાં લાભ ફાયદો મળી રહે.
કન્યા : આપને કામમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાન-વાહનના કામમાં સંભાળવું પડે. મિત્રવર્ગની ચિંતા રહે.
તુલા : આપને અડોશ-પડોશના કામકાજ અંગે વ્યસ્તતા જણાય. યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાત થાય. ધર્મકાર્ય થઇ શકે.
વૃશ્ચિક : કૌટુંબિક પારિવારીક કામકાજ અંગે દોડધામ શ્રમ ખર્ચ જણાય. પરંતુ આનંદ રહે. ધંધામાં લાભ ફાયદો રહે.
ધન : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો પત્ની-સંતાનના સહકારથી કામનો ઉકેલ લાવી શકો.
મકર : આપને કામમાં કોઇને કોઈ રૂકાવટ મુશ્કેલીનો અનુભવ થાય. આકસ્મિક ખર્ચ ખરીદીના લીધે નાણાંભીડ રહે.
કુંભ : આપના કાર્યની કદર- પ્રશંસા થવાથી આનંદ રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય.
મીન : આપના કાર્યની સાથે ઘર પરિવાર સગા સંબંધીવર્ગ મિત્રવર્ગના કામ અંગે દોડધામ શ્રમ જણાય. કામ ઉકેલાતાં રાહત રહે.

  • અગ્નિદત્ત પદમનાભ