World

BLAએ બંધક સૈનિકોના આંસુ છલકાતો VIDEO જાહેર કર્યો, પાકિસ્તાની સેનાનો સ્વિકારવાનો ઈન્કાર

By GS TEAM
20 Feb 20263 mins read
TukuTouch Logo
પાકિસ્તાનમાં સૈનિકો પ્રત્યે સરકારની ગદ્દારીની ચોંકાવનારી માહિતી સામે આવી છે. રિપોર્ટ મુજબ બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA)એ બંધક બનાવેલા 10 પાકિસ્તાનીઓને મુક્ત કરી દીધા છે, જોકે પાકિસ્તાની સેનાએ નિર્દય બનીને પોતાના સૈનિકોને સ્વિકારવાનો ઈન્કાર કરી દીધો છે. BLAએ એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં બંધક જવાનો રડતાં-રડતાં બોલી રહ્યા છે કે, ‘અમે તમારા જ લોકો છીએ, અમને છોડી કેમ દીધા? અમારું આઈડી કાર્ડ જોઈ લો, પાકિસ્તાને જ આપ્યું છે.’

Summarized by AI; it may make mistakes. Check important info

BLAએ બંધક સૈનિકોના આંસુ છલકાતો VIDEO જાહેર કર્યો, પાકિસ્તાની સેનાનો સ્વિકારવાનો ઈન્કાર

BLA Releases Video Of Hostage Pakistani Army Soldiers : પાકિસ્તાનમાં સૈનિકો પ્રત્યે સરકારની ગદ્દારીની ચોંકાવનારી માહિતી સામે આવી છે. રિપોર્ટ મુજબ બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA)એ બંધક બનાવેલા 10 પાકિસ્તાનીઓને મુક્ત કરી દીધા છે, જોકે પાકિસ્તાની સેનાએ નિર્દય બનીને પોતાના સૈનિકોને સ્વિકારવાનો ઈન્કાર કરી દીધો છે. BLAએ એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં બંધક જવાનો રડતાં-રડતાં બોલી રહ્યા છે કે, ‘અમે તમારા જ લોકો છીએ, અમને છોડી કેમ દીધા? અમારું આઈડી કાર્ડ જોઈ લો, પાકિસ્તાને જ આપ્યું છે.’

અમને બચાવો... સૈનિકોની સરકાર-સેનાને વિનંતી

રિપોર્ટ મુજબ BLAએ કલ 17 પાકિસ્તાની સૈનિકોને બંધક બનાવ્યા હતા, જેમાંથી તેમણે 10 સૈનિકોને છોડી દીધા છે. BLAએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં રડતાં-રડતાં દેખાતા સૈનિકો કથિત પાકિસ્તાની સેના સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. આમાં સૈનિકો પોતાનો જીવ બચાવવા માટે પાકિસ્તાન સરકાર અને સેનાને વારંવાર અપીલ કરી રહ્યા છે. આમાં સૈનિકો ઘૂંટણીએ બેઠેલા જોવા મળ્યા છે અને તેમના હાથમાં સત્તાવાર સર્વિસ કાર્ડ અને દેશનું ઓળખપત્ર છે.

પાકિસ્તાની સેનાએ બંધક સૈનિકોને પોતાના માનવામાં ઈન્કાર કર્યો

વીડિયોમાં દેખાતા એક સૈનિક પાકિસ્તાની સેનાની નિર્દયતાની પોલ ખોલી છે, જે પાકિસ્તાની સેનાની પોતાના સૈનિકોની વફાદારી સામે ગદ્દારી ઉજાગર કરી રહી છે. વીડિયોમાં તે સૈનિક બોલી રહ્યો છે કે, ‘પાકિસ્તાની સેના કહે છે કે, અમે તેમના માણસો નથી, તો આ સર્વિસ કાર્ડ કોનું છે? આ કાર્ડ સેનાનું નથી તો શું છે? ઉપરવાળાની કસમ છે, મારા પિતાની સ્થિતિ ઠીક નથી, હું ઘરમાં સૌથી મોટો છું. અમે પાકિસ્તાની સૈનિકો નથી, તેવો અન્યાય ન કરો.

આ પણ વાંચો : ‘પત્નીને મારી શકો, પણ હાડકાં ન તૂટવા જોઈએ’ માનવતાને શરમસાર કરતો તાલિબાનનો નવો કાયદો

BLAએ 17 પાકિસ્તાની સૈનિકોને બંધક બનાવ્યા હતા

મીડિયા રિપોર્ટ મુજબ બીએલએએ દાવો કર્યો છે કે, તેણે ઓપરેશન હરીફ 2.0 દરમિયાન કુલ 17 પાકિસ્તાની સુરક્ષા કર્મચારીઓને પકડ્યા હતા. પ્રાથમિક તપાસ બાદ 10ને મુક્ત કરાયા છે, જ્યારે હજુ પણ સાત સૈનિકો તેઓની કસ્ટડીમાં છે. બીએલએએ પાકિસ્તાની સરકારને સૈનિકોની અદલા-બદલી કરવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. આ માટે બીએલએએ સાત દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું.

પાકિસ્તાન સરકાર અને સેના ચૂપ

નવા વીડિયોમાં બીએલએએ પાકિસ્તાન સરકાર અને સેના પર કટાક્ષ કર્યો છે. તેણે કહ્યું છે કે, અલ્ટીમેટમને માત્ર થોડા દિવસો બાકી છે. તેઓ સેના પર કટાક્ષ કરવા માટે આ સૈનિકોનો ઉપયોગ કરી રહ્યા છે, કારણ કે પાકિસ્તાન દ્વારા સૈનિકોના ગુમ થવાની કોઈ સત્તાવાર પુષ્ટી કરવામાં આવી નથી. વીડિયો સામે આવ્યા બાદ પાકિસ્તાની સરકાર કે સેનાએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. કેટલાક અહેવાલોમાં કહેવાયું છે કે, પાકિસ્તાની સેનાએ સૈનિકોને પોતાના માનવામાં ઈન્કાર કરી દીધો છે.

આ પણ વાંચો : પતિ જો પત્નીનો જન્મ દિન ભૂલી જાયતો આ દેશમાં ૫ વર્ષ જેલની સજાની જોગવાઇ