World

ઈરાનમાં ગૃહયુદ્ધ શરૂ થઈ જશે : SNSC ની ચેતવણી પછી ઈરાનનું આર્મી હાઈએલર્ટ પર આવી ગયું છે

By GS Team
28 Apr 20261 min read
ઈરાનમાં ગૃહયુદ્ધ શરૂ થઈ જશે : SNSC ની ચેતવણી પછી ઈરાનનું આર્મી હાઈએલર્ટ પર આવી ગયું છે

- ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરીટી કાઉન્સીલે ઈરાનના ભાંગી પડેલાં અર્થતંત્રનો ઉલ્લેખ કરી થોડા દિવસોમાં જ શાસન વિરોધી દેખાવોની ચેતવણી આપી

નવી દિલ્હી : ઈરાન સમક્ષ નવો પડકાર ઉભો થયો છે. ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સીલે (એસએનએસસીએ) ચેતવણી આપી છે કે માત્ર થોડા જ દિવસોમાં ઈરાનમાં નવા શાસન વિરોધી પ્રદર્શનો શરૂ થવા સંભવ છે.

ઈરાન બાહ્ય દુશ્મનો સામે લડી રહ્યું છે તેવામાં ત્યાં આંતરિક અશાંતિ ઉભી થઈ છે તેવામાં ઈરાનની ભાંગી પડેલી અર્થવ્યવસ્થા પ્રત્યે તે કાઉન્સીલે ધ્યાન દોર્યું છે. તેનો 'રિયલ' સતત તૂટી રહ્યો છે. સતત વધી રહેલી મોંઘવારી હવે હાથ બહાર જતી રહી છે. તેથી દેશભરમાં અસંતોષ વધતો જાય છે. તે રાષ્ટ્રીય સલામતી અને આંતરિક સ્થિરતા માટે ખતરારૂપ છે. આથી સલામતી દળોને હાઈએલર્ટ ઉપર રહેવા આદેશ અપાયો છે.

ન્યાયિક અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું છે કે આમાં પ્રદર્શનો ઉપર મોહરબે (ઈશ્વર વિરૂદ્ધની શત્રુતા) જેવા ગંભીર આરોપો પણ મુકવામાં આવ્યા છે. તેમાં મૃત્યુદંડ જેવી પણ કલમો છે સાથે નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ એ કાનૂન તોડનારી સતાઓથી દૂર રહે.