World

ચીને અમેરિકા-ઈઝરાયલનું વધાર્યું ટેન્શન ! આવી રીતે કરી ઈરાનની મદદ, US રિપોર્ટમાં ખુલાસો

By GS TEAM
18 Mar 20262 mins read
TukuTouch Logo
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા 19 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધ શરૂ થતા જ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ઈરાનને થોડા જ દિવસોમાં ઈરાનને હરાવી દઈશું, તેવો દાવો કર્યો હતો. જોકે હજુ સુધી ઈરાન બંને દેશો વિરુદ્ધ આક્રમકતાથી લડી રહ્યું છે. એટલું જ નહીં ઈરાન પડોશી દેશોમાં અમેરિકન સૈન્ય અડ્ડાઓને પણ નિશાન બનાવી રહ્યું છે, ત્યારે આ તમામ ઘટનાક્રમ વચ્ચે યુદ્ધમાં ચીન ઈરાનને મદદ કરી રહ્યું હોવાનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચીને અમેરિકા-ઈઝરાયલનું વધાર્યું ટેન્શન ! આવી રીતે કરી ઈરાનની મદદ, US રિપોર્ટમાં ખુલાસો

China-Iran Relations : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા 19 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધ શરૂ થતા જ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ઈરાનને થોડા જ દિવસોમાં ઈરાનને હરાવી દઈશું, તેવો દાવો કર્યો હતો. જોકે હજુ સુધી ઈરાન બંને દેશો વિરુદ્ધ આક્રમકતાથી લડી રહ્યું છે. એટલું જ નહીં ઈરાન પડોશી દેશોમાં અમેરિકન સૈન્ય અડ્ડાઓને પણ નિશાન બનાવી રહ્યું છે, ત્યારે આ તમામ ઘટનાક્રમ વચ્ચે યુદ્ધમાં ચીન ઈરાનને મદદ કરી રહ્યું હોવાનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે.

ચીને ઈરાનને ડ્રોન-રોકેટ બનાવવા માટેનો કાચો માલ આપ્યો

અમેરિકન કોંગ્રેસ સાથે સંકળાયેલા આયોગ ‘યુએન-ચાઈના ઈકોનોમિક એન્ડ સિક્યોરિટી રિવ્યૂ કમિશન’ને ચીન અને ઈરાન વચ્ચે સૈન્ય ભાગીદારી મામલે મોટો ખુલાસો કર્યો છે. રિપોર્ટ મુજબ, ચીને તાજેતરમાં જ ઈરાનને આક્રમક ડ્રોન અને રૉકેટ ઈંધણ બનાવવામાં ઉપયોગ થતો કાચો માલ આપ્યો હતો. આમાં મિસાઈલોનાં ઈંધણમાં સૌથી મહત્ત્વનું ઘટક ‘સોડિયમ ક્લોરેટ’ સામેલ છે.

આ પણ વાંચો : મધ્ય-પૂર્વમાં શાંતિ માટે રશિયા મધ્યસ્થી કરવા તૈયાર, લારિજાનીના મોતને હત્યા ગણાવી ઈરાનનું કર્યું સમર્થન

ચીને ઈરાનને સેટેલાઈટ નેવિગેશન સિસ્ટમ આપી

રિપોર્ટમાં કહેવાયું છે કે, માર્ચ-2026ની શરૂઆતમાં ઈરાનના બે સરકારી જહાજ ચીનના ગાઓલાન પોર્ટ પર જવા રવાના થયા હતા. આ જહાજોમાં ઈંધણની સામગ્રી હોવાની આશંકા છે. ચીને જાન્યુઆરી-2025માં પણ ઈરાનને લગભગ 1000 ટન સોડિયમ ક્લોરેટ મોકલ્યું હોવાનો દાવો કરાયો છે. સૌથી મોટો દાવો એ કરાયો છે કે, ઈરાન હવે ચીનના સેટેલાઈટ નેવિગેશન સિસ્ટમ ‘BeiDou Navigation Satellite System’નો ઉપયોગ કરી શકે છે.

ઈરાન સાથેની હથિયારોની ડીલમાં ચીન સામેલ

દાવા મુજબ, 2021માં ચીને ઈરાનને સેટેલાઈટ નેવિગેશન સિસ્ટમ આપી હતી. હવે ઈરાન આ સિસ્ટમનો ઉપયોગ કરીને પોતાના ડ્રોન અને મિસાઈલ હુમલાને વધુ સટીક બનાવી શકે છે. અમેરિકા-ઈઝરાયલે ઈરાન પર 28 ફેબ્રુઆરી-2026ના રોજ હુમલાની શરૂઆત કરી હતી, ત્યારે આ હુમલાના થોડા દિવસ પહેલા ચીન ઈરાન સાથે હથિયારોની સીધી ડીલમાં સામેલ હતું. ચીન-ઈરાન હથિયાર ડીલમાં એન્ટી-શિપ ક્રૂઝ મિસાઈલ વેંચવાની તૈયારી લગભગ પુરી થઈ ગઈ હતી, જોકે તેને સોંપવાની તારીખ નક્કી થઈ ન હતી. 

આ પણ વાંચો : રશિયન ઓઇલ લાવી રહેલા ટેન્કરનો અચાનક યૂ-ટર્ન, હવે ચીન નહીં ભારત આવશે, જાણો કારણ