World

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ચીનના સૂર બદલાયા, કહ્યું - ભારત અમારો 'હરીફ' નહીં 'ભાગીદાર'

By GS TEAM
8 Mar 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને વૈશ્વિક રાજનીતિમાં આવી રહેલા બદલાવ વચ્ચે ચીનના સૂર બદલાયા છે. બીજિંગમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં ચીની વિદેશ મંત્રી વાંગ યી એ ભારત સાથેના સંબંધો સુધારવા પર ભાર મૂકતા મોટું નિવેદન આપ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ચીનના સૂર બદલાયા, કહ્યું - ભારત અમારો 'હરીફ' નહીં 'ભાગીદાર'

China Foreign Minister Wang Yi on India Relations : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને વૈશ્વિક રાજનીતિમાં આવી રહેલા બદલાવ વચ્ચે ચીનના સૂર બદલાયા છે. બીજિંગમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં ચીની વિદેશ મંત્રી વાંગ યી એ ભારત સાથેના સંબંધો સુધારવા પર ભાર મૂકતા મોટું નિવેદન આપ્યું છે.

સંબંધોમાં સુધારાનો સંકેત

ચીની વિદેશ મંત્રી વાંગ યી એ જણાવ્યું છે કે ભારત અને ચીને એકબીજાને પ્રતિસ્પર્ધી માનવાને બદલે ભાગીદાર તરીકે જોવા જોઈએ. તેમણે કહ્યું કે બંને દેશો 'ગ્લોબલ સાઉથ' ના મહત્ત્વના સભ્યો છે અને તેમની વચ્ચે ઊંડા સાંસ્કૃતિક સંબંધો છે. વાંગ યીના મતે, બંને દેશો વચ્ચેનો પરસ્પર વિશ્વાસ એશિયાના પુનરુત્થાન માટે અત્યંત જરૂરી છે, જ્યારે ટકરાવથી નુકસાન જ થશે.

મોદી-જિનપિંગ મુલાકાતનો ઉલ્લેખ

વાંગ યી એ યાદ અપાવ્યું કે ગયા વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થયેલી મુલાકાતે સંબંધોને નવી દિશા આપી છે. તેમણે દાવો કર્યો હતો કે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે અને વિવિધ સ્તરે સંવાદ પણ વધ્યો છે. ચીની વિદેશ મંત્રીના મતે હવે બંને દેશોના સંબંધો સામાન્ય પટરી પર પરત ફરી રહ્યા છે.

સીમા પર શાંતિ અને ચાર મુખ્ય મુદ્દા

સંબંધોને વધુ મજબૂત કરવા માટે ચીને ચાર મહત્વના મુદ્દા રજૂ કર્યા છે:

એકબીજાને ખતરો નહીં પણ 'અવસર' તરીકે જોવા.

સીમાવર્તી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવી.

પરસ્પર વિશ્વાસ વધારીને એશિયાના વિકાસમાં સહયોગ આપવો.

વિકાસને જ સૌથી મોટો 'સામૂહિક પાયો' ગણીને વ્યવહારુ સહયોગ કરવો.

શા માટે ચીનને ભારતની યાદ આવી?

નિષ્ણાતોના મતે, અમેરિકા દ્વારા ચીનને આર્થિક અને વ્યૂહાત્મક રીતે ઘેરવાના પ્રયાસો તેજ થયા છે. અમેરિકાએ વેનેઝુએલા અને હવે ઈરાન પર દબાણ વધારીને ચીનના હિતોને નુકસાન પહોંચાડ્યું છે. આવી સ્થિતિમાં ચીન આંતરરાષ્ટ્રીય મંચ પર એકલું ન પડી જાય તે માટે ભારત અને રશિયા જેવા પડોશી દેશો સાથે દોસ્તીનો હાથ લંબાવી રહ્યું છે. ખાસ કરીને બ્રિક્સ (BRICS) ના માધ્યમથી ચીન ભારતનો સાથ ઈચ્છી રહ્યું છે.


Next Article
World

ઈરાને કહ્યું આગામી 6 મહિના સુધી અમેરિકા-ઇઝરાયલને હંફાવીશું, ઓઈલ સ્ટોરેજ પર ભીષણ હુમલો

By GS TEAM
8 Mar 20262 mins read
TukuTouch Logo
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધને કારણે સમગ્ર મિડલ ઈસ્ટ ભયાનક સંકટમાં મુકાયું છે. હાલના તબક્કે આ તણાવ ઘટવાની કોઈ શક્યતા દેખાતી નથી. એક તરફ અમેરિકા અને ઈઝરાયલ સંયુક્ત રીતે ઈરાન પર પ્રહારો કરી રહ્યા છે

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાને કહ્યું આગામી 6 મહિના સુધી અમેરિકા-ઇઝરાયલને હંફાવીશું, ઓઈલ સ્ટોરેજ પર ભીષણ હુમલો

Iran America War : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધને કારણે સમગ્ર મિડલ ઈસ્ટ ભયાનક સંકટમાં મુકાયું છે. હાલના તબક્કે આ તણાવ ઘટવાની કોઈ શક્યતા દેખાતી નથી. એક તરફ અમેરિકા અને ઈઝરાયલ સંયુક્ત રીતે ઈરાન પર પ્રહારો કરી રહ્યા છે, તો બીજી તરફ ઈરાન પણ પોતાની મિસાઈલો દ્વારા વળતો જવાબ આપી રહ્યું છે.

ઈઝરાયલે ઈરાનના તેલ ભંડારોને બનાવ્યા નિશાન

ઈઝરાયલી સેનાએ ઈરાનના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને તોડી પાડવા માટે તેલ સ્ટોરેજ સાઇટ્સ પર ભારે બોમ્બમારો કર્યો છે. શનિવારે તેહરાન અને નજીકના શહેર કરજમાં જોરદાર વિસ્ફોટો સંભળાયા હતા. ઈઝરાયલના આ હુમલામાં અનેક ફ્યૂલ સ્ટોરેજ કોમ્પ્લેક્સ તબાહ થયા છે. જેના કારણે આકાશમાં આગ અને ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં તેહરાન અને અલ્બોર્જ પ્રાંતમાં આવેલી ઓઈલ ડેપોમાં લાગેલી ભીષણ આગ જોઈ શકાય છે. ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ દાવો કર્યો છે કે, ઈરાન માટે હજી ઘણા ‘સરપ્રાઈઝ’ બાકી છે.

આ પણ વાંચો : ન્યૂઝીલેન્ડના આ 3 ખેલાડી ગમે ત્યારે પલટી શકે છે બાજી! ટીમ ઈન્ડિયાએ રહેવું પડશે સાવધાન

ઈરાનનો વળતો દાવો 6 મહિના સુધી યુદ્ધ લંબાવવાની ક્ષમતા

ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ આજે રવિવારે ફાર્સ ન્યૂઝ એજન્સી દ્વારા નિવેદન જારી કર્યું છે. ગાર્ડ્સના પ્રવક્તા અલી મોહમ્મદ નૈનીએ જણાવ્યું કે, ઈરાન હજી પણ આગામી 6 મહિના સુધી અમેરિકા અને ઈઝરાયલ સામે તીવ્ર સંઘર્ષ ચાલુ રાખવા સક્ષમ છે. ગાર્ડ્સે વધુમાં દાવો કર્યો છે કે, તેમણે આ વિસ્તારમાં આવેલા અમેરિકન અને ઈઝરાયલી સૈન્ય બેઝ તેમજ અન્ય સુવિધાઓ સહિત 200 થી વધુ સ્થાનોને નિશાન બનાવ્યા છે. ઈરાની સશસ્ત્ર દળો હાલની ઓપરેશન સ્પીડ મુજબ લાંબા સમય સુધી મજબૂત પ્રતિકાર કરવાની તૈયારી બતાવી રહ્યા છે.