World

બ્રિટિશ વિમાન ગણતરીની મિનિટોમાં 37000થી 9,000 ફૂટ પર 'ખાબક્યું'

By GS Team
6 Oct 20262 mins read
TukuTouch Logo
લંડનથી શિકાગો જતી બ્રિટિશ એરવેઝની ફ્લાઇટ BA295માં આયરલેન્ડ પર ટેકનિકલ ખામી સર્જાતા હડકંપ મચી ગયો હતો. વિમાન ૩૭,૦૦૦ ફૂટથી ૯,૦૦૦ ફૂટ પર આવી ગયું. પાઇલટે 7700નો ઇમરજન્સી કોડ મોકલતા, પ્રવાસીઓના શ્વાસ અદ્ધર થયા. બાદમાં વિમાનને સુરક્ષિત રીતે લંડન પરત લાવવામાં આવ્યું. સદનસીબે મોટી દુર્ઘટના ટળી.

Summarized by AI; it may make mistakes. Check important info

બ્રિટિશ વિમાન ગણતરીની મિનિટોમાં 37000થી 9,000 ફૂટ પર 'ખાબક્યું'
  • ફ્લાય દુબઈ પછી વધુ એક વિમાનમાં પ્રવાસીઓના શ્વાસ અદ્ધર થયા
  • આયરલેન્ડથી પસાર થતી વખતે ટેકનિકલ ખામી સર્જાતા બ્રિટિશ એરવેઝના વિમાને ૭,૭૦૦નો ઇમરજન્સી કોડ મોકલ્યો

લંડન : લંડનથી અમેરિકાના શિકાગો જઈ રહેલી બ્રિટિશ એરવેઝની એક ટ્રાન્સએટલાન્ટિક ફ્લાઇટમાં સોમવારે ત્યારે હડકંપ મચી ગયો જ્યારે વિમાને આયરલેન્ડ પરથી ઉડાન ભરતી વખતે અચાનક જ નીચે ખાબક્યુ હતુ. વિમાનમાંથી ફ્લાઇટ ઇમરજન્સી કોડ ૭,૭૦૦ જારી કરાયો હતો. ટેકનિકલ ખામીના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટના પછી વિમાનની સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી હતી. શિકાગો જઈ રહેલા વિમાનને લંડન પાછું લાવવામાં આવ્યું હતું.
બ્રિટિશ એરવેઝની ફ્લાઇટ બીએ ૨૯૫ લંડનના હીથ્રો એરપોર્ટના ટર્મિનલ-૫થી સવારે લગભગ ૧૧:૫૦ વાગે શિકાગોના ઓ હેર ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે રવાના થઈ હતી. આ ઉડાન લગભગ ૮ કલાક અને ૪૦ મિનિટની હતી. ઉડાન ભર્યાના કલાક પછી પ્લેન લગભગ ૩૭,૦૦૦ ફૂટની ઊંચાઈએ પહોંચી ગયું હતું. આ દરમિયાન વિમાનમાં સંચાલન સંલગ્ન તકલીફ આવી. તેના પછી વિમાન તરત જ નીચે જવા લાગ્યુ અને ગણતરીની મિનિટમાં નવ હજાર ફૂટ પર આવી ગયું. તે સમયે વિમાન આયરલેન્ડ પરથી ઉડાન ભરી રહ્યું હતું.
બ્રિટિશ મીડિયાના રિપોર્ટ્સથી ફ્લાઇટ ટ્રેકિંગ ડેટાને ટાંકીને જણાવવામાં આવી રહ્યું છે કે આ વિમાનને લંડનના હીથ્રો એરપોર્ટ તરફ વાળવામાં આવ્યું છે. બ્રિટિશ એરવેઝે પણ આ ઘટના અંગે તાત્કાલિક ધોરણે કોઈ તલસ્પર્શી માહિતી આપી નથી, તેની સાથે વિમાનનો માર્ગ બદલાયો હોવાની વાતને પણ સમર્થન આપ્યું નથી.
વિમાને ૭,૭૦૦નોઇમરજન્સી કોડ મોકલ્યો છે. આ કોડ વિમાનમાં ઉડ્ડયન દરમિયાન સર્જાતી કટોકટીનો સંકેત હોય છે. તેના પછી ફ્લાઇટની પ્રવૃત્તિ પર એરટ્રાફિક અને ફ્લાઇટ ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા નજર રાખવામાં આવે છે. તેની સુરક્ષિત કે ઇમરજન્સી લેન્ડિંગ પ્રક્રિયા જારી છે.