ચીનનું ચંદ્ર મિશન ચાંગ-ઇ-7 24 ઓગસ્ટના રોજ લોન્ચ થશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ચીન ચંદ્ર પર બરફના સ્વરૂપમાં પાણી છે કે નહીં તે શોધશે
- ચાંગ-ઇ-7 ચીનના ચંદ્ર અભિયાનનો ચોથો તબક્કો ચંદ્રની કાયમ અંધારી રહેતી બાજુ પર રોકેટ ઉતરશે
બૈજિંગ : ચીન ૨૪ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ પોતાના નવા ચંદ્ર મિશન ચાંગ-ઇ-૭ લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ મિશનમાં ચીન ચંદ્રના દક્ષિણ ધુ્રવ પર જશે. અહીં વૈજ્ઞાનિક પાણીના બરફીલા સ્વ:પ અને બીજા પદાર્થોની તલાશ કરશે. મિશનને લોંગ માર્ચ-ફાઇવ રોકેટથી હેનાનના વેનચાંગ સ્પેસ લોન્ચ સાઇટથી મોકલવાની યોજના છે. ચાંગ-ઇ-૭ ચીનના ચંદ્ર અભિયાનના ચોથા તબક્કાનો હિસ્સો છે.
ચાંગ-ઇ-૭માં ઘણા યાન સામેલ છે. તેમા એક ઓર્બિટર, લેન્ડર, રોવર અને એક નાનો મેપિંગ પ્રોબ હશે. આ બધા ભેગા મળીને ચંદ્રના દક્ષિણ ધુ્રવની જુદી-જુદી જગ્યાઓની તપાસ કરશે. અહીં ખાસ વાત એ છે કે હોપિંગ પ્રોબ તે ખાડાઓમાં જવાનો પ્રયત્ન કરશે જ્યાં સૂરજનો પ્રકાશ પહોંચતો નથી. વૈજ્ઞાનિકોને આશા છે કે આ સ્થળોએ પાણી બરફના સ્વ:પમાં મળી શકે છે.
ચંદ્રના દક્ષિણ ધુ્રવ પર ઘણા ઊંડા ખાડા છે. તેમા કેટલાક સ્થળો પર સૂરજનો પ્રકાશ ક્યારેય પહોંચતો નથી. તેથી અહીં તાપમાન ઘણું ઓછું હોય છે. આવા ઠંડા સ્થળો પર પાણી બરફના સ્વ:પમાં ઘણા સમય સુધી જમા રહી શકે છે. ચીન તેથી જ આ વિસ્તારમાં પાણીને શોધવા માંગે છે. આ મિશનમાં ચંદ્રની માટી, સપાટી અને ત્યાંના વાતાવરણ અંગે પણ જાણકારી મેળવશે. વૈજ્ઞાનિક તે સમજવાનો પ્રયત્ન કરશે કે ચંદ્રના આ હિસ્સામાં પાણી અને બીજા પદાર્થ ક્યાં કેટલા પ્રમાણમાં ઉપલબ્ધ છે.
ચાંગ-ઇ-૭ હોપિંગ પ્રોબ મિશનનો ખાસ હિસ્સો છે. તે પૈડાવાળા રોવરની જેમ ફક્ત જમીન પર ચાલવાના બદલે નાના મોટા ઉછાળ દ્વારા આગળ વધી શકે છે. તેની મદદથી તે જગ્યાએ તપાસ કરવાનો પ્રયત્ન થશે જ્યાં સામાન્ય રોવરની પહોંચ મુશ્કેલ છે. મિશનનું રોવર ચંદ્રની સપાટી પર ફરીને તેની માટી અને જમીનની તપાસ કરશે. લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતરીને વૈજ્ઞાનિક ઉપકરણોથી તપાસ કરશે. જ્યારે ઓર્બિટર ચંદ્રની ચારેય બાજુ ફરતા ઉપરની તસ્વીરો અને બીજી જરુરી જાણકારી એકત્રિત કરશે.









