World

કાર સેલ્સમેન બની ગયો બેલ્જિયમનો રાજકુમાર! રાજવી પરિવાર સાથે 99.5 ટકા DNA મેચ થયો

By GS Team
21 Aug 20262 mins read
TukuTouch Logo
બેલ્જિયમમાં 26 વર્ષની અનિશ્ચિતતા બાદ, ક્લેમેન્ટ વાનડેનકેરખોવને કાનૂની રીતે શાહી માતા-પિતાની ઓળખ મળી છે. કિંગ ફિલિપના નાના ભાઈ પ્રિન્સ લોરેન્ટે 26 વર્ષના ક્લેમેન્ટને પોતાનો પુત્ર સ્વીકાર્યો છે. DNA ટેસ્ટમાં 99.5% મેચ બાદ, ક્લેમેન્ટ હવે પ્રિન્સ લોરેન્ટની અંગત મિલકતમાં સત્તાવાર હિસ્સેદાર બન્યા છે. જોકે, તેમને રાજા બનવાનો કે શાહી ભથ્થાનો હક નહીં મળે. આ ઘટના 6 મહિના પહેલા ખાનગી કાર્યક્રમમાં બની હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

કાર સેલ્સમેન બની ગયો બેલ્જિયમનો રાજકુમાર! રાજવી પરિવાર સાથે 99.5 ટકા DNA મેચ થયો

26 વર્ષની અનિશ્ચિતતા બાદ, ક્લેમેન્ટ વાનડેનકેરખોવ (Clement Vandenkerckhove) ને કાનૂની રીતે શાહી માતા-પિતાની ઓળખ મળી ગઈ છે અને બેલ્જિયમના રાજવી પરિવારમાં એક સ્થાન પણ પ્રાપ્ત થયું છે. બેલ્જિયમના કિંગ ફિલિપના નાના ભાઈ પ્રિન્સ લોરેન્ટે 26 વર્ષના ક્લેમેન્ટને કાનૂની રીતે પોતાનો પુત્ર સ્વીકારી લીધો છે. ક્લેમેન્ટ અગાઉ કાર સેલ્સમેન તરીકે કામ કરતા હતા, જ્યારે તેમની માતા પ્રખ્યાત બેલ્જિયમની ગાયિકા વેન્ડી વાન વાન્ટેન છે. બીબીસી ન્યૂઝના અહેવાલ અનુસાર, આ કાનૂની પ્રક્રિયા આશરે 6 મહિના પહેલાં એક ખાનગી કાર્યક્રમમાં પૂરી થઈ હતી, પરંતુ તેની જાણકારી હવે જાહેર થઈ છે. આ ઐતિહાસિક નિર્ણય બાદ ક્લેમેન્ટ સત્તાવાર રીતે પ્રિન્સ લોરેન્ટના વારસદાર બન્યા છે.

DNA રિપોર્ટમાં 99.5 ટકા મેચ

'ધ ઈન્ડિપેન્ડન્ટ'ના અહેવાલ મુજબ, પ્રિન્સ લોરેન્ટે સપ્ટેમ્બર 2025 માં જ જાહેરમાં ક્લેમેન્ટને પોતાના પુત્ર તરીકે સ્વીકાર્યા હતા, જેનાથી વર્ષોથી ચાલતી વાનડેનકેરખોવના માતા-પિતા અંગેની અટકળોનો અંત આવ્યો હતો. બંને વચ્ચે કરાવવામાં આવેલા DNA ટેસ્ટમાં 99.5 ટકાનો મેચ સામે આવ્યો હતો.

બે દાયકાથી વધુ સમય સુધી છુપાયેલું રહસ્ય

ક્લેમેન્ટનો જન્મ ઓગસ્ટ 2000 માં થયો હતો, જે સમય પ્રિન્સ લોરેન્ટના 2003 માં ક્લેર કૂમ્બ્સ સાથે થયેલા લગ્ન પહેલાંનો છે. 90 ના દાયકામાં ક્લેમેન્ટની માતા અને પ્રિન્સ લોરેન્ટ રિલેશનશિપમાં હતા. વર્ષ 2025 માં જ્યારે ક્લેમેન્ટ એક ટીવી ડોક્યુમેન્ટ્રીમાં જોવા મળ્યા અને તેમણે પોતાના પરિવારના ઇતિહાસ અંગે વાત કરી, ત્યારે આ રહસ્ય દુનિયા સમક્ષ ખૂલ્યું હતું. હવે પિતા અને પુત્ર વચ્ચે સંબંધો સુધરી રહ્યા છે અને કાર પ્રત્યેના સમાન શોખના કારણે બંને અવારનવાર મુલાકાત પણ કરે છે.

image.png

શું ક્લેમેન્ટ બનશે બેલ્જિયમના રાજા?

આ સવાલનો સીધો જવાબ ના છે. 'ધ ન્યૂયોર્ક ટાઈમ્સ'ના અહેવાલ અનુસાર, નવો પ્રિન્સ બનવા છતાં ક્લેમેન્ટ બેલ્જિયમની ગાદીના ઉત્તરાધિકારી બનશે નહીં. તેમને કોઈ રોયલ એલાઉન્સ (શાહી ભથ્થું) આપવામાં આવશે નહીં કે તેમની પાસે કોઈ સત્તાવાર શાહી જવાબદારીઓ નિભાવવાની અપેક્ષા રાખવામાં આવશે નહીં.

મિલકતમાં મળશે સમાન હક

આ કાનૂની માન્યતાનું સૌથી મોટું મહત્ત્વ એ છે કે ક્લેમેન્ટ હવે પ્રિન્સ લોરેન્ટની અંગત મિલકતમાં સત્તાવાર રીતે હિસ્સેદાર બની ગયા છે. તેમની સાથે પ્રિન્સ લોરેન્ટના અન્ય 3 બાળકો (રાજકુમારી લુઈસ અને જોડિયા પુત્રો પ્રિન્સ નિકોલસ તથા પ્રિન્સ એમરિક) પણ આ મિલકતના વારસદાર રહેશે. ક્લેમેન્ટે હજુ સુધી એ નક્કી નથી કર્યું કે તેઓ રાજવી પરિવારની સરનેમ 'સક્સે-કોબર્ગ' અપનાવશે કે નહીં, પરંતુ હાલમાં તેઓ પોતાની માતાની સરનેમ સાથે જ ખુશ છે.