World

જમીન પર ભયભીત કરનારા BLA એ પ્રથમ એર યુનિટ લોન્ચ કરી, પાકિસ્તાનનું ટેન્શન વધ્યું

By GS TEAM
13 Feb 20262 mins read
TukuTouch Logo
પાકિસ્તાનના અશાંત પ્રાંત બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાની મુશ્કેલીઓ આગામી દિવસોમાં વધી શકે છે. બલૂચિસ્તાનમાં સક્રિય અલગતાવાદી સંગઠન બલૂચ લિબરેશન આર્મી (BLA) એ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતા પોતાની પ્રથમ એર અને ડ્રોન વોરફેર યુનિટ 'કાઝી એરો હાઈવ રેન્જર્સ'(QAHR)ની રચના કરવાની સત્તાવાર જાહેરાત કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જમીન પર ભયભીત કરનારા BLA એ પ્રથમ એર યુનિટ લોન્ચ કરી, પાકિસ્તાનનું ટેન્શન વધ્યું
(image - ians)

Balochistan Security Crisis 2026: પાકિસ્તાનના અશાંત પ્રાંત બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાની મુશ્કેલીઓ આગામી દિવસોમાં વધી શકે છે. બલૂચિસ્તાનમાં સક્રિય અલગતાવાદી સંગઠન બલૂચ લિબરેશન આર્મી (BLA) એ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતા પોતાની પ્રથમ એર અને ડ્રોન વોરફેર યુનિટ 'કાઝી એરો હાઈવ રેન્જર્સ'(QAHR)ની રચના કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. 

ડ્રોન ટેકનોલોજી પર વિશેષ ધ્યાન

સંગઠનના જણાવ્યા અનુસાર, આ યુનિટ ખાસ કરીને અદ્યતન ડ્રોન ઓપરેશન અને હવાઈ દેખરેખ રાખવાની ક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ વ્યૂહરચના પાછળ વરિષ્ઠ કમાન્ડર અબ્દુલ બાસિતનો હાથ હોવાનું કહેવાય છે, જેમણે સંગઠનમાં આધુનિક યુદ્ધ પદ્ધતિઓને પ્રાધાન્ય આપ્યું છે.

લશ્કરી અને સંચાર મથકો નિશાન પર

BLA દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે આ નવી યુનિટનો પ્રથમ ઉપયોગ તાજેતરમાં ગ્વાદરમાં હાથ ધરવામાં આવેલા 'ઓપરેશન હેરોફ 2.0' દરમિયાન કરવામાં આવ્યો હતો. આ ઓપરેશનમાં લશ્કરી મથકો, બંદર અને સંચાર માળખાને નિશાન બનાવવામાં આવ્યા હતા. જોકે, આ દાવાઓની હજુ સુધી કોઈ સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી. આ જાહેરાતની સાથે સંગઠને એક વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં પહાડી વિસ્તારોમાં હથિયારધારી સભ્યો ડ્રોનનું પરીક્ષણ કરતા અને ગ્વાદર પર ડ્રોન ઉડતું હોય તેવા દ્રશ્યો જોવા મળે છે.

આ પણ વાંચો: 'ઈઝરાયલના રાષ્ટ્રપતિને શરમ આવવી જોઇએ...' અચાનક જ કેમ ભડક્યાં ડોનાલ્ડ ટ્રમ્પ?

પરંપરાગત લડાઈમાં મોટો ફેરફાર

સંરક્ષણ નિષ્ણાતો માને છે કે જો આ દાવો સાચો હોય, તો તે બલૂચિસ્તાનમાં ઉગ્રવાદી સંગઠનોની લડવાની રીતમાં મોટા ફેરફારનો સંકેત છે. અત્યાર સુધી અહીં પરંપરાગત ગેરિલા હુમલાઓ થતા હતા, પરંતુ હવે ડ્રોન ટેકનોલોજીનો પ્રવેશ પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓ માટે એક નવો અને ગંભીર પડકાર ઉભો કરી શકે છે. હાલમાં આ મામલે પાકિસ્તાની અધિકારીઓ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.