World

VIDEO : ભારતને ઘેરવાની ચીન-પાકિસ્તાનની ચાલ ! કરાચી પહોંચી ડ્રેગનની ઘાતક સબમરીન

By GS Team
12 Jun 20262 mins read
TukuTouch Logo
ચીન અને પાકિસ્તાન વચ્ચે થયેલા સંરક્ષણ કરારના ભાગરૂપે તૈયાર કરાયેલી પ્રથમ અત્યાધુનિક 'હંગોર-ક્લાસ' સબમરીન ગુરુવારે પાકિસ્તાનના કરાચી પોર્ટ પર પહોંચી છે. કરાચીના નેવલ ડોકયાર્ડ ખાતે વાઇસ એડમિરલ અબ્દુલ મુનીબની ઉપસ્થિતિમાં હેલિકોપ્ટર ફ્લાય-પાસ્ટ સાથે તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સંરક્ષણ નિષ્ણાતોના મતે, અરબ સાગર અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતની વધતી નૌકાદળ શક્તિને ટક્કર આપવા માટે પાકિસ્તાન લાંબા સમયથી આ ચીની હથિયારની રાહ જોઈ રહ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : ભારતને ઘેરવાની ચીન-પાકિસ્તાનની ચાલ ! કરાચી પહોંચી ડ્રેગનની ઘાતક સબમરીન

China-Pakistan Hangor Class Submarine : ચીન અને પાકિસ્તાન વચ્ચે થયેલા સંરક્ષણ કરારના ભાગરૂપે તૈયાર કરાયેલી પ્રથમ અત્યાધુનિક 'હંગોર-ક્લાસ' સબમરીન ગુરુવારે પાકિસ્તાનના કરાચી પોર્ટ પર પહોંચી છે. કરાચીના નેવલ ડોકયાર્ડ ખાતે વાઇસ એડમિરલ અબ્દુલ મુનીબની ઉપસ્થિતિમાં હેલિકોપ્ટર ફ્લાય-પાસ્ટ સાથે તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સંરક્ષણ નિષ્ણાતોના મતે, અરબ સાગર અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતની વધતી નૌકાદળ શક્તિને ટક્કર આપવા માટે પાકિસ્તાન લાંબા સમયથી આ ચીની હથિયારની રાહ જોઈ રહ્યું હતું.

ભારતને કાઉન્ટર કરવા ચીન-પાકિસ્તાનની ગુપ્ત મેગા ડીલ !

આ સબમરીનનું પાકિસ્તાન આવવું એ બંને દેશો વચ્ચે વર્ષ 2015માં થયેલા એક મોટા સંરક્ષણ કરારનો હિસ્સો છે. આ કરાર હેઠળ ચીન પાકિસ્તાની નૌસેના માટે કુલ આઠ 'હંગોર-ક્લાસ' ડીઝલ-ઈલેક્ટ્રિક એટેક સબમરીનનું નિર્માણ કરી રહ્યું છે. જેમાંથી શરૂઆતની ચાર સબમરીન ચીનમાં બની રહી છે, જે અંતર્ગત આ પ્રથમ સબમરીન પાકિસ્તાનને સોંપવામાં આવી છે. બાકીની ચાર સબમરીન ચીનની ટેકનોલોજી ટ્રાન્સફરની મદદથી ખુદ પાકિસ્તાનમાં જ એસેમ્બલ કરવામાં આવશે.

આ પણ વાંચો : પાકિસ્તાની સેનાનો દમનનો દોર ચાલુ રહેતાં Pokમાં કેન્ડલ લાઈટ પ્રોસેશનમાં હજ્જારો જોડાય

1971ના ભારત-પાક યુદ્ધના ઇતિહાસ સાથે જોડાણ

આ અદ્યતન સબમરીનને આપવામાં આવેલું 'હંગોર' નામ ઐતિહાસિક રીતે ભારત સાથે જોડાયેલું છે. બંગાળી ભાષામાં 'હંગોર'નો અર્થ 'શાર્ક' થાય છે. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પાકિસ્તાની નૌસેના પાસે ફ્રાન્સ નિર્મિત 'ડેફને-ક્લાસ'ની એક સબમરીન હતી જેનું નામ 'હંગોર' હતું. તે સમયની યાદો અને પરંપરાને જીવંત રાખવા માટે ચીન દ્વારા બનાવવામાં આવી રહેલી આ નવી સીરીઝને 'હંગોર ક્લાસ' નામ આપવામાં આવ્યું છે.

ભારતીય નૌસેના માટે નવો સુરક્ષા પડકાર

દરિયાઈ સુરક્ષા નિષ્ણાતોના મતે, ચીની ટેકનોલોજીથી બનેલી આ સબમરીન ખૂબ જ આધુનિક રડાર, સોનાર સિસ્ટમ અને લાંબી રેન્જની એન્ટી-શિપ મિસાઈલોથી સજ્જ છે. આ સબમરીન પાણીની અંદર ખૂબ જ ઓછો અવાજ કરતી હોવાથી તેને ટ્રેક કરવી અત્યંત મુશ્કેલ છે. આગામી સમયમાં જ્યારે તમામ આઠેય સબમરીન પાકિસ્તાની નૌસેનાના બેડામાં સામેલ થઈ જશે, ત્યારે તે અરબ સાગરમાં સૈન્ય સંતુલન બગાડવાનો પ્રયાસ કરશે અને આ ક્ષેત્રમાં ભારતીય નૌસેનાની સબમરીન-વિરોધી યુદ્ધ ક્ષમતાઓ માટે એક મોટો પડકાર ઉભો કરી શકે છે.

આ પણ વાંચો : 'પાકિસ્તાન સળગી રહ્યું છે : અસીમ મુનીર પહેલાં તમારૂં ઘર જુઓ, પછી શાંતિદૂત બનો'