IT સેક્ટરમાં ભૂકંપ! Microsoftની ભારત સહિત 4 દેશોના 60 હજાર કર્મચારીઓને સ્વૈચ્છિક રાજીનામાની ઓફર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Microsoft Offers Voluntary Exit to 60,000 Staff in India, US Amid AI Shift | આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજી ક્ષેત્રે ક્રાંતિ લાવી રહ્યું છે, પરંતુ તેની સાથે કંપનીઓના ખર્ચ અને માનવ સંસાધનોનું સમીકરણ પણ ઝડપથી બદલાઈ રહ્યું છે. વિશ્વની અગ્રણી ટેક દિગ્ગજ કંપની માઈક્રોસોફ્ટ હાલ મોટા પાયે AI ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મૂડીરોકાણ કરી રહી છે. આ વધતા ખર્ચને નિયંત્રિત કરવા અને સંતુલન જાળવવા માટે કંપનીએ ભારત, અમેરિકા, યુકે અને કેનેડામાં કામ કરતા આશરે 60,000 જેટલા પાત્ર કર્મચારીઓ માટે સમય-મર્યાદિત 'વોલન્ટરી બાયઆઉટ' (સ્વેચ્છિક રાજીનામું/એક્ઝિટ) પ્રોગ્રામની જાહેરાત કરી છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સના અહેવાલ મુજબ, આ યોજના માઈક્રોસોફ્ટના વૈશ્વિક સ્ટાફના 25% કરતા પણ વધુ હિસ્સાને આવરી શકે છે.
સ્વેચ્છિક એક્ઝિટ પ્રોગ્રામ શું છે અને કોણ પાત્ર છે?
માઈક્રોસોફ્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, આ પ્રોગ્રામ ચાર દેશો કેનેડા, ભારત, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં ભાગ લેતી ટીમોના લેવલ 70 અને તેનાથી નીચેના હોદ્દા ધરાવતા પાત્ર કર્મચારીઓ માટે ઉપલબ્ધ રહેશે. કંપનીના જણાવ્યા મુજબ, કર્મચારીઓને આ ઓફરની વિગતો ખૂબ જ ટૂંકા ગાળામાં મોકલી દેવામાં આવશે, જેનાથી તેઓ નાણાકીય અને સંસ્થાકીય સહાય સાથે કંપનીમાંથી સ્વેચ્છાએ બહાર નીકળવાનો વિકલ્પ પસંદ કરી શકે.
કયા વિભાગોને અસર થશે અને કોને બાકાત રખાયા?
- આવરી લેવાયેલા વિભાગો: AI એક્સપિરિયન્સ, કોપાયલટ, ફાઇનાન્સ, હ્યુમન રિસોર્સિસ, એક્સબોક્સ, અને વિન્ડોઝ + ડિવાઇસીસ.
- બાકાત રખાયેલા વિભાગો: માર્કેટિંગ, કોમર્શિયલ બિઝનેસ અને સાયબર સિક્યોરિટી ટીમોને આ પ્રક્રિયામાંથી સંપૂર્ણપણે મુક્ત રાખવામાં આવી છે.
AI પાછળ 175 બિલિયન ડોલરનો જંગી ખર્ચ
- માઈક્રોસોફ્ટ સહિતની ગ્લોબલ ટેક કંપનીઓ ડેટા સેન્ટર્સ, અદ્યતન પ્રોસેસિંગ ચિપ્સ અને AI સર્વર્સ પાછળ સેંકડો અબજ ડોલરનું આંધણ કરી રહી છે.
- વર્ષ 2026 માટે માઈક્રોસોફ્ટે અંદાજે 175 અબજ ડોલરના મૂડીખર્ચની આગાહી કરી છે.
- રોકાણકારોમાં સતત એ ચર્ચા ચાલી રહી છે કે AI પાછળ થતો આ અતિભારે ખર્ચ ભવિષ્યમાં કંપનીને અપેક્ષિત વળતર અપાવી શકશે કે કેમ. તેથી કંપની અન્ય ક્ષેત્રોમાં ખર્ચ ઘટાડીને બેલેન્સ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.
વર્કફોર્સની વર્તમાન સ્થિતિ અને અગાઉની છટણીઓ
- 30 જૂન 2026 સુધીના વાર્ષિક ફાઇલિંગ મુજબ, માઈક્રોસોફ્ટ પાસે વૈશ્વિક સ્તરે 223,000 ફુલ-ટાઇમ કર્મચારીઓ કાર્યરત હતા.
- આ જ વર્ષે અગાઉ અમેરિકામાં 9,000 કર્મચારીઓ માટે આવો જ સ્વૈચ્છિક નિવૃત્તિ પ્રોગ્રામ જાહેર કરાયો હતો.
- જુલાઈમાં કંપનીએ તેના વૈશ્વિક વર્કફોર્સમાંથી આશરે 2.1% એટલે કે 4,800 નોકરીઓ કાપવાની જાહેરાત કરી હતી, જે મુખ્યત્વે Xbox ગેમિંગ બિઝનેસના પુનર્ગઠન અને 5 જેટલા ગેમિંગ સ્ટુડિયો વેચવાની યોજના સાથે સંકળાયેલી હતી.




