Get The App

ચીની સ્ટાર્ટઅપ ડીપસીકે શક્તિશાળી એઆઈ મોડલ વી-4 લોન્ચ કર્યું

Updated: Apr 25th, 2026

GS TEAM

Google News
Google News
ચીની સ્ટાર્ટઅપ ડીપસીકે શક્તિશાળી એઆઈ મોડલ વી-4 લોન્ચ કર્યું 1 - image

- હુઆવેઈની ચીપ પર ચાલશે 

- ગણિત અને કોડિંગમાં અન્ય ઓપન સોર્સ એઆઈ પ્રોગ્રામ્સ કરતા ઘણું આગળ હોવાનો કંપનીનો દાવો 

બેઈજિંગ : ચીની સ્ટાર્ટઅપ ડીપસીક દ્વારા શુક્રવારે તેના ફ્લેગશિપ એઆઈ મોડેલ ડીપસીક-વી૪ને લોન્ચ કરવામાં આવ્યું હતું. આ લોન્ચિંગ સાથે ચીને ઘરેલુ હાર્ડવેર ટેકનોલોજી તરફ વળવાનો વ્યૂહાત્મક સંકેત આપ્યો છે, જે અમેરિકા સ્થિત લેબ્સ સાથે તેની સ્પર્ધાને વધુ તીવ્ર બનાવશે. કંપનીના અગાઉના આર-૧ મોડેલે તેની કાર્યક્ષમતા અને ઓછા ખર્ચને કારણે એઆઈ સેક્ટરમાં ખળભળાટ મચાવ્યો હતો. 

આ નવી સીરીઝમાં મુખ્ય બે મોડેલ છે : તેનું વી-૪ પ્રો મોડલ અધરા કામો અને સચોટ ગણતરી માટે છે. જ્યારે, તેનું વી-૪ ફ્લેશ મોડલ ખૂબ જ ઝડપી અને સસ્તું છે. આ બંને મોડેલ એકસાથે ૧૦ લાખ શબ્દો જેટલી લાંબી માહિતી વાંચી અને સમજી શકે છે. તે માહિતી યાદ રાખવાની ક્ષમતામાં ગૂગલના જેમિની મોડેલની બરાબર છે.

ડીપસીકનું કહેવું છે કે તેમનું નવું મોડેલ કોડિંગ અને ગણિતમાં બીજા બધા ઓપન-સોર્સ એઆઈ પ્રોગ્રામ્સ કરતા આગળ છે. તે અમેરિકન ટેકનોલોજીની ખૂબ નજીક પહોંચી ગયું છે. 

આ સોફ્ટવેર ચીની કંપની હુઆવેઈની ચિપ્સ પર ચાલશે. જેથી ચીનનો અમેરિકન ચિપ્સ પરનો આધાર ઓછો થશે.