Get The App

ચીન ઇરાનને ગુપ્ત રીતે શસ્ત્રો આપે છે, ચાર કાર્ગો વિમાનનું લેન્ડિંગ

Updated: Apr 19th, 2026

GS TEAM

Google News
Google News
ચીન ઇરાનને ગુપ્ત રીતે શસ્ત્રો આપે છે, ચાર કાર્ગો વિમાનનું લેન્ડિંગ 1 - image

- વાઇરલ વિડીયોના આધારે દાવો કરાયો

- એક પછી એક ઉતરેલા ચાર વિમાનોએ ટ્રાન્સપોન્ડર બંધ કરતાં ચીનના વિમાન હોવાની શંકા 

તહેરાન : ઇરાનમાં સતત ચાર ચાઇનીઝ કાર્ગો વિમાન લેન્ડ થયા છે. બધાની એક જ પેટર્ન હતી. આ વિમાનોએ લેન્ડિંગ પહેલાં તેના ટ્રાન્સપોન્ડર બંધ કરી દીધા હતા. કેટલાય જાણકારોનું કહેવું છે કે શક્ય છે કે ઇરાન ચીનને શસ્ત્ર મોકલી રહ્યુ હોય. 

મધ્ય એશિયામાં ચાલતા તનાવની વચ્ચે એક નવી જ ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરતાં કોમેન્ટર મારિયો નોફાલે દાવો કર્યો છે કે ચીનના ચાર કાર્ગો વિમાન ઇરાનમાં ચૂપચાપ ઉતર્યા છે. તેણે દાવો કર્યો કે આ વિમાનોએ લેન્ડિંગ પહેલા તેમના ટ્રાન્સપોન્ડર બંધ કરી દીધા હતા, જેથી તેમની જાણકારી કોઈને મળી ન શકે. તેના એક દિવસ પહેલા જ જિનપિંગે અમેરિકાને વચન આપ્યું હતું કે તે ઇરાનને કોઈ શસ્ત્રો સપ્લાય નહીં કરે.

હવે આ મામલાના જાણકારોનું કહેવું છે કે ચારેય વિમાને ઉતરામ પહેલાં ટ્રાન્સપોન્ડર બંધ કર્યા તે કંઈ ટેકનિકલ ખામી ન હોઈ શકે. જો કે વિમાનો તરફથી ચીન કે ઇરાન તરફથી કોઈ સત્તાવાર  પ્રતિક્રિયા સામે આવી નથી. ચીને ઇરાનને કોઈપણ પ્રકારનો સહયોગ આપવાના આરોપોને ફગાવી દીધા છે. ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પ્રકારના રિપોર્ટ એકદમ જૂઠા છે. ચીને ઇરાનને કોઈ સેટેલાઇટ મદદ કરી નથી. 

મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પડોશી દેશોમાં અમેરિકન બેઝ ધ્વસ્ત કરવામાં ચીન ઇરાનને મદદ કરી રહ્યું છે. ટ્રમ્પે ચીનને ધમકી આપી હતી કે જો ચીન કોઈપણ રીતે દખલ આપે છે તો તેના પરિણામ ખરાબ હશે.