Get The App

'પાકિસ્તાન સળગી રહ્યું છે : અસીમ મુનીર પહેલાં તમારૂં ઘર જુઓ, પછી શાંતિદૂત બનો'

Updated: Jun 11th, 2026

GS TEAM

Google News
Google News
'પાકિસ્તાન સળગી રહ્યું છે : અસીમ મુનીર પહેલાં તમારૂં ઘર જુઓ, પછી શાંતિદૂત બનો' 1 - image

- પાક.માં ચીનાઓને સૌથી વધુ નિશાન બનાવાય છે

- બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનવામાં છેલ્લા એક દશકમાં વિદ્રોહ ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે : 2025 સુધીમાં 3417નાં મોત થયાં છે

નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાનની કેટલી સ્વૈચ્છિક સંસ્થાઓએ જણાવ્યું છે કે, પાકિસ્તાનમાં છેલ્લા એક દશકમાં વિદ્રોહ પ્રસરી રહ્યો છે અને તે પૈકી છેલ્લા બે વર્ષમાં તો તે સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો છે. વિશેષત: પાકિસ્તાનના બે સૌથી વધુ અશાંત પ્રાંતો ખૈબર-પખ્તુનવા અને બલુચિસ્તાનમાં તો અશાંતિએ માઝા મુકી છે. કેન્દ્ર સરકાર સાથે વ્યાપક સંઘર્ષ ચાલે છે. પરિણામે ૩૪૧૭નાં મોત થયા હોવાનું તો સત્તાવાર રીતે પાકિસ્તાનની સમવાય તંત્રી સરકારે સ્વીકાર્યું છે. આ આંક આથી પણ વધુ હશે જ તે નિશ્ચિત લાગે છે.

આમ પોતાના દેશમાં જ ચરૂ ઉકળી રહ્યો છે ત્યારે પાકિસ્તાનના પોતાની મેળે થઈ પડેલા ફિલ્ડ માર્શલ અસીમ મુનીરને તે સ્વૈચ્છિક સંસ્થાઓએ કહ્યું છે કે, મુનીર પહેલા તમારૂં ઘર સળગે છે તે જુઓ પછી (ઇરાન- અમેરિકા વચ્ચે) શાંતિદૂત બનો.

ઉલ્લેખનીય છે કે ૨૫ માર્ચે જયારે અસીમ મુનીર, શી-જિનપિંગ સાથે બૈજિંગમાં મંત્રણા કરવામાં વ્યસ્ત હતા. ત્યારે જ બલૂચ - અલગતાવાદીઓએ મુનીરના સલામતી દળોને લઈ જતી ટ્રેન ઉડાવી દીધી હતી. જેમાં ૪૭નાં મૃત્યુ થયા હતા. બીએલએ દ્વારા આ કૃત્ય બરોબર તે સમયે જ કરવામાં આવ્યું છે જ્યારે મુનીર-શી સાથે મંત્રણા કરતા હતા અને ત્યારે જ મળતા તે સમાચારોએ તેમને શર્મીંદા બનાવ્યા હતા. તેવી જ રીતે ખૈબર પખ્તુનવામાં પણ બલુચિસ્તાનની જેમજ રોજેરોજ સેના અને અલગતાવાદીઓ વચ્ચે સામસામા ગોળીબારો થયા જ કરે છે. તેઓનો વાંધો ચાયના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (સીપીઇસી) સામે છે. અને તે માટે આવતા ચીનાઓ સામે પખ્તુનો અને બલુચો દાઝે બળે છે.

ઇસ્લામાબાદ સ્થિત સેન્ટર ફોર રિસર્ચ એન્ડ સિકયોરીટી સ્ટડીઝ (સીઆરએસએસ) જણાવે છે કે ૨૦૨૫માં થયેલા આતંકી હુમલાઓને લીધે ઓછામાં ઓછા ૩૪૦૦થી વધુનાં મોત થયા છે.

સૌથી ગંભીર વાત તો તે છે કે ગ્વાડર બંદરનો વિકાસ કરવા માટેની ચીની ટુકડીના સભ્યો જ નીશાન બનાવાય છે. શી-જિનપિંગે મુનીર સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે મુનીર શર્મીંદા બન્યા હતા. પોતાના દેશમાં અશાંતિ છે ત્યારે અમેરિકા-ઇરાન વચ્ચે મધ્યસ્થી થઇ શાંતિ સ્થાપવાની મુનીર વાત કરે છે.