World

બલુચિસ્તાનના 12 શહેર પર હુમલો, 27 સૈનિક-70 બળવાખોરના મોત! પોસ્ટ છોડીને ભાગી પાકિસ્તાનની સેના

By GS TEAM
31 Jan 20262 mins read
TukuTouch Logo
પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બળવાખોરોના હુમલા બાદ યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. બલુચ લિબરેશન આર્મીએ બલુચિસ્તાન રાજ્યના અનેક શહેરોમાં એક સાથે હુમલો કરી અને પોસ્ટ તથા અનેક સરકારી ભવનો પર કબજો કરી લીધો છે. આ હુમલાને બલુચ લિબરેશન આર્મી દ્વારા 'ઓપરેશન હેરોફ' પાર્ટ-2 નામ આપવામાં આવ્યું છે. હુમલા બાદ પાકિસ્તાનની સેના પોસ્ટ અને ચોકીઓ છોડીને ભાગી રહી છે. આ હુમલામાં અનેક સુરક્ષાકર્મી તથા અનેક બળવાખોરોના મોત થયા હોવાની આશંકા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બલુચિસ્તાનના 12 શહેર પર હુમલો, 27 સૈનિક-70 બળવાખોરના મોત! પોસ્ટ છોડીને ભાગી પાકિસ્તાનની સેના

Balochistan Attack 2026: પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બળવાખોરોના હુમલા બાદ યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. બલુચ લિબરેશન આર્મીએ બલુચિસ્તાન રાજ્યના અનેક શહેરોમાં એક સાથે હુમલો કરી અને પોસ્ટ તથા અનેક સરકારી ભવનો પર કબજો કરી લીધો છે. આ હુમલાને બલુચ લિબરેશન આર્મી દ્વારા 'ઓપરેશન હેરોફ' પાર્ટ-2 નામ આપવામાં આવ્યું છે. હુમલા બાદ પાકિસ્તાનની સેના પોસ્ટ અને ચોકીઓ છોડીને ભાગી રહી છે. આ હુમલામાં અનેક સુરક્ષાકર્મી તથા અનેક બળવાખોરોના મોત થયા હોવાની આશંકા છે. 

બલુચિસ્તાનમાં પરિસ્થિતિ અત્યંત તણાવપૂર્ણ, અનેક શહેરોમાં હુમલા 

સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર શનિવારે સવારે બલુચિસ્તાનના પાટનગર ક્વેટામાં એક બાદ એક 6 ધડાકા થયા હતા અને તે પછી રસ્તાઓ પર બે કલાક સુધી અથડામણ થઈ. ગોળીઓ ચાલી અને બોમ્બ બ્લાસ્ટ થયા. બલુચ બળવાખોરોએ પસની, મસ્તંગ, નુશ્કી અને ગ્વાદર સહિતના જિલ્લાઓ પર હુમલા કર્યા. હુમલાખોરો બંદૂકો સાથે અંધાધૂંધ ગોળીબાર અને અનેક સ્થાનો પર બોમ્બ બ્લાસ્ટ કરી રહ્યા છે. 

સરકારી ઇમારતો, પોલીસ સ્ટેશન, આર્મીની પોસ્ટ હવે બળવાખોરોનો કબજો

બલુચિસ્તાનના અનેક શહેરોની સરકારી ઇમારતો પર હવે હથિયારધારી બળવાખોરોએ કબજો કરી લીધો છે. અનેક પોલીસ સ્ટેશનો પર પણ હુમલો કરી કેદીઓને છોડી મૂકવામાં આવ્યા છે. બલુચિસ્તાન રાજ્યની તમામ સરકારી હૉસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. ધ બલુચિસ્તાન પોસ્ટના અહેવાલ અનુસાર બલુચ લિબરેશન આર્મીના કમાન્ડર-ઇન-ચીફ બશીર ઝેબ બલુચે વીડિયો સંદેશો પાઠવી કહ્યું છે કે, લોકો પોતાના ઘરમાંથી બહાર ન નીકળે. 

48 કલાકમાં 70થી વધુ બળવાખોરોને માર્યા હોવાનો દાવો

પાકિસ્તાનના સોશિયલ મીડિયામાં બલુચિસ્તાનના ખૌફનાક વીડિયો વાઇરલ થઈ રહ્યા છે. જેમાં બળવાખોરો હથિયારો સાથે ગાડીઓના કાફલા સાથે દેખાઈ રહ્યા છે. બળવાખોરો શહેરો પર કબજો કરી અંધાધૂંધ ગોળીબાર પણ કરી રહ્યા છે. બીજી તરફ બલુચિસ્તાનના મુખ્યમંત્રીના રાજકીય સલાહકાર શાહિદ રિન્દનો દાવો છે કે પાકિસ્તાનના સુરક્ષાકર્મીઓએ છેલ્લા 48 કલાકમાં 70થી વધુ બળવાખોરોને ઠાર માર્યા છે. 

એવામાં હાલ તો સમગ્ર બલુચિસ્તાનમાં પરિસ્થિતિ અત્યંત તણાવપૂર્ણ છે. ઠેર ઠેર હુમલા, ગોળીબાર, બોમ્બ બ્લાસ્ટ થઈ રહ્યા છે.