ઇકોનોમિક ડી-ડે અંગે ચીનની અમેરિકાને ચેતવણી : ઇરાનનું તેલ ચીનને યુધ્ધમાં ખેંચી જશે ?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- આધુનિક યુગમાં તમામ યુધ્ધોનાં મૂળમાં આર્થિક યુધ્ધ રહેલું છે
- ચીન તેની જરૂરિયાતનું 90 ટકા તેલ ઇરાનમાંથી જ ખરીદે છે, જો તે ઉપર ટ્રમ્પ એકશન લગાડે તો ભારે મોટો ભડકો થાય તેમ છે
બૈજિંગ : ચીનનાં વિદેશ મંત્રાલયના પ્રવકતાએ વોશિંગ્ટનને સીધી ચેતવણી આપતાં કહ્યું હતું કે ચીન તેના કાનુની અધિકારોને રક્ષવા માટે જરૂરી તેવા તમામ પગલા લેશે.
ઇરાન પાસેથી તેલ ખરીદનારાઓ ઉપર પ્રમુખ ટ્રમ્પે એક પક્ષીય રીતે જબરજસ્ત ટેરિફ લગાડવાની કરેલી જાહેરાતથી ચીન ખરેખરું છંછેડાયું છે. અને સામે આક્ષેપ મુકયો છે કે તે આંતરરાષ્ટ્રીય કાનુની માળખા બહારનું પગલું છે.
અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી (વિત્ત મંત્રી) સ્કોટ બેસેન્ટે ઇરાન ઉપર કઠોર પ્રતિબંધો મુકવાની જાહેરાત કરવા સાથે તેમની ઉપર કઠોર પ્રતિબંધો મુકાશે તેમ કહ્યું છે. આ સાથે પ્રમુખ ટ્રમ્પે ઇરાન પાસેથી તેલ ખરીદનાર દેશો ઉપર પણ કઠોરતમ પ્રતિબંધો મુકવાની જાહેરાત કરતાં ચીન ખરેખરું છંછેડાયું છે. ટ્રમ્પના છેલ્લા પગલાઓ ચીનની અને હોંગકોંગની અનેક કંપનીઓ ઉપર સીધી અસર કરે છે, તેમજ ચીનની મહત્વની આર્થિક સંસ્થાઓને ફટકો મારે છે.
ચીન- અમેરિકા વચ્ચે તો ૧લી ઓકટો. ૧૯૪૯ના દિને ચીનમાં સામ્યવાદી શાસન આવ્યું ત્યારથી તણાવ છે. વચમાં ટ્રમ્પ તંગદિલી ઘટાડવા બૈજિંગ ગયા હતા પરંતુ લીલા તોરણે પાછા ફર્યા હતા.
ચીન બે રીતે ઇરાન સાથે તેલ વ્યવહાર રાખે છે. એક તો સરકાર હસ્તકની વિશાળ કંપનીઓ ઇરાન પાસેથી સીધુ તેલ ખરીદે છે. જયારે ખાનગી કંપનીઓ ચીનની સરકાર પાસેથી તેલ ખરીદે છે. જે ઇરાન થી આવ્યું હોય છે.તો માતબર કંપનીઓ, ઇરાન પાસેથી સીધું તેલ ખરીદે છે. કુલ મળી ચીનની જે તેલ જરૂરિયાતો છે તેના ૯૦ ટકા જેટલું તેલ ઇરાન પાસેથી આવે છે. હવે ટ્રમ્પને સરકારી અને ખાનગી કંપનીઓ તથા ચીન ઉપર આર્થિક પ્રતિબંધો લગાડે તો તેમના ડબ્બા જ ડૂલ થઈ જાય તેમ છે. તેમાં ટ્રમ્પે ઇરાન સાથે ધંધો કરનારને ડોલર સીસ્ટીમમાંથી હાંકી કાઢવાની ધમકી આપી છે.
ટ્રમ્પની ચીનની મુલાકાત પછી વળતી મુલાકાતના ભાગરૂપે ચીનના સર્વેસર્વા શી-જિનપિંગ અમેરિકાની મુલાકાતે જવાના છે. સહજ છે કે શી-જિનપિંગ તેમની ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મંત્રણા દરમિયાન ટેરીફ નો મુદ્દો ઉઠાવે છે. કારણ કે મંત્રણા શરૂ થયા પહેલા જ અમેરિકાએ નવો ૧૦૦ ટકા ટેરિફ લગાડવાની જાહેરાત કરી દીધી છે.
તજજ્ઞાો માને છે કે જો અમેરિકા ચીનની મહત્વની કંપનીઓ (સરકારી તેમજ ખાનગી) ઉપર આ ૧૦૦%નો પ્રચંડ ટેરીફ નાખે તો તેમનો માલ અમેરિકામાં મૂળ કિંમત કરતાં બમણી કિંમતે મળતો થતાં તેની ખપત ઘટી જાય.
ટ્રમ્પ વહીવટી તંત્ર કહે છે કે ચીનની હાઈટેક કંપનીઓના માલનો માર અમેરિકાની હાઇટેક કંપનીઓ ઉપર સીધો પડે છે. તેથી ભારે ટેરિફ અનિવાર્ય છે.
ચીન તેથી ધૂંધવાયું છે તે પણ સમજી શકાય તેમ છે. ચીન વળતો ટેરિફ પ્રહાર અમેરિકાના માલ ઉપર કરવા માગે છે.
ભીતી તો નિરીક્ષકોને તે છે કે, આ ટેરિફ વોર સશસ્ત્ર યુધ્ધમાં પરિણમી શકે તો મધ્ય પૂર્વનો ભડકો પેસિફિકને સળગાવી શકે. તે યાદ રહે કે આધુનિક યુગમાં દુનિયાના તમામ યુધ્ધોના મૂળમાં આર્થિક યુધ્ધ જ રહેલું છે.




