World

પાકિસ્તાનમાં પણ 'કોંકરોચ'નો ક્રેઝ, દરેક બીજો કંટેન્ટ ક્રિએટર સોશ્યલ મીડિયા પર પાર્ટી 'રચી' રહ્યો છે

By GS Team
22 May 20261 min read
પાકિસ્તાનમાં પણ 'કોંકરોચ'નો ક્રેઝ, દરેક બીજો કંટેન્ટ ક્રિએટર સોશ્યલ મીડિયા પર પાર્ટી 'રચી' રહ્યો છે

- ભારતમાં ચીફ જસ્ટિસનાં એક વિધાનથી નારાજ યુવાનોએ આ પાર્ટી રચી તેવી જ રીતે પાક.માં તેવી જ પાર્ટીના હજ્જારો ફોલોઅર્સ બની ગયા છે

ઇસ્લામાબાદ : ભારતમાં 'કોંકરોચ જનતા પાર્ટી' એ એક ટ્રેન્ડનું રૂપ લઈ લીધું છે અને સોશ્યલ મીડીયા પર આગ ફેલાવી દીધી છે. ચીફ જસ્ટિસના એક વિધાનથી નારાજ થયેલાઓએ ઇન્સ્ટાગ્રામ પર લગભગ ૨૦ મીલીયન ફોલોઅર્સવાળા એક સોશ્યલ મીડિયા આંદોલન શરૂ કરી દીધું છે.

મહત્વની વાત તે છે કે, આ કોંકરોચ ક્રેઝ પાકિસ્તાનમાં પણ ફેલાયો છે. દરેક બીજો કન્ટેન્ટ ક્રીએટર કોંકરોચ આવામી પાર્ટી સાથે સંલગ્ન યૂઝર નેમ્સથી સોશ્યલ મીડીયા પર પ્રોફાઇલ બનાવી રહ્યો છે.

પાકિસ્તાનમાં કોંકરોચ જનતા પાર્ટી જેવા સોશ્યલ મીડીયા સામે આવ્યો છે. તે પેજમાં ખુલ્લા મને સ્વીકારવામાં આવ્યું છે કે તેમણે ભારતની કોંકરોચ જનતા પાર્ટી ઉપરથી કોંકરોચ આવામી પાર્ટી તેવું નામ રાખ્યું છે.

આ પાર્ટીનું પેજ બહાર પડતાં જ થોડા જ સમયમાં તેના ૧૬૫૦થી વધુ ફોલોઅર્સ થઇ ગયા છે. તેનો લોગો પણ ભારતની કોંકરોચ જનતા પાર્ટી નાં પેજ પરના લોગો જેવો જ છે.

તેનાં પહેલા રીલમાં સવાલ કરવામાં આવે છે કે, 'આપ ઇમરાન ખાનની પાકિસ્તાન- તહેરીક- એ - ઇન્સાફ' (પીટીઆઈ) સાથે જોડાયેલા છો કે, પાકિસ્તાન- મુસ્લિમ લીગ' (પીએમએલ) સાથે જોડાયેલા છો ?' તો સામો જવાબ મળે છે, 'અમે કોંકરોચ આવામી પાર્ટી માં છીએ.'