World

બ્રિટન, ફ્રાન્સ અને જર્મની પણ ઈરાન વિરુદ્ધ મેદાને ઉતરશે? કીર સ્ટાર્મરે ઈરાનની ચિંતા વધારી

By GS TEAM
2 Mar 20262 mins read
TukuTouch Logo
ઈરાનના વળતા પ્રહાર અને વધતા તણાવ વચ્ચે હવે યુરોપના શક્તિશાળી દેશો પણ મેદાનમાં આવ્યા છે. બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીએ (E-3) સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ ક્ષેત્રમાં પોતાના હિતોની રક્ષા માટે કોઈ પણ પગલાં લેવા તૈયાર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બ્રિટન, ફ્રાન્સ અને જર્મની પણ ઈરાન વિરુદ્ધ મેદાને ઉતરશે? કીર સ્ટાર્મરે ઈરાનની ચિંતા વધારી

Britain France Germany Ready to Step in Against Iran : ઈરાનના વળતા પ્રહાર અને વધતા તણાવ વચ્ચે હવે યુરોપના શક્તિશાળી દેશો પણ મેદાનમાં આવ્યા છે. બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીએ (E-3) સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ ક્ષેત્રમાં પોતાના હિતોની રક્ષા માટે કોઈ પણ પગલાં લેવા તૈયાર છે.



બ્રિટનનો મોટો નિર્ણય  

બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમરે જાહેરાત કરી છે કે બ્રિટને અમેરિકાની તે વિનંતી સ્વીકારી લીધી છે, જેમાં ઈરાની મિસાઈલ ડેપો અને લોન્ચર્સ પર હુમલો કરવા માટે બ્રિટિશ સૈન્ય મથકોનો ઉપયોગ કરવાની મંજૂરી માંગવામાં આવી હતી. સ્ટારમરે જણાવ્યું કે, ઈરાનને સમગ્ર ક્ષેત્રમાં મિસાઈલ છોડતા રોકવા માટે આ મર્યાદિત અને સંરક્ષણાત્મક ઉદ્દેશ્યથી લેવાયેલો નિર્ણય છે.

બ્રિટિશ નાગરિકો પર જોખમ

વડાપ્રધાને વધુમાં ઉમેર્યું કે, ઈરાન દ્વારા કરાયેલા સતત હુમલાઓમાં એવા એરપોર્ટ અને હોટેલ્સને પણ નિશાન બનાવવામાં આવ્યા છે જ્યાં બ્રિટિશ નાગરિકો રોકાયેલા હતા. બ્રિટિશ ફાઈટર જેટ્સ પહેલેથી જ ઈરાની મિસાઈલોને તોડી પાડવાની કામગીરીમાં સામેલ છે, પરંતુ હવે આ જોખમને જડમૂળથી ખતમ કરવા માટે તેમના સ્ત્રોત (Source) પર હુમલો કરવો જરૂરી બન્યો છે.

ફ્રાન્સ અને જર્મનીનું સમર્થન

બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીના નેતાઓએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે ઈરાન દ્વારા રવિવારે કરાયેલા "આડેધડ અને અપ્રમાણસર" મિસાઈલ હુમલા બાદ તેઓ પોતાના અને પોતાના સાથી દેશોના હિતોની રક્ષા માટે ડ્રોન અને મિસાઈલ હુમલા કરવા માટે તૈયાર છે. આ ત્રણેય દેશો હવે અમેરિકા સાથે મળીને આ દિશામાં કામ કરશે.

પરમાણુ શસ્ત્રોનો વિરોધ

કીર સ્ટારમરે પુનરોચ્ચાર કર્યો કે બ્રિટન શનિવારના તે હુમલામાં સામેલ નહોતું જેમાં સુપ્રીમ લીડર ખામેનેઈનું મોત થયું હતું. બ્રિટન ઈચ્છે છે કે ઈરાન પરમાણુ હથિયારો બનાવવાની મહત્વાકાંક્ષા છોડી દે અને વાટાઘાટો દ્વારા ઉકેલ આવે, પરંતુ જો બ્રિટિશ હિતો પર હુમલો થશે તો કડક કાર્યવાહી અનિવાર્ય છે.