World

યુદ્ધની સ્થિતિ વચ્ચે ચીનમાં કેમ નથી ઓઇલ સંકટ? વર્ષોની પ્લાનિંગનું હવે મળી રહ્યું છે ફળ

By GS TEAM
25 Mar 20262 mins read
TukuTouch Logo
ચીનનો 80% કાચો તેલ પુરવઠો હિંદ મહાસાગરના માર્ગે આવે છે. ચીનને હંમેશા ડર રહ્યો છે કે અમેરિકા અને ભારત મલક્કાની ખાડી બંધ કરી શકે છે. જેને મલક્કા ડિલેમા તરીકે ઓળખવામાં આવે છે. આ જોખમને ટાળવા માટે ચીન-મ્યાનમાર આર્થિક કોરિડોર હવે ચીન માટે જીવનરેખા સમાન બની ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુદ્ધની સ્થિતિ વચ્ચે ચીનમાં કેમ નથી ઓઇલ સંકટ? વર્ષોની પ્લાનિંગનું હવે મળી રહ્યું છે ફળ

Iran America War : મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવ અને સ્ટ્રેટ ઑફ હોર્મુઝની સંભવિત નાકેબંધીએ વિશ્વભરમાં તેલ સંકટનો ફફડાટ ફેલાવ્યો છે. આ સ્થિતિમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પોતાની ઊર્જા સુરક્ષા માટે એક નવો અને સુરક્ષિત બેકડોર શોધી કાઢ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીન હવે મ્યાનમારના રસ્તે હિંદ મહાસાગરમાં પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે. જેથી ભવિષ્યમાં કોઈપણ દરિયાઈ અવરોધથી બચી શકાય.

મ્યાનમાર-ચીન માટે માત્ર પડોશી નહીં, પણ સ્ટ્રેટેજિક ઢાલ

ચીનનો 80% કાચો તેલ પુરવઠો હિંદ મહાસાગરના માર્ગે આવે છે. ચીનને હંમેશા ડર રહ્યો છે કે અમેરિકા અને ભારત મલક્કાની ખાડી બંધ કરી શકે છે. જેને મલક્કા ડિલેમા તરીકે ઓળખવામાં આવે છે. આ જોખમને ટાળવા માટે ચીન-મ્યાનમાર આર્થિક કોરિડોર હવે ચીન માટે જીવનરેખા સમાન બની ગયો છે.

પાઇપલાઇન દ્વારા તેલ અને ગેસનો સીધો પુરવઠો

ચીને મ્યાનમારના ક્યાયુકફ્યુ બંદરથી ચીનના કુનમિંગ શહેર સુધી વિશાળ પાઇપલાઇન બિછાવી છે. આ પાઇપલાઇન દ્વારા વાર્ષિક 2.2 કરોડ ટન તેલ સીધું ચીન પહોંચે છે. ખાડી દેશોના ટેન્કરો મ્યાનમારના તટ પર તેલ ઉતારે છે, જે પાઇપલાઇન વાટે ચીન જાય છે. તેલની સાથે જ વાર્ષિક 12 અબજ ક્યુબિક મીટર ગેસ સપ્લાય કરવાની ક્ષમતા ધરાવતી ગેસ પાઇપલાઇન પણ કાર્યરત છે.

આ પણ વાંચો : ટ્રમ્પનો ફરી મોટો દાવો: 'ઈરાને અમેરિકાને આપી કિંમતી ભેટ', પરમાણુ હથિયાર ન રાખવા પણ સહમત

સ્ટ્રિંગ ઑફ પર્લ્સ અને ભારતની ઘેરાબંધી

ચીન હિંદ મહાસાગરમાં પોતાની હાજરી વધારવા માટે String of Pearlsની નીતિ પર કામ કરી રહ્યું છે. ચીને અહીં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં મોટું રોકાણ કરીને ભારતનો પ્રભાવ ઘટાડવાનો પ્રયાસ કર્યો છે. બ્રિટન દ્વારા ચાગોસ ટાપુ મોરેશિયસને સોંપવાના નિર્ણય પર ડોનાલ્ડ ટ્રમ્પે નારાજગી વ્યક્ત કરી છે. અમેરિકાને ડર છે કે, મોરેશિયસમાં ચીની રોકાણ વધવાથી ડિયેગો ગાર્સિયા સ્થિત અમેરિકી સૈન્ય બેઝની જાસૂસી થઈ શકે છે.

ભારતનો વળતો પ્રહાર ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ

ચીનની આ ચાલ સામે ભારતે પણ કમર કસી છે. ભારતે ગ્રેટ નિકોબાર ટાપુ પર નવો ઍરપૉર્ટ અને મિલિટ્રી બેઝ બનાવીને ચીન માટે મલક્કા ખાડી પાસે એક નેચરલ બેરિયર તૈયાર કર્યું છે. આ બેઝ બંગાળની ખાડીમાં ચીની જહાજોની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખશે.

મ્યાનમાર અત્યારે ચીન માટે હિંદ મહાસાગરમાં ઉતરવાનો સૌથી સુરક્ષિત રસ્તો છે. મ્યાનમારના આંતરિક સંઘર્ષોમાં મધ્યસ્થી બનીને ચીન પોતાના CMEC પ્રોજેક્ટ્સને સુરક્ષિત રાખવા માંગે છે. બીજી તરફ, અમેરિકામાં પણ ચર્ચા ચાલી રહી છે કે મ્યાનમાર પરના કડક પ્રતિબંધો તેને સંપૂર્ણપણે ચીનના શરણે ધકેલી રહ્યા છે.