એઆઈની રેસમાં ચીન મેદાન મારશે : અમેરિકાને માર્ક ઝકરબર્ગની ચેતવણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- એડવાન્સ એઆઈમાં આગળ રહેનારો દેશ ભૂ-રાજકીય પ્રભુત્વ જમાવશે
- આઈની તાકાત કોઈ એક સરકાર અથવા કંપનીઓના હાથમાં વધુ કેન્દ્રિત થવું માનવજાત માટે સૌથી મોટું જોખમ
ન્યૂયોર્ક : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)નો વપરાશ દુનિયામાં વધવાની સાથે હાલ અમેરિકા અને ચીન વચ્ચે તેના પર પ્રભુત્વ મેળવવા રેસ ચાલી રહી છે. જોકે, એઆઈની આ રેસમાં ચીન અમેરિકા કરતાં આગળ નીકળી શકે છે તેમ મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે ચેતવણી આપતા કહ્યું છે. તેમણે ચીનને સલાહ આપતા કહ્યું કે, એશિયન દેશે એનર્જી અને ડેટા સેન્ટર બનાવવાની તેની ક્ષમતા વધારવાની જરૂર છે. આ સાથે ઝુકરબર્ગે ચેતવણી આપી છે કે જે દેશ એડવાન્સ્ડ એઆઈના ડેવલપમેન્ટમાં આગળ હશે તે ભૂ-રાજકીય તાકાતમાં સંતુલિત ભૂમિકા ભજવશે.
મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે કહ્યું કે, એઆઈના વિકાસ અને ઉપયોગમાં પ્રભુત્વ ધરાવનાર દેશનું નવા ભૂ-રાજકીય સત્તા સંતુલનમાં મહત્વનું યોગદાન હશે. તે ભવિષ્યમાં લોકતાંત્રિક મૂલ્યો, સમૃદ્ધિ અને સુરક્ષાની સ્થિતિ નિશ્ચિત કરશે. ટેક્નોલોજીના ક્ષેત્રમાં અત્યાર સુધી અમેરિકા અને તેના સાથી દેશોનું પ્રભુત્વ રહ્યું છે. એઆઈના સંદર્ભમાં સિલિકોન ડિઝાઈનમાં અમેરિકા અને તેના દેશોની સ્થિતિ મજબૂત છે, પરંતુ એનર્જી ક્ષમતા અને ફિઝિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની ગતિમાં અમેરિકા પાછળ છે.
માર્ક ઝકરબર્ગ જણાવ્યું હતું કે, ચીન જેવા દેશ દર બીજા સપ્તાહે ૧ ગીગાવોટથી વધુ ન્યૂક્લિયર ક્ષમતા શરૂ કરી રહ્યા છે. તેથી સ્પર્ધામાં રહેવા માટે અમેરિકાએ એનર્જી અને ડેટા સેન્ટર બનાવવાની ગતિ વધારવી પડશે. એઆઈ કદાચ ઈતિહાસની સૌથી વધુ સ્પર્ધાત્મક ઈન્ડસ્ટ્રી છે. ઈનોવેશનની ઝડપથી નકલ કરવામાં આવે છે. થોડાક જ મહિનામાં તેને અપનાવી લેવાય છે.
ઝકરબર્ગે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માટે ૬,૫૦૦ શબ્દોનો એક મેનિફેસ્ટો જાહેર કર્યો હતો, જેમાં તેમણે દલીલ કરી કે એઆઈના ઝડપથી પ્રસારમાં સૌથી મોટું જોખમ એ છે કે આઈની તાકાત કોઈ એક સરકાર અથવા કંપનીઓના હાથમાં વધુ કેન્દ્રિત થઈ જશે.
ધફ્યુચર ઈઝ ફોર એવરીવન નામનો માર્ક ઝકરબર્ગનો આ દસ્તાવેજ એવા સમયે જાહેર કરાયો છે જ્યારે અનેક એવી ઘટનાઓ સામે આવી છે, જેમાં એન્થ્રોપિક, ઓપન એઆઈ, મેટા અને ચીની મૂનશોટના મોડેલ પર આધારિત એઆઈ એજન્ટોએ તેમની ક્ષમતાઓ ચકાસવા માટે સાયબર સુરક્ષાના મૂલ્યાંકન સમયે ગેરકાયદે ઘૂસણખોરી કરી હતી.









