World

ટેમ્પોમાં લઈ જવાયા પોલીસ કર્મીઓના મૃતદેહો ! પાકિસ્તાની આર્મી અને સરકારની નાકામીનો વધુ એક પુરાવો, VIDEO વાયરલ

By GS Team
8 Jul 20262 mins read
TukuTouch Logo
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આતંકવાદી હુમલામાં 42 પોલીસકર્મીઓ શહીદ થયા છે. BLAના વિદ્રોહીઓએ પોલીસ સ્ટેશન પર હુમલો કરી ઘણા જવાનોનું અપહરણ કર્યું હતું. પાકિસ્તાની સેનાએ સર્ચ ઓપરેશનમાં 54 વિદ્રોહીઓને ઠાર કર્યાનો દાવો કર્યો. પરંતુ, શહીદોના મૃતદેહોને ખુલ્લા ટેમ્પોમાં લઈ જવાતા પાકિસ્તાન સરકારની ભારે ટીકા થઈ રહી છે. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભારે રોષ જગાવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટેમ્પોમાં લઈ જવાયા પોલીસ કર્મીઓના મૃતદેહો ! પાકિસ્તાની આર્મી અને સરકારની નાકામીનો વધુ એક પુરાવો, VIDEO વાયરલ
IMAGE SOURCE - @QaziShahid786

Balochistan Terror Attack : પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા પોલીસકર્મીઓની સંખ્યા વધીને 42 થઈ ગઈ છે. આ હાલના સમયમાં પાકિસ્તાની સુરક્ષા દળો પર થયેલો સૌથી મોટો હુમલો છે. પાકિસ્તાનનો દાવો છે કે, તેની સેનાએ એક સર્ચ ઓપરેશન દરમિયાન 54 વિદ્રોહીઓને ઠાર કર્યા છે. જોકે, મોટા-મોટા દાવા કરતું પાકિસ્તાન આ લડાઈમાં જીવ ગુમાવનારા પોતાના જવાનોને સામાન્ય સન્માન પણ આપી શક્યું નથી, જેને લઈને તેની ભારે ટીકા થઈ રહી છે.

શરૂઆતમાં પાકિસ્તાન સરકારે આ હુમલામાં માત્ર 9 પોલીસકર્મીઓના મોતની પુષ્ટિ કરી હતી. પરંતુ તે સમયે 'બલૂચિસ્તાન લિબરેશન આર્મી' (BLA)ના વિદ્રોહીઓએ ઘણા પોલીસકર્મીઓનું અપહરણ કરી લીધું હતું. પાકિસ્તાની સુરક્ષા દળોએ જ્યારે વિસ્તારમાં મોટું સર્ચ અને ક્લિયરન્સ ઓપરેશન હાથ ધર્યું, ત્યારે અપહરણ કરાયેલા જવાનોના મૃતદેહો ધીમે-ધીમે મળી આવ્યા હતા, જેના કારણે મૃત્યુઆંક વધી ગયો હતો.

શવપેટીઓ ખુલ્લા ટેમ્પોમાં લઈ જવાઈ

આ હુમલાનું સૌથી કરુણ અને આઘાતજનક પાસું શહીદ જવાનોના મૃતદેહો પ્રત્યે પાકિસ્તાન અને બલૂચિસ્તાન સરકારનું વલણ છે. સરકાર આ હુમલામાં માર્યા ગયેલા પોલીસકર્મીઓના મૃતદેહોને એક ખુલ્લા ટેમ્પોમાં લોડ કરીને લઈ જઈ રહી છે. સોશિયલ મીડિયા પર એક સ્થાનિક નાગરિક દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, એક ખુલ્લા ટેમ્પોમાં આશરે 10 પોલીસકર્મીઓની શબપેટીઓ (તાબૂત) એકબીજા પર લાદવામાં આવી છે, અને કોઈ પણ સરકારી સન્માન કે ઔપચારિકતા વિના તેને લઈ જવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, સોમવારે મોડી રાત્રે બલૂચિસ્તાનના ઝિયારત જિલ્લાના મંગી ફેઝ-3 વિસ્તારમાં આવેલા એક પોલીસ સ્ટેશન પર ડઝનબંધ હથિયારબંધ BLA વિદ્રોહીઓએ હુમલો કરીને તેને ઘેરી લીધું હતું. બંને પક્ષો વચ્ચે કલાકો સુધી ચાલેલી આ ભીષણ અથડામણમાં અસંખ્ય જવાનો ભોગ બન્યા હતા. સ્થાનિક લોકો સોશિયલ મીડિયા પર રોષ ઠાલવી રહ્યા છે કે, પાકિસ્તાન આર્મી અને ISIની વિનાશક નીતિઓએ ક્યારેક સનોબર (જ્યુનિપર)ના સુંદર જંગલો માટે જાણીતા આ શહેરને આજે શબપેટીઓના શહેરમાં બદલી નાખ્યું છે.