હોર્મુઝમાં તેલ સપ્લાય રોકાઈ જવાનો દાવો!, ઈરાને આપી ધમકી, જહાજો પર હુમલા બાદ વધ્યો તણાવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran IRGC Oil Tankers Attack Strait Of Hormuz: સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તેલની તસ્કરીના આરોપોને લઈને ઈરાને કડક વલણ અપનાવ્યું છે. ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સ(IRGC)ની નૌસેનાએ કથિત રીતે તેલની તસ્કરી કરી રહેલા 4 તેલ ટેન્કરો પર સખત કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી અને જહાજોને મદદ કરતી નેવિગેશન સિસ્ટમને નષ્ટ કર્યા બાદ નિયમોનું ઉલ્લંઘન કરનારા જહાજોની અવરજવર સંપૂર્ણપણે અટકી ગઈ છે. પ્રેસ ટીવી અને ફાર્સ ન્યૂઝ એજન્સીના અહેવાલો મુજબ, ગુરુવારે રાત્રે વધુ એક ટેન્કર નષ્ટ કરવામાં આવ્યા બાદ નિયમોનું ઉલ્લંઘન કરનારા જહાજોની અવરજવર બંધ થઈ ગઈ છે.
4 ટેન્કરો પર હુમલાનો દાવો, અમેરિકા પર આરોપ
IRGC નૌસેનાએ જણાવ્યું કે, આ જહાજો ઉત્તરી ફારસની ખાડીમાં તેલનું અનધિકૃત ટ્રાન્સફર કરી રહ્યા હતા અને નક્કી કરાયેલા નિયમોથી વિપરીત રસ્તાનો ઉપયોગ કરી રહ્યા હતા. ઈરાને આરોપ લગાવ્યો છે કે, અમેરિકા જહાજોને પ્રતિબંધિત અને બારૂદી સુરંગો ધરાવતા દરિયાઈ રસ્તાઓ પરથી પસાર થવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે, જેના કારણે દરિયાઈ અકસ્માતો વધી રહ્યા છે.
ફરી તસ્કરી થશે તો વધુ સખત કાર્યવાહીની ચેતવણી
IRGCના સૂત્રોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો તેલની તસ્કરી ફરી શરૂ થશે તો જહાજો અને તેમની મદદ કરતી ટેકનિકલ નેવિગેશન સિસ્ટમ્સ પર અગાઉ કરતાં પણ વધુ આક્રમક અને કડક પ્રહારો કરવામાં આવશે.




