World

ગ્વાદરમાં બલૂચ વિદ્રોહીઓનો લશ્કરી છાવણી પર કબજો, અનેક અધિકારીઓને ઠાર કર્યાનો દાવો

By GS Team
23 Oct 20262 mins read
TukuTouch Logo
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં BLF દ્વારા 'ઓપરેશન અલમાસ' હેઠળ ગ્વાદરમાં પાકિસ્તાની સેનાના ઠેકાણાઓ પર મોટા હુમલા કરાયા છે. સંગઠને FWO કેમ્પ અને માઝાની પોલીસ સ્ટેશન પર કબજો કરવાનો દાવો કર્યો છે. આ સંઘર્ષમાં મિલિટરી ઇન્ટેલિજન્સના કેપ્ટન સહિત અનેક સુરક્ષા જવાનોના મોત થયા છે. CPEC ના હાર્દ સમા આ વિસ્તાર પરના હુમલાથી પાકિસ્તાનની ચિંતા વધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગ્વાદરમાં બલૂચ વિદ્રોહીઓનો લશ્કરી છાવણી પર કબજો, અનેક અધિકારીઓને ઠાર કર્યાનો દાવો

BLF Captures Military Camps In Gwadar: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં બલૂચિસ્તાન લિબરેશન ફ્રન્ટ એટલે કે BLF દ્વારા 'ઓપરેશન અલમાસ' હેઠળ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વપૂર્ણ ગ્વાદરમાં પાકિસ્તાની સેનાના ઠેકાણાઓ પર મોટા હુમલા કરવામાં આવ્યા છે. સંગઠને ફ્રન્ટિયર વર્ક્સ ઓર્ગેનાઈઝેશન એટલે કે FWOના કેમ્પ અને માઝાની પોલીસ સ્ટેશન પર કબજો કરવાનો દાવો કર્યો છે. આ ભીષણ સંઘર્ષમાં મિલિટરી ઇન્ટેલિજન્સના કેપ્ટન સહિત અનેક સુરક્ષા જવાનોના માર્યા ગયા હોવાના અહેવાલ છે. ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC) ના હાર્દ સમા આ વિસ્તાર પર થયેલા આ હુમલાથી પાકિસ્તાની સેના અને સરકારની ચિંતાઓ વધી ગઈ છે.

BLFના મોટા દાવાઓ

FWO કેમ્પ પર કબજો: BLFના પ્રવક્તા મેજર ગ્વાહરામ બલોચે જણાવ્યું કે, સંગઠને ગ્વાદર ઝીરો પોઈન્ટ સ્થિત FWO કેમ્પ પર હુમલો કરીને ત્યાં પોતાનો ઝંડો લહેરાવ્યો છે. FWO એ પાકિસ્તાની સેના સાથે જોડાયેલું એક એન્જિનિયરિંગ સંગઠન છે, જે CPEC પ્રોજેક્ટ્સ પર કામ કરે છે.

અધિકારીઓ અને જવાનોના મોત: લડાઈમાં પાકિસ્તાનની મિલિટરી ઇન્ટેલિજન્સના એક કેપ્ટન અને સ્પેશિયલ સર્વિસ ગ્રુપ (SSG) ના જવાનો માર્યા ગયા હોવાનો દાવો કરાયો છે.

પોલીસ સ્ટેશન અને કાફલા પર હુમલો: માઝાની પોલીસ સ્ટેશન અને ગાબદ વિસ્તારમાં સેનાના કાફલા પર હુમલો કરીને લશ્કરી વાહનને નષ્ટ કરવાનો તેમજ સરકારી હથિયારો જપ્ત કરવાનો દાવો કરવામાં આવ્યો છે.

પાકિસ્તાનનું શું કહેવું છે?

પાકિસ્તાની સુરક્ષા સૂત્રોના હવાલેથી સામે આવેલા અહેવાલોમાં આ દાવાઓને ફગાવતા દાવો કરવામાં આવ્યો છે કે, સુરક્ષા દળોએ હુમલાનો પ્રયાસ નિષ્ફળ બનાવી દીધો છે, અને જવાબી કાર્યવાહીમાં ત્રણ હુમલાખોરો માર્યા ગયા છે. જો કે, બંને પક્ષોના આ દાવાઓની કોઈ સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી. ગ્વાદરમાં થઈ રહેલા આ હુમલાઓ પાકિસ્તાન અને ચીનના આર્થિક તથા વ્યૂહાત્મક હિતો માટે મોટો ફટકો સાબિત થઈ રહ્યા છે.