ઇરાન સાથેનો યુદ્ધ વિરામ પૂરો થયો : અમેરિકાના હુમલા પછી નાટો સમિટમાં ટ્રમ્પે કરેલો ધડાકો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આયાતોલ્લાહ જનાજાની તૈયારીને બદલે તેમણે જહાજો ઉપર રોકેટ છોડયા
પત્રકાર પરિષદમાં ટ્રમ્પે એક પ્રશ્નના જવાબમાં કહ્યું : ઇરાન સાથેનો યુદ્ધ વિરામ પૂરો થયો, 14 પોઇન્ટનો એમ.ઓ.યુ. મૃત્યુ પામ્યો છે
અંકારા : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કરી દીધું છે કે ઇરાન સાથેનો યુદ્ધ વિરામ પૂરો થયો છે. નાટો સમિટ ૨૦૨૬ની અહીં મળી રહેલી પરિષદમાં આ ઘટસ્ફોટ કરતાં, તેઓે કહ્યું કે હવે ઇરાન સાથે મંત્રણા કરવી તે સમયનો દુર્વ્યય માત્ર છે.
મંગળવારે મોડી સાંજે અમેરિકાએ ઇરાન ઉપર હુમલા કર્યા પછી તંગદિલી વધી ગઈ છે અને તેના જવાબમાં ઇરાને, બહેરિન, કુવૈત અને અન્ય ગલ્ફ કન્ટ્રીઝમાં રહેલા અમેરિકી સૈનિક થાણાંઓ ઉપર ફરી હુમલા શરૂ કરી દીધા છે.
પ્રમુખ ટ્રમ્પે નાટોના વડા માર્ક રૂટ્ટે સાથે યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે એક પત્રકારે સીઝ ફાયર વિષે પ્રશ્ન કર્યો ત્યારે તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું ઇરાન સાથેનો યુદ્ધ વિરામ પૂરો થયો છે અને ૧૪ પોઇન્ટનો એમ.ઓ.યુ.નો મૃત્યુ પામ્યો છે. તેઓએ આગળ કહ્યું મારી વાત કરૃં તો હું ઇરાનીઓ સાથે કોઈ સમજૂતી હવે કરવા માગતો જ નથી. તેઓ નકામા કચરા સમાન છે. તેઓ જવરથી પીડાઈ રહ્યા છે અને તેમના નેતાઓ પણ જવરથી પીડાઈ રહ્યા છે, સાથે ભારે ડંખીલા પણ છે, હિંસક છે. ટ્રમ્પનું આ કથન લાઈવ બ્રોડકાસ્ટ પણ કરાયું હતું.
ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં કહ્યું અમે તેમની ઉપર ગઇ રાત્રીએ પ્રચંડ હુમલો કર્યો હતો. ઇરાનના લોકો જ ઘણા ડેન્જરસ છે. તેમને કૈંક ખૂંચે છે અમે કહ્યું જાઓ, અને તમારા જનાજાની તૈયારીઓ કરો. તેને બદલે તેમણે ગઇકાલે જહાજો ઉપર રોકેટ્સ છોડયાં. તેથી ગઇ રાત્રીએ અમે પ્રચંડ હુમલો કર્યો.
આમ અમેરિકા અને ઇરાન હવે સામસામા હુમલાઓ ઉપર આવી ગયા છે. અમેરિકાનાં સેન્ટ્રલ કમાન્ડે પણ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમણે ઇરાન સામે આક્રમક હુમલાઓ કર્યા હતા. જેમાં તેણે ઇરાનની એર ડીફેન્સ સીસ્ટીમસ, કમાન્ડ એન્ડ કંટ્રોલ નેટવર્કસ, કોસ્ટલ રડાર સાઇટ્સ એન્ટી શિપ મિસાઇલ્સ હેવેબિલીટીઝ અને ઇસ્લામિક રીવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સની ૬૦થી વધુ બોટોને હોર્મુઝ સ્ટ્રેઇટ્સ પાસે ડૂબાડી દીધી હતી. આ રીતે આંતરરાષ્ટ્રીય ટ્રેડ કોરિડોરમાંથી પસાર થતાં જહાજો ઉપર હુમલા કરવાથી ઇરાનની શક્તિ તૂટી ગઈ છે.
સેન્ટકોલે હુમલા એટલા માટે કર્યા હતા કે ઇરાને સ્ટ્રેઇટ્સમાંથી પસાર થતાં ત્રણ વ્યાપારી જહાજો (૧) માર્શલ માઇલેન્ડઝનો ધ્વજ ફરકાવતાં એમ/ટીએલરેવાયત (૨) સઉદી અરેબિયાનો ધ્વજ ફરકાવતાં એમ/ટી વેડવાન અને (૩) લાઇબેરિયાનો ફ્લેગ ફરકાવતાં એમ/ટી સાઇપ્રસ પ્રોસ્પેરીટી ઉપર હુમલા કર્યા હતા.









