Get The App

મધ્ય-પૂર્વમાં શાંતિ માટે રશિયા મધ્યસ્થી કરવા તૈયાર, લારિજાનીના મોતને હત્યા ગણાવી ઈરાનનું કર્યું સમર્થન

Updated: Mar 18th, 2026

GS TEAM

Google News
Google News
મધ્ય-પૂર્વમાં શાંતિ માટે રશિયા મધ્યસ્થી કરવા તૈયાર, લારિજાનીના મોતને હત્યા ગણાવી ઈરાનનું કર્યું સમર્થન 1 - image

Russia Offers Mediation in Middle East Conflict : અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ભયાનક યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધને આજે 19 દિવસ થઈ ગયા છે, જેમાં ઈરાનના ટોચના અનેક નેતાઓનો મોત થયા છે. તાજેતરમાં ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ અલી લારિજાનીનું હુમલામાં મોત થયું હતું, જેને લઈને રશિયાએ આકરા શબ્દોમાં નિવેદન આપ્યું છે. રશિયાએ જાહેરમાં ઈરાનનું સમર્થન કર્યું છે. આ સાથે તેણે મધ્ય-પૂર્વનું યુદ્ધ શાંત કરાવવા માટે મધ્યસ્થતા કરવાની ઓફર પણ કરી છે. લારિજાનીનું મોત મામલે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનની ઓફિસ તરફથી સ્પષ્ટ કહેવાયું છે કે, ‘ઈરાન જેવા સાર્વભૌમ રાષ્ટ્ર પર આવી રીતે ગેરકાયદે હુમલા કરવા યોગ્ય વાત નથી. ઈરાનના નેતાના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવું, તેમને મારી નાખવા કે સંપૂર્ણ ખતમ કરવાના કોઈપણ પગલા નિંદનીય છે.’

રશિયાએ અમેરિકા-ઈઝરાયલ પર સાધ્યું નિશાન

રશિયાએ ગંભીરતાથી કહ્યું છે કે, ‘પૂર્વઆયોજન કરીને, ષડયંત્ર રચીને અને કોઈપણ ઉક્સાવ્યા વગર ઈરાનના ટોચના નેતા લારિજાની પર હથિયારથી હુમલો કરાયો છે. સાર્વભૌમ રાષ્ટ્ર પર આવી રીતે હુમલો કરીને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરાયું છે. આવી રીતે હુમલાઓ કરીને ઈરાનમાં વર્તમાન સરકાર ઉથલાવી નવી સરકાર લાવવા માટેના પ્રયાસ કરાઈ રહ્યા છે અને તે માટે અમેરિકા-ઈઝરાયલ જવાબદાર છે.’

આ પણ વાંચો : રશિયન ઓઇલ લાવી રહેલા ટેન્કરનો અચાનક યૂ-ટર્ન, હવે ચીન નહીં ભારત આવશે, જાણો કારણ

રશિયા શાંતિપૂર્ણ સમાધાન માટે મધ્યસ્થી કરવા તૈયાર

રશિયાએ ઈઝરાયલ અને અમેરિકાને હુમલો રોકવા અને વાતચીતથી ઉકેલ લાવવાની અપીલ કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા જખારોવાએ કહ્યું કે, ‘રશિયા મધ્ય-પૂર્વનું યુદ્ધ શાંત કરાવવા માટે પગલા ભરશે અને શાંતિપૂર્ણ સમાધાનમાં મધ્યસ્થી કરવા માટે પણ તૈયાર છે.’

રશિયાનું ઈરાનને અતૂટ સમર્થન

અત્યંત નિર્લજ્જતાથી અને માનવીય મૂલ્યોને નેવે મૂકીને ખામેનેઈની હત્યા કરાઈ હોવાનો રશિયાએ આક્ષેપ કર્યો છે અને રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેજશ્કિનને સંવેદના વ્યક્ત કરી છે. તેમણે ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ (Iran Supreme Leader Mojtaba Khamenei)ની નિમણૂકનું સ્વાગત કર્યું છે. આ સાથે તેમણે ઈરાનને અતૂટ સમર્થનું પણ આશ્વાસન આપ્યું છે. પુતિને Russia President Vladimir Putin) મધ્ય-પૂર્વના દેશો સાથે ફોન પર વાત કરીને મધ્યસ્થતા કરવા તૈયારી દાખવી છે.

આ પણ વાંચો : ઈરાનના કુવૈત પર હુમલા બાદ PM મોદીએ ક્રાઉન પ્રિન્સને કર્યો ફોન, 10 લાખ ભારતીયોની સુરક્ષા પર આપ્યું મોટું નિવેદન