World

બ્રિટન, ફ્રાંસ અને જર્મની યુક્રેનને શસ્ત્રો આપે છે

By GS Team
28 Jun 20262 mins read
TukuTouch Logo
રશિયાએ યુક્રેન પર મિસાઈલ હુમલા તેજ કર્યા છે. યુક્રેન દ્વારા રશિયાના વોલ્ગોગ્રાડ અને મોસ્કો સુધીના ડ્રોન હુમલાના વળતા પ્રહાર રૂપે, રશિયાએ કીવ સહિતના વિસ્તારોમાં બેલાસ્ટિક મિસાઈલોથી તબાહી મચાવી છે. યુક્રેની અધિકારીઓએ નાગરિકોને ઘરમાં જ રહેવા આદેશ આપ્યો છે. ડોનોત્સક વિસ્તારમાં 3 લોકોના મોત થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બ્રિટન, ફ્રાંસ અને જર્મની યુક્રેનને શસ્ત્રો આપે છે

કીવ પર રશિયાના બેલાસ્ટિક મિસાઈલ્સ હુમલા યુક્રેને નાગરિકોને ઘરમાં જ રહેવા આદેશ આપ્યો
મોસ્કો: યુક્રેને ગઈકાલે (શનિવારે) રશિયાનાં વોલ્ગોગ્રાડ, બેલોગોરોડ તથા રશિયાનાં કબજામાં રહેલા યુક્રેનના ડોનોત્સક વિસ્તાર તથા છેક મોસ્કો સુધી કરેલા ડ્રોન હુમલાઓના વળતા પ્રહાર રૂપે રશિયાએ રવિવાર સવારથી જ કરેલા પ્રચંડ બેલાસ્ટિક મિસાઇલ્સ હુમલાઓએ યુક્રેનને ખેદાન-મેદાન કરી નાખ્યું છે, અને હવે યુક્રેનનાં પાટનગર કીવ ઉપર પણ તબાહી ફેલાવી દીધી છે.
યુક્રેન, રશિયાના વોલ્ગોગ્રાડ, બેલોગોરોડ તથા રશિયાના કબજામાં રહેલા યુક્રેનના ડોનોત્સક વિસ્તાર તથા મોસ્કો સુધી કરેલા હુમલા સામે રશિયાના વળતા પ્રહારો
ઉલ્લેખનીય છે કે રશિયાને તબાહ કરવા બ્રિટન, ફ્રાંસ અને જર્મની યુક્રેનને શસ્ત્રો આપ્યા જ કરે છે. તેઓ રૂસો-ફોબિયા (રશિયાના અજ્ઞાન-ભય)થી પીડાઈ રહ્યો છે. તેથી યુક્રેનને શસ્ત્રો આપ્યા કરે છે. પરંતુ લગભગ સમગ્ર યુક્રેન ખેદાન-મેદાન થઈ ગયું છે. ડોનોત્સક વિસ્તારમાં કરાયેલા હુમલાથી ૩ યુક્રેન વાસીઓના મોત થયાં છે.
હવે રશિયાએ પાટનગર કીવ ઉપર પણ હુમલા તેજ કરી દીધા છે. યુક્રેની અધિકારીઓએ લોકોને ઘરમાં જ રહેવા આદેશ આપી દીધો છે.
એક તબક્કે રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિને યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી સાથે મંત્રણા કરવા તૈયારી દર્શાવી હતી, પરંતુ ઝેલેન્સ્કી મોસ્કો જવા તૈયાર થયા નહીં પરિણામે મંત્રણા થઈ શકી ન હતી. સહજ છે કે તેથી બંને દેશો વચ્ચે શાંતિ-સ્થપાવાની કોઈ શક્યતા આ તબક્કે તો દેખાતી નથી.
તા. ૨૪ ફેબુ્રઆરી ૨૦૨૨થી શરૂ થયેલું આ યુદ્ધ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી યુરોપમાં થયેલું આ સૌથી વિનાશક યુદ્ધ રહ્યું છે. યુરોપના દેશો યુક્રેનને શસ્ત્રો આપ્યા કરે છે. પરંતુ રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ સ્થાપવા કોઈ નક્કર પ્રયાસો હાથ ધરતા નથી. તે વિધિની સૌથી મોટી વક્રતા છે. તેમ નિરીક્ષકોનું કહેવું છે.