લંડન સ્થિત ચાયનીઝ એમ્બસીના સ્ટાફે તિબેટી દેખાવકારોને શોક આપે તેવા બટનથી માર્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ધર્મશાળા, લંડન: જુલાઈ ૨જીએ ન્યૂયોર્ક સ્થિત યુએનના હેડકવાર્ટસ સમક્ષ તિબેટીયનોની આઝાદીની માગણીના સમર્થનમાં આત્મદાહ કરી આત્મસમર્પણ કરનાર તિબેટના સ્વાતંત્ર્ય સેનાની લોબગા રંગઝેનને શ્રધ્ધાંજલિ અર્પવા તિબેટીયનો અને કેટલાક માનવ અધિકારવાદી બ્રિટિશરોએ સેન્ટ્રલ લંડનની પોર્ટલેન્ડ પ્લેસ સ્થિત ચાઇનીઝ એમ્બસી સમક્ષ કેન્ડલ લાઇટ ડેમોન્સ્ટ્રેશન યોજ્યું હતું ત્યારે ચાઇનીઝ એમ્બસીના સિક્યુરિટી ગાર્ડઝ હાઈ-વોલ્ટેજ 'સ્ટન-બેટન' સાથે તેમની ઉપર તૂટી પડયા હતા.
વાસ્તવમાં આવા હાઈ-વોલ્ટેજ 'સ્ટન-બેટન્સ' ઉપર ઈંગ્લેન્ડમાં પ્રતિબંધ છે તેમ છતાં ચાઇનીઝ એમ્બસીના સ્ટાફે તેનો ઉપયોગ કર્યો હોવા અંગે બ્રિટિશ પોલીસ તપાસ ચલાવી રહી છે.
આ માહિતી આપતાં તિબેટી નેતા ફાયુલે કહ્યું હતું કે તે સમગ્ર ઘટનાક્રમનો વિડીયો પણ કેટલાક લંડનવાસીઓએ ઉતાર્યા હતા અને તે વિડીયો વાયરલ પણ થઈ રહ્યા છે.
ફ્યુલ અત્યારે હિમાચલ પ્રદેશ સ્થિત ધર્મશાળામાં છે. તેઓએ ચીનાઓ ઉપર તિબેટની મૂળભૂત સંસ્કૃતિ ભૂંસી નાખવાનો પ્રયત્ન કરવાનો આક્ષેપ કર્યો હતો સાથે કહ્યું હતું કે ચીનાઓ 'ટ્રાન્સનેશનલ-રીપ્રેશન' દ્વારા માત્ર તિબેટ ઉપર જ નહીં પરંતુ ઝિંગ્યાંગમાં વસતા ઉઈગૂર મુસ્લીમો, ઈનર-મોંગોલિયામાં વસતા મોંગોલ્સ, મંચુરિયામાં વસતા મંચુઓ અને શુદ્ધ લોકશાહીને અનુસરતાં હોંગ-કોંગ ઉપર પણ દમનનો કોરડો વીંઝી રહ્યા છે.
આ સાથે તેઓએ બ્રિટિશ સત્તાવાળાઓને અનુરોધ કર્યો હતો કે, શાંતિમય દેખાવકારો ઉપર ચીનની એમ્બસીના સ્ટાફે ગુજારેલા જુલ્મ અંગે તલસ્પર્શી તપાસ યોજે.









