ચેટજીપીટીની કંપની એક ટ્રિલિયન ડોલરના વેલ્યુએશન બાદ IPO લાવશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઈતિહાસના સૌથી મોટા ટેક આઈપીઓમાંનો એક
સ્પેસએક્સને ઐતિહાસિક આઈપીઓમાં મદદ કરનારી મોર્ગન સ્ટેનલી અને ગોલ્ડમેન સેશ તૈયારીઓમાં લાગી
ન્યૂ યોર્ક : ચેટજીપીટી બનાવનારી ઓપનએઆઈ દુનિયાના સૌથી મોટા ટેકનોલોજી આઈપીઓમાંનો એક લાવવાની તૈયારી કરી રહી છે. તાજેતરમાં સ્પેસએક્સના ઐતિહાસિક આઈપીઓ બાદ કંપનીએ પબ્લિક જવાનો નિર્ણય લીધો છે. કંપનીના સીઈઓ સેમ ઓલ્ટમેને કહ્યું કે, ઓપનએઆઈનું વેલ્યુએશન ૧ ટ્રિલિયન ડોલર (રૂ. ૮૬ લાખ કરોડ)ની આસપાસ પહોંચશે ત્યારે શેરબજારમાં એન્ટ્રી કરવામાં આવશે.
રિપોર્ટ મુજબ, ઓપનએઆઈએ જૂન મહિનામાં અમેરિકન સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન સમક્ષ સિક્રેટ એસ-૧ ફાઈલિંગ કરીને આઈપીઓની પ્રક્રિયાની શરૂઆત કરી હતી. કંપનીનું છેલ્લું પ્રાઈવેટ વેલ્યુએશન ૮૫૨ અબજ ડોલર હતું. જ્યારે, તેમની હરીફ કંપની એન્થ્રોપિકનું વેલ્યુએશન લગભગ ૯૬૫ અબજ ડોલર છે. બંને કંપનીઓ ૧ ટ્રિલિયન ડોલરના વેલ્યુએશન સાથે લિસ્ટ થશે. ઓપનએઆઈના આઈપીઓ માટે ગોલ્ડમેન સેશ અને મોર્ગન સ્ટેનલી કામ કરી રહી છે. આ બંને બેંકોએ તાજેતરમાં સ્પેસએક્સના આઈપીઓમાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.જાણકારોના મતે, ઓપનએઆઈ પાસે ઝડપથી વધતી આવક અને કરોડો યુઝર્સ હોવા છતાં કંપનીએ એઆઈ મોડલ્સ, ડેટા સેન્ટર્સ અને કમ્પ્યુટિંગ ઈન્ફ્રા પાછળ અબજો ડોલરનું રોકાણ કરવું પડશે. લિસ્ટિંગ બાદ તે ઈતિહાસના સૌથી મોટા ટેક આઈપીઓમાં સ્થાન મેળવશે.




