World

બાંગ્લાદેશની ‘ગંગા’ નદી પર ડેમ બનાવવાની જાહેરાત, કહ્યું- અમારે ભારત સાથે વાત કરવાની જરૂર નથી

By GS Team
14 May 20262 mins read
TukuTouch Logo
બાંગ્લાદેશ અને ભારત વચ્ચે ગંગા નદીના જળ વહેંચણીના વિવાદે નવો વળાંક લીધો છે. બાંગ્લાદેશે પદ્મા નદી (જે ભારતમાં ગંગા તરીકે ઓળખાય છે) પર એક વિશાળ ડેમ પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેનો મુખ્ય હેતુ ભારતના ફરક્કા બેરેજની અસરોને ઓછી કરવાનો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બાંગ્લાદેશની ‘ગંગા’ નદી પર ડેમ બનાવવાની જાહેરાત, કહ્યું- અમારે ભારત સાથે વાત કરવાની જરૂર નથી

Bangladesh Approves Massive Padma River Dam Project : બાંગ્લાદેશ અને ભારત વચ્ચે ગંગા નદીના જળ વહેંચણીના વિવાદે નવો વળાંક લીધો છે. બાંગ્લાદેશે પદ્મા નદી (જે ભારતમાં ગંગા તરીકે ઓળખાય છે) પર એક વિશાળ ડેમ પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેનો મુખ્ય હેતુ ભારતના ફરક્કા બેરેજની અસરોને ઓછી કરવાનો છે.

બાંગ્લાદેશમાં વડાપ્રધાન તારિક રહેમાનની અધ્યક્ષતાવાળી રાષ્ટ્રીય આર્થિક પરિષદની કારોબારી સમિતિ (ECNEC) એ પદ્મા નદી પર એક ભવ્ય ડેમ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટની અંદાજિત કિંમત 34,497.25 કરોડ ટકા (બાંગ્લાદેશી ચલણ) છે અને તે સંપૂર્ણપણે બાંગ્લાદેશ સરકારના ભંડોળથી નિર્મિત થશે.

ભારત સાથે ચર્ચા કરવાનો ઇનકાર

બાંગ્લાદેશના જળ સંસાધન મંત્રી શાહિદુદ્દીન ચૌધરી અનીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ ડેમ બાંગ્લાદેશના પોતાના હિતનો વિષય છે અને આ મુદ્દે ભારત સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા કરવાની જરૂર નથી. જોકે, તેમણે ઉમેર્યું હતું કે ગંગાના પાણીને લઈને ભારત સાથે સામાન્ય વાતચીત ચાલુ છે.

શા માટે બાંગ્લાદેશ આ પ્રોજેક્ટ બનાવી રહ્યું છે?

ફરક્કા બેરેજની અસર: બાંગ્લાદેશનું માનવું છે કે ભારતે 1975માં પશ્ચિમ બંગાળમાં બનાવેલા ફરક્કા બેરેજને કારણે બાંગ્લાદેશમાં સૂકી ઋતુમાં પાણીની અછત સર્જાય છે.

કૃષિ અને ખારાશ: પાણીનો પ્રવાહ ઓછો થવાને કારણે નદીઓમાં દરિયાનું ખારું પાણી ભળી રહ્યું છે, જેનાથી ખેતીલાયક જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે.

પાણીનો સંગ્રહ: આ નવો ડેમ પ્રોજેક્ટ બાંગ્લાદેશને પોતાની બાજુએ પાણીનો સંગ્રહ કરવામાં મદદ કરશે, જે રાજશાહી, ઢાકા અને બરીસાલ ડિવિઝનના જિલ્લાઓને આવરી લેશે.

આ પ્રોજેક્ટ 2033 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. ખાસ વાત એ છે કે, આ ડેવલપમેન્ટએવા સમયે આવ્યો છે જ્યારે 1996ની ભારત-બાંગ્લાદેશ ગંગા જળ વહેંચણી સંધિની મુદત આ વર્ષે ડિસેમ્બરમાં સમાપ્ત થઈ રહી છે.