Get The App

હુમલો થયો તો 48 કલાકમાં અમેરિકાની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ઠપ કરી દઈશું! ઈરાન માટે મેદાને આવેલા ચીનની ધમકી

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
China Threatens US Over Iran


China Threatens US Over Iran: અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે હવે ચીન ખુલીને ઈરાનના પક્ષમાં આવી ગયું છે. ચીને વોશિંગ્ટનને સીધી ધમકી આપી છે કે જો અમેરિકા તેહરાન(ઈરાન) પર હુમલો કરશે, તો ચીન તરત જ રેર મેટલની નિકાસ રોકી દેશે. આ ધમકી અત્યંત ગંભીર માનવામાં આવે છે કારણ કે અમેરિકા તેની જરૂરિયાતના 90% રેર મેટલ ચીન પાસેથી જ ખરીદે છે. જો ચીન આ સપ્લાય અટકાવે, તો માત્ર 48 કલાકની અંદર અમેરિકાની આખી ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ઠપ થઈ શકે છે. 

રેર મેટલનું મહત્ત્વ: અમેરિકાની સૈન્ય તાકાતનો આધાર

રેર મેટલ અત્યાધુનિક F-35 ફાઇટર જેટ્સ, મિસાઇલ ગાઇડન્સ સિસ્ટમ અને હાઇ-ટેક ઈલેક્ટ્રોનિક ચિપના ઉત્પાદનમાં પાયાનું ઘટક છે. આ કિંમતી ધાતુઓના પુરવઠા વિના અમેરિકાની સૈન્ય તાકાત અને સંરક્ષણ પ્રણાલી સંપૂર્ણપણે પાંગળી બની શકે તેમ છે.

ચીન હવે ઈરાનને આપશે અત્યાધુનિક  સુપરસોનિક મિસાઇલો

બીજી તરફ, ચીન હવે ઈરાનને અત્યાધુનિક હથિયારો વેચવાની પણ તૈયારી કરી રહ્યું છે. અહેવાલો મુજબ, ઈરાન ચીન પાસેથી 'CM-302' સુપરસોનિક એન્ટી-શિપ મિસાઇલો ખરીદવા જઈ રહ્યું છે, જે 290 કિલોમીટર સુધીની મારક ક્ષમતા ધરાવે છે અને અમેરિકાના એરક્રાફ્ટ કેરિયર કે વિનાશક જહાજોને ડૂબાડવા માટે સક્ષમ છે. 

આ પણ વાંચો: કાશ્મીરનું બજેટ તમને મળેલી IMFની ભીખ કરતાં પણ વધારે..' ભારતે UNમાં પાકિસ્તાનને લગાવી ફિટકાર

જો દરિયાઈ માર્ગ બંધ થાય તો ચીનને થશે અબજોનું નુકસાન

ચીન માટે ઈરાન એટલે મહત્ત્વનું છે કારણ કે ચીન પોતાની જરૂરિયાતનું મોટાભાગનું તેલ ઈરાન પાસેથી ખરીદે છે. આ ઉપરાંત, જો અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ થાય તો 'હોર્મુઝની સ્ટ્રેટ'(દરિયાઈ માર્ગ) બંધ થઈ શકે છે, જે ચીનના આંતરરાષ્ટ્રીય વેપાર માટે આર્થિક રીતે મોટું નુકસાન સાબિત થઈ શકે. આમ, ચીન પોતાના આર્થિક અને સામરિક હિતોના રક્ષણ માટે હવે અમેરિકા સામે ઈરાનનું કવચ બનીને ઊભું રહ્યું છે.

હુમલો થયો તો 48 કલાકમાં અમેરિકાની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ઠપ કરી દઈશું! ઈરાન માટે મેદાને આવેલા ચીનની ધમકી 2 - image