World

ઓસ્ટ્રેલિયા ભારતને યુરેનિયમ આપશે તેથી ભારત ક્લિન એનર્જી ધ્યેય સિદ્ધ કરી શકશે

By GS Team
9 Jul 20262 mins read
TukuTouch Logo
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીઝ સાથે યુરેનિયમ અને અન્ય રેર અર્થ સપ્લાય અંગે કરારો કર્યા. મોદીએ ક્રિકેટની પરિભાષામાં કહ્યું કે, અમારા નિર્ણયો T-20 જેવા ઝડપી છે, પણ ભાગીદારી ટેસ્ટ મેચ જેટલી ઊંડી છે. ભારતના ક્લિન એનર્જી ધ્યેય સિદ્ધ કરવા આ કરારો મહત્વના છે. મોદીએ ભારતીય ઉદ્યોગપતિઓને ભારતમાં રોકાણ કરવા પણ આમંત્રણ આપ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓસ્ટ્રેલિયા ભારતને યુરેનિયમ આપશે તેથી ભારત ક્લિન એનર્જી ધ્યેય સિદ્ધ કરી શકશે

નરેન્દ્ર મોદી અને એન્થની અલ્બાનીઝ વચ્ચે કરારો
ભારતે ઓસ્ટ્રેલિયા સંબંધો ક્રિકેટની પરિભાષામાં વર્ણવતાં મોદીએ કહ્યું : અમારા નિર્ણયો T-20 જેવા ઝડપી છે : ભાગીદારી ટેસ્ટ મેચ જેવી ઊંડી છે

મેલબોર્ન : ભારતનાં ઊર્જા ક્ષેત્રને ઘણી બધી પુષ્ટિ મળી રહી છે અને તેથી ભારત તેનું ક્લિન એનર્જી ધ્યેય સિધ્ધ કરી શકશે. તેમ નરેન્દ્ર મોદી વડાપ્રધાન એન્થની અલ્બાનીઝ સાથે યુરેનિયમ તથા અન્ય રેર અર્થ સપ્લાય અંગે એન્થની અલ્બાનીઝ સાથે કરેલા કરારો પછી એક સંયુક્ત પત્રકાર સંબોધનમાં જણાવ્યું હતું. આ સાથે તેઓએ ભારત ઓસ્ટ્રેલિયાના વ્યૂહાત્મક સલામતી કરારો તથા ક્લિન એનર્જી ટ્રાન્ઝિશન શુદ્ધ ઊર્જા પ્રવાહ તબદીલીનો પણ ઉલ્લેખ કર્યો હતો.
આ સાથે ભારત ઓસ્ટ્રેલિયા સંબંધો ક્રિકેટની પરિણામમાં વર્ણવતાં કહ્યું હતું કે અમારા નિર્ણયો ટી-૨૦ ક્રિકેટ મેચ જેવા ઝડપી છે. પરંતુ અમારી ભાગીદારી ટેસ્ટ મેચ જેટલી ઊંડી છે.
વડાપ્રધાન મોદીએ રમત ગમત ક્ષેત્રે ખ્યાતનામ બની રહેલાં આ શહેરમાં વસતા ભારત વંશીઓ સાથે પણ ખુલ્લાં મને વાત કરી હતી. જ્યારે અલ્બાનીઝ સાથેની વાતચીત પછી કહ્યું હતું કે બંને દેશો બહુ મોટી રમત ગમતની ઘટનાઓમાં યજમાન બનવાના છે. ભારત-કોમનવેલ્થ ગેઇમ્સમાં યજમાન બનવાનું છે. જ્યારે ઓસ્ટ્રેલિયા તો વર્લ્ડ ઓલિમ્પિક ગેઇમ્સનું યજમાન રાષ્ટ્ર બનશે.
ઓસ્ટ્રેલિયાની આ ત્રણ દિવસની મુલાકાતના બીજા દિવસે ભારતીયો મને ઓસ્ટ્રેલિયન્સ દ્વારા યોજવામાં આવેલા એક ગીત સંગીત કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. તેમાં ભારતીય કલાકારોએ બંકીમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયે રચેલાં રાષ્ટ્રગીત સમાન વંદે માતરમ્ સાંભળ્યું હતું. આ ગીત બંકીમ બાબુએ (બંકીમચંદ્ર ચેટર્જીએ ૭, ૧૮૭૬માં) રચ્યું હતું. તેની રચનાને ૧૫૦ વર્ષ પૂરાં થયાં તે નિમિત્તે તે સવિશેષ ઓસ્ટ્રેલિયાએ રજૂ કર્યું હતું. ઓસ્ટ્રેલિયામાં વસતા ભારત વંશીય ડૉ. સામ ઇન્વાન્સે કન્ડક્ટ કર્યું હતું. ડૉ. ઇવાન્સ બહુ સારા સંગીતકાર છે. તેઓની સાથે ઓસ્ટ્રેલિયાના સંગીતકાર રોન મુરે પણ જોડાયા હતા. આ સંગીત સમારોહમાં ભારતીય તબલા અને ઓસ્ટ્રેલિયન વાદ્ય ડીડગેરીડૂ દ્વારા બંને સંગીતકારોએ જુગલ બંધી પણ જમાવી હતી.
વડાપ્રધાન મોદીએ ઓસ્ટ્રેલિયાના ઉદ્યોગપતિઓ અને ભારત વંશીઓ સાથેની વાતચીતમાં ભારતમાં મૂડી રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું.