ઢાકા,૨૦ એપ્રિલ,૨૦૨૬,સોમવાર
પશ્ચિમ એશિયામાં ઇરાન અને અમેરિકાના તણાવના પગલે બાંગ્લાદેશમાં ઇંધણની ભારે કમી સર્જાઇ છે જેના કારણે ટેલિકોમ નેટર્વક પર વિપરિત અસર થવાની શકયતા ઉભી થઇ છે. આ અંગે એસોસિએશન ઓફ મોબાઇલ ટેલિકોમ ઓપરેટર્સ ઓફ બાંગ્લાદેશ દ્વારા ચેતવણી આપવામાં આવી છે આગળ જતા ઇંધણ વિના ટેલીકોમ ઓપરેશનો ચાલું રાખવા શકય નથી. જો વર્તમાનમાં ઇંધણ ક્રાઇસિસ ઉભી થઇ છેે તે ચાલું રહેશે તો બાંગ્લાદેશના મહત્વપૂર્ણ ભાગોમાં મોટા પાયે ટેલીકોમ શટડાઉન નેટવર્ક થવાનો ખતરો છે.
લાંબા સમય સુધી વિજળી ગૂલ રહેવાથી બેકઅપ સિસ્ટમને પર્યાપ્ત માત્રામાં ઇંધણ ઉપલબ્ધ નહી થવાથી મોબાઇલ નેટર્વક ઓપરેટરોને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વ્યુહાત્મક રીતે ટેલીકોમ સેન્ટર ઇંધણની અછત છતાં મોરચો સંભાળી રહયો છે. ટેલીકોમ એસોસિએશનના મહાસચિવ મોહમ્મદ ઝુલ્ફીકારના જણાવ્યા અનુસાર નેટવર્ક આંશિક અને સમગ્ર રીતે ઠપ્પ થવું, કોલ ઇન્ટરનેટ, એસએમએસ અને અન્ય સેવાઓ ઠપ્પ થઇ શકે છે. ટેલીકોમ કંપનીઓના ડેટા સેન્ટરો પર પણ ખતરો મંડરાઇ રહયો છે. ડેટા સેન્ટર બંધ થવાથી ઇન્ટરનેટ બંધ થઇ શકે છે અથવા તો સ્પીડ ખૂબજ ઘટી શકે છે.


